________________
૧૮૪]
દેવતાઓએ કરેલ પ્રભુને નિર્વાણ મહત્સવ [પર્વ ૭મું કુંભ વિગેરે સત્તર ગણધર થયા. પ્રભુની દેશનાને અંતે કુંભ નામના ગણધરે દેશના આપી. તે દેશના પૂર્ણ થયા પછી ઇંદ્રાદિક દેવ પ્રભુને નમસ્કાર કરીને પોતપોતાને સ્થાનકે ગયા. | શ્રી નેમિનાથ પ્રભુના તીર્થમાં ત્રણ નેત્રવાળે, ચાર મુખવાળે, સુવર્ણ જેવા વર્ણવાળે, વૃષભના વાહનપર બેસનારે, ચાર દક્ષિણે ભુજામાં બીરૂ, શક્તિ, મુદૂગર અને અભય તથા ચાર વામ ભુજામાં નકુલ, ફરશી, વાજા અને અક્ષમાલાને ધારણ કરનારે ભૂકુટિ નામે યક્ષ થયે. તેમ જ શ્વેત અંગવાળી, હંસના વાહનપર બેસનારી, બે દક્ષિણ ભુજામાં વરદ અને ખડગ તથા બે વામ ભુજામાં બીજોરું ને કુંતને ધારણ કરનારી ગાંધારી નામે શાસનદેવી થઈ. આ બન્ને દેવતા નમિનાથ પ્રભુના શાસનદેવતા થયા. એ બને યક્ષ ને યક્ષણી નિરંતર જેમની સમીપે રહેતા હતા એવા પ્રભુએ નવ માસે ઉણ અઢી હજાર વર્ષ સુધી પૃથ્વી પર વિહાર કર્યો. તેટલા વિહારમાં પ્રભુને વીશ હજાર સાધુઓ, એકતાલીશ હજાર સાધ્વીઓ, સાડાચારસો ચૌદ પૂર્વધારી, એક હજાર ને છ અવધિજ્ઞાની, બારસ ને આઠ મન:પર્યવજ્ઞાની, સોળસે કેવળજ્ઞાની, પાંચહજાર વૈકિપલબ્ધિવાળા, એકહજાર વાદલબ્ધિવાળા, એક લાખ ને સીત્તેર હજાર શ્રાવકે અને ત્રણ લાખ ને અડતાળીસ હજાર શ્રાવિકા–એટલે પરિવાર થયે.
પિતાને મેક્ષકાળ નજીક જાણી પ્રભુ સમેતગિરિએ પધાર્યા. ત્યાં એકહજાર મુનિઓની સાથે પ્રભુએ અનશન ગ્રહણ કર્યું. એક માસને અંતે વૈશાખ માસની કૃષ્ણ દશમીએ અશ્વિની નક્ષત્રમાં શ્રી નમિનાથ પ્રભુ તે મુનિઓની સાથે અવ્યયપદ (મોક્ષ)ને પ્રાપ્ત થયા. કુમારપણમાં અઢી હજાર વર્ષ, રાજ્યમાં પાંચહજાર વર્ષ અને વ્રતમાં અઢી હજાર વર્ષ–એમ સર્વ મળી દશહજાર વર્ષનું આયુષ્ય શ્રી નમિનાથ પ્રભુનું પૂર્ણ થયું. મુનિસુવ્રત પ્રભુના નિર્વાણ પછી છ લાખ વર્ષ નિર્ગમન થયાં ત્યારે શ્રી નમિનાથનું નિર્વાણ થયું. પ્રભુના નિર્વાણના ખબર અવધિજ્ઞાનવડે જાણે સર્વ ઇકોએ દેવતાઓ સહિત ત્યાં આવી પરિવાર સહિત શ્રી નમિનાથ ભગવાનને શરીરસંસ્કારપૂર્વક નિર્વાત્સવ કર્યો.
డయడయదయడు
इत्याचार्यश्रीहेमचंद्रविरचिते त्रिषष्ठिशलाकापुरुषचरिते महाकाव्ये सप्तमे पर्वणि
नमिनाथचरितवर्णनानाम एकादश सर्ग:॥ ११ ॥
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org