Book Title: Trishasti Shalaka Purusa Caritra Part 3
Author(s): Hemchandracharya, Kunvarji Anandji Shah
Publisher: Jain Prakashak Mandal Ahmedabad
View full book text
________________
સગ ૧૧ મ ]. પ્રભુએ આપેલ ધર્મદેશના
[૧૮૩ (વ્યાપાર ઉદ્યોગ) કરવું. પછી મધ્યાન્હ કાળે ફરી જિનપૂજા કરીને ભજન કરવું. ત્યારબાદ શાસ્ત્રવેત્તાઓની સાથે શાસ્ત્રોનું રહસ્ય વિચારવું. પછી સંધ્યા વખતે ફરીવાર દેવાર્ચન કરી, આવશ્યક કર્મ (પ્રતિક્રમણ) આચરવું, અને પછી ઉત્તમ પ્રકારે સ્વાધ્યાય ધ્યાન કરવું. રાત્રે
ગ્ય સમયે દેવગુરૂના સ્મરણથી પવિત્ર થઈ અ૫ નિદ્રા કરવી, અને પ્રાયઃ અબ્રહ્મપણને વજવું. વચમાં જે નિદ્રાનો છેદ થાય (નિદ્રા ઊડી જાય) તે સ્ત્રીના અંગ વિષે ચિંતવન કરવું, અને માહાત્મા મુનિઓએ જેનાથી નિવૃત્તિ કરી છે તેને વિચાર કર. સ્ત્રીનું શરીર, ગ્રંથીઓ, વિષ્ટા, મૂત્ર, મલ, શ્લેષ્મ, મજજા અને અસ્થિથી ભરપૂર છે, તેમ જ સ્નાયુથી સીવેલી ચર્મની કથળીરૂપ છે. જે સ્ત્રીના શરીરનું અંદરના અને બહારના ભાગનું વિપર્યયપણું કરવામાં આવે અર્થાત્ અંદરના ભાગને બહાર લાવવામાં આવે તે દરેક કામી પુરૂષને ગીધ અને શિયાળથકી તેના શરીરનું રક્ષણ કરવું પડે, જે કામદેવ શ્રીરૂપ શસ્ત્રથી આ જગતને જીતવાને ઇચ્છતા હોય તે તે મૂઢ બુદ્ધિવાળો હલકા પીંછાનું શસ્ત્ર શા માટે લેતે નથી? અહે! સંકલ્પમાંથી ઉત્પન્ન થનારા કામદેવે આ વિશ્વને બહુ વિડંબિત કર્યું છે, પણ તે દુઃખનું મૂળ સંકલ્પ જ છે એવું ચિંતવન કરવું. જે જે બાધકકારી દેષ હોય તેને પ્રતિકાર ચિંતવ, અને તેવા દેષથી મુક્ત એવા મુનિએને વિષે હર્ષ પામવે, સવ જીવને વિષે રહેલી મહા દુઃખકારક ભવસ્થિતિ વિષે વિચાર કરી સ્વભાવથી જ સુખદાયક એવા મોક્ષમાર્ગને શોધ કરો. જેમાં જિનેશ્વર દેવ, દયા, ધર્મ અને મુનિઓ ગુરૂ છે એવા શ્રાવકપણાની કયે અમૂઢ [ પંડિત] જન શ્લાઘા ન કરે? વળી ઉત્તમ પ્રાણીએ તે તે સમયે આવા મનોરથ કરવા કે “હું જિન ધર્મ રહિત ચકવરી થવાને પણ ઈચ્છત નથી, પરંતુ જૈનધર્મવાસિત કિંકર કે દરિદ્રી થવાને ઇચ્છું છું. વળી સર્વ સંગ છેડી દઈ, જીર્ણ વસ્ત્ર પહેરી, મલીન શરીર રાખી અને માધુકરી વૃત્તિ અંગીકાર કરી હું મુનિચર્યાને ક્યારે આચરીશ? દુશીલ જનેને સંસર્ગ છેડી, ગુરૂના ચરણરજને સ્પર્શ કરી, યેગને અભ્યાસ કરતા સતે હું આ સંસાર છેદવાને ક્યારે સમર્થ થઈશ ? અર્ધ રાત્રે નગરની બહાર કાત્સર્ગ કરીને સ્તંભવત થયેલા મારા શરીર સાથે વૃષભે ક્યારે પિતાના કંધને ઘસ્યા કરશે? વનમાં પદ્માસન કરી અને મૃગના બચ્ચાને ઉત્સંગમાં રાખીને રહેલા એવા
મારા મુખને વૃદ્ધ મૃગે કયારે આવીને સુંઘશે? શત્રુ અને મિત્રમાં, તૃણ અને સ્ત્રીમાં, સુવર્ણ અને પાષાણુમાં, મણિ અને મૃત્તિકામાં તેમ જ મોક્ષ અને સંસારમાં મારી બુદ્ધિ સમાન ક્યારે થશે?” આ પ્રમાણે મુક્તિગૃહની નિસરણીરૂપ ગુણણી ઉપર ચડવાને માટે પરમ આનંદરૂપ લતાના મૂળભૂત મને હંમેશાં કર્યા કરવાં. આવી રીતે અહેરાત્રિની ચર્ચા પ્રમાદરહિતપણે આચરતે અને યથાર્થ રીતે કહેલા “વ્રતને વિષે સ્થિત રહેતે શ્રાવક ગૃહસ્થપણામાં પણ વિશુદ્ધ થાય છે.”
આ પ્રમાણે પ્રભુએ દેશના આપી, તે સાંભળીને ઘણા મનુષ્યોએ દીક્ષા લીધી. તેમાં
For Private & Personal Use Only
Jain Education International
www.jainelibrary.org