________________
કંઇ સગે ૧૨ મા.web£ શ્રી હરિષેણુ ચક્રવર્તીનું ચરિત્ર,
શ્રી નમિનાથ પ્રભુ વિહાર કરતા હતા, તે સમયમાં હરિષણુ નામે ચક્રવત્તી થયા હતા, તેનું ચરિત્ર હવે કહેવામાં આવશે.
આ ભરતક્ષેત્રમાં શ્રી અનંતનાથ પ્રભુના તીર્થાંમાં નરપુર નામના નગરમાં નરમાં અભિરામ એવેા નરાભિરામ નામે રાજા થયેા હતેા. તે રાજા અનુક્રમે સ'સારથી ઉદ્વેગ પામી દીક્ષા લઈ મૃત્યુ પામીને સનકુમાર દેવલેાકમાં પરમદ્ધિક દેવતા થયે..
શ્રી પાંચાલ દેશના આભૂષણ જેવું, સમૃદ્ધિથી સ્વગ જેવુ' અને શત્રુઓથી પણ અકપ્ચ એવુ' કાંપિલ્મ નામે એક ઉત્તમ નગર છે. તે નગરમાં સિંહના જેવે પરાક્રમી અને ઈક્ષ્વાકુ વંશમાં તિલકરૂપ મહાહરિ નામે પૃથ્વીમાં વિખ્યાત રાજા થયા. તે રાજાને જેનુ મુખકમળ સદા પ્રફુલ્લિત રહેતું હતું એવી, શીળરૂપી અલ’કારને ધારણ કરનારી અને રૂપથી પૃથ્વીને અલકૃત કરનારી મહિષી નામે પટ્ટરાણી હતી. નરાભિરામ રાજાના જીવ સ્વમાંથી ચ્યવીને તેના ઉદરમાં અવતર્યાં. તે રાત્રિએ રાણીને ચૌદ મહા સ્વપ્ન આવવાથી તે પુત્ર ચક્રવત્તીની સમૃદ્ધિવાળા થશે એમ પ્રસિદ્ધિ થઇ. સમય આવતાં તેણે હરિષણ નામના સુવર્ણ સમાન કાંતિવાળા પુત્રને જન્મ આપ્યું. તેની પંદર ધનુષ ઊંચી કાયા થઈ અને પિતાએ યુવરાજ્યપદ ઉપર તેના અભિષેક કર્યાં.
પિતાનું રાજ્ય પાળતા સતા એ મહા પરાક્રમી હરિષણને અન્યદા અસ્રશાળામાં ચક્રરત્ન પ્રગટ થયું. પછી અનુક્રમે પુરાહિત, વન્દ્વક, ગૃહપતિ અને સેનાની વિગેરે તેર રત્ના પશુ પ્રગટ થયાં; એટલે પ્રથમ પૂર્વ દિશા તરફ ચક્રની પાછળ ચાલતાં માગધ તીર્થે ગયા. ત્યાં. દિગ્વિજયની આદ્યમાં માગધકુમાર દેવને સાષ્યેા. ત્યાંથી દક્ષિણ દિશા તરફ જઈ દક્ષિણ સમુદ્રમાં રહેલા વરદામપતિને તે મહાભુજે ક્ષણવારમાં વશ કર્યાં. પછી પૃથ્વીપર રહેલા ઇંદ્ર હાય તેમ અખંડ પરાક્રમી એવા હરિષેણે પશ્ચિમ દિશામાં જઇ પ્રભાસદેવને સાચ્ચે. ત્યાંથી દિગ્ગજ જેવા પરાક્રમી તે દશમા ચક્રીએ મહાનદી સિંધુ સમિપે જઈ સિધ્દેવીને વશ કરી. પછી દિશાઓને સાધવામાં પડિત એવા તેણે ત્યાંથી ચૈતાઢય સમિપે આવી વૈતાઢયાદ્રિકુમાર દેવને વિધિપૂર્ણાંક સાધ્ય કર્યાં, અને ત્યાંજ એ કૃતા વીર્ તમિસ્રા ગુફાના અધિષ્ઠાયિક દેવને પણ સાચ્ચેા. પછી સેનાપતિની પાસે સિંધુનદીનું પશ્ચિમ નિકૂટ તાવી લીધું. પછી જેના
C - 24
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org