________________
૧૮૮] જય ચક્રવતીનું ચરિત્ર
[ પર્વ ૭ મું યથાવિધિ તમિસ્રા ગુફામાં પ્રવેશ કરી સામી બાજુ નીકળી આપાત જાતિના કિરાને છતી લીધા. પછી દેવના જેવા પરાક્રમવાળા જય ચક્રવતીએ સેનાપતિ પાસે સિંધુને ઉપરને પશ્ચિમ નિષ્ફટ સધાવ્યો અને પિત હિમવકુમારને જીતી લીધું. પછી કષભકૂટ ઉપર કાંકિણી રત્નવડે પિતાનું નામ લખી સેનાની પાસે ગંગાનું ઉપરનું પૂર્વ નિકૂટ સધાવી પિતે વિજય મેળવ્યા પછી પિતે ગંગાદેવીને સાધી, વિદ્યાધરને જીતી, ખંડપાતા ગુફામાં રહેલા નાટયમાલદેવને સાધી લીધે. ખંડ પ્રપાતા ગુહાવડે વૈતાઢવ્યગિરિ નીચેથી નીકળ્યા અને ગંગાનું પ્રાચી નિકૂટ સેનાપતિ પાસે સધાવ્યું. પછી ચક્રવર્તીએ ગંગાનદીને કિનારે પડાવ કર્યો, ત્યાં ગંગાનદીના મુખે રહેતા નૈસર્પ વિગેરે નવ નિધિએ તેમને વશ થયા.
એવી રીતે ચક્રવર્તીની સંપૂર્ણ લક્ષ્મી મેળવી જય ચક્રવર્તી પિતાના નગરમાં પાછા આવ્યા. ત્યાં દેવતાઓએ અને માનએ તેમને ચક્રવર્તી પણાને અભિષેક કર્યો. પછી અખંડિત પરાક્રમવાળા જય ચક્રવર્તીએ ષટ્રખંડ પૃથ્વીને ઘણે કાળ ભેગવી, અને અનુક્રમે સંસારથી ઉદ્વેગ પામીને દીક્ષા ગ્રહણ કરી. જય ચક્રવર્તીને ત્રણસો વર્ષ કુમારપણામાં, તેટલાંજ વર્ષ માંડલિકપણુમાં, સે વર્ષ દિગ્વિજયમાં, એક હજાર નવ વર્ષ ચક્રવત્તી પણામાં અને ચારસો વર્ષ દીક્ષા પાળવામાં–એમ સર્વ મળી ત્રણહજાર વર્ષ વ્યતીત થયાં. એવી રીતે સર્વ આયુષ્ય પૂર્ણ કરી, વ્રતને સારી રીતે પાળી, ઘાતી કર્મને ક્ષય થતાં જેને કેવળજ્ઞાન ઉત્પન્ન થયું છે એવા જય ચક્રવર્તી અક્ષય સુખના સ્થાનરૂપ કૈવલ્ય (મેક્ષ)ને પ્રાપ્ત થયા.
इत्याचार्यश्रीहेमचंद्रविरचिते त्रिषष्टिशलाकापुरुषचरिते महाकाव्ये सप्तमे पर्वणि
जयचक्रवर्तिचरितवर्णनो नाम त्रयोदशः सर्गः ॥ १३ ॥
स्वागतावृत्तम् । रामलक्ष्मणदशाननानमिस्तीर्थकृच्च हरिषेणचक्रभृत् । चक्रभृच्च जय इत्यमुत्र षट् वर्णिताः श्रुतिसुखाय सन्तु वः ॥१॥
समाप्तं चेदं सप्तमं पर्व।
स
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org