________________
૧૮૬] શ્રી હરિષેણ ચક્રવતીનું ચરિત્ર
[પર્વ ૭ મું દક્ષિણ કુંભસ્થળ ઉપર મણિરત્ન મૂકેલું છે એવા હાથી પર બેસી સેનાપતિએ જેના દ્વાર ઉઘાડ્યાં છે એવી તમિસા ગુફામાં તેણે પ્રવેશ કર્યો. કાંકિણી રત્નથી કરેલા માંડળાવડે જેમાં ઉદ્યોત થયેલે છે એવી તે તમિસ્રા ગુફાનું ઉન્મશ્ના અને નિમગ્ના નદીને તેની ઉપર બાંધેલા પુલવડે ઉતરીને ઉલ્લંઘન કર્યું. પછી જેનું ઉત્તર દ્વારા પિતાની મેળે ઉઘડી ગયું છે એવી તે ગુફામાંથી નીકળીને આપાત જાતિના સ્વચ્છેદી મ્લેચ્છને તેણે જીતી લીધા, અને સેનાપતિ પાસે સિંધુનું પશ્ચિમ નિકૂટ સધાવી મુદ્ર હિમાલય પાસે આવીને તેના અધિષ્ઠાયિક દેવને જીતી લીધે, પછી કાંકિણી રત્નવડે ઋષભકૂટ ઉપર પિતાનું નામ લખીને આગળ ચાલતાં ગંગાનદી પાસે આવી ગંગાદેવીને સાધી લીધી અને સેનાપતિ પાસે તેનું પર્વ નિષ્ફટ સધાવ્યું. પછી વિતાત્ય ઉપરની બંને એણિના વિદ્યાધરોએ જેને ભેટ આપી છે એવા ચક્રવતીએ ખંડપ્રપાતા ગુફાના સ્વામી નાટચમાલ દેવને સાધી લીધે, અને સેનાપતિએ ઉઘાડેલી તે ખંડપ્રપાતા ગુફામાં પ્રવેશ કર્યો. તે ગુફામાં ચક્રને અનુસરીને ચાલતાં પ્રથમની જેમ બહાર નીકળ્યા. પછી સેનાપતિ પાસે ગંગાનું પર્વ નિકૂટ સધાવી ગંગાના કિનારા ઉપર પડાવ કર્યો. ત્યાં તેમના ઉત્કૃષ્ટ પુણ્યપ્રભાવથી ગંગાના મુખ પાસે માગધ તીર્થમાં વસનારા નવે નિધિએ તેમને સ્વયમેવ સિદ્ધ થયા.
આ પ્રમાણે ચક્રવર્તી સંપૂર્ણ લક્ષ્મી મેળવી, ષખંડ ભારતને વિજય કરી સંપત્તિવડે ઇદ્ર જેવા હરિષણ ચક્રવતી કાંપિલ્યપુરમાં પાછા આવ્યા. ત્યાં દેવેએ અને માનએ તેમને ચક્રવર્તીપણાને અભિષેક કર્યો. તે સંબંધી નગરમાં બાર વર્ષ સુધી મહત્સવ પ્રવર્તે. પછી ભારતવર્ષના સર્વ રાજાઓ જેમની આજ્ઞા માને છે એવા એ મહાભુજ ચક્રવત્તી ધર્મની અબાધાએ અનેક પ્રકારના સુખભેગ ભેગવવા લાગ્યા. છેવટે મેલગમનમાં ઉત્સુક એવા તે ચક્રવર્તીએ સંસારથી વિરક્ત થઈ, એક લીલામાત્રમાં રાજ્ય છેડી દઈને દીક્ષા ગ્રહણ કરી. એ. હરિઘેણુ ચક્રવત્તી સવા ત્રણ વર્ષ કુમારપણુમાં, તેટલાંક વર્ષ મંડલિકપણામાં, દેઢસો વર્ષ વિજય કરવામાં, આઠ હજાર આઠસોને પચાસ વર્ષ ચક્રવર્તીપણામાં અને સાડા ત્રણસો વર્ષ દીક્ષાના આરાધનમાં-એમ સર્વ મળી દશહજાર વર્ષનું આયુષ્ય પાળી તીવ્ર વ્રતના આરાધનવડે ઘાતકર્મને નાશ કરી કેવળજ્ઞાન પામીને નિત્યસુખવાળા પદ (મેક્ષ)ને પ્રાપ્ત થયા.
इत्याचार्यश्रीहेमचंद्रविरचिते त्रिषष्टिशलाकापुरुषचरिते महाकाव्ये सप्तमे पर्वणि
हरिषेणचक्रवर्तिचरितवर्णनो नाम द्वादशः सर्गः ॥ १२ ॥
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org