________________
સગ ૯ ] સીતાના સતીત્વની પરીક્ષા કરવાની તૈયારી
[૧૬૩ કરીને આવી દશામાં લાવેલા છે. આ પ્રમાણે કહી રામલક્ષમણે પુષ્પક વિમાનમાં બેસી અર્ધાસને બેસાડેલા પુત્રો સહિત નગરીમાં પ્રવેશ કર્યો. માર્ગમાં લેકે વિસ્મયથી ઊંચી પાની કરીને ઊંચી ગ્રીવાવડે જેના પુત્રોને જેતા અને સ્તુતિ કરતા હતા એવા રામ પોતાના મંદિર પાસે આવ્યા. ત્યાં રામલક્ષમણ પુત્રોની સાથે વિમાનમાંથી ઉતર્યા. પછી અધ્યામાં પુત્રાગમનને માટે ઉત્સવ હર્ષથી કરાવ્યું.
એક વખતે લક્ષમણ, સુગ્રીવ, વિભીષણ, હનુમાન અને અંગદ વિગેરેએ એકઠા મળીને રામને વિજ્ઞપ્તિ કરી કે–“દેવી સીતા તમારા વિરહથી પરદેશમાં રહેલા છે, તે હમણાં આ કુમાર વગર અતિ કટે રહેતા હશે, માટે તે સ્વામિન્ ! જે તમે આજ્ઞા આપે તે અમે તેમને અહીં તેડી લાવીએ, નહિ તે એ પતિપુત્રરહિત સીતા સતી જરૂર મૃત્યુ પામી જશે.” રામે જરા વિચાર કરીને કહ્યું કે-“હવે સીતાને એમને એમ શી રીતે લવાય? લોકાપવાદ પેટે હોય તે પણ તે બળવાન અંતરાય કરનારે છે. હું જાણું છું કે સીતા સતી છે, તે પણ પિતાના આત્માને નિર્મળ જાણે છે, તે કાંઈ પણ દિવ્ય કરવામાં ભય જેવું નથી. માટે તે દેવી સર્વ લોકોની સમક્ષ પ્રત્યક્ષ દિવ્ય કરે, અને એ શુદ્ધ સતીની સાથે મારે ફરીવાર ગૃહવાસ થાઓ.” “gવના” એમ કહીને તેઓએ નગરીની બહાર વિશાળ મંડપ અને તેની અંદર માંચાઓની શ્રેણીઓ કરી. તેમાં રાજાઓ, નગરજને, અમાત્ય અને સુગ્રીવ વિભીષણ પ્રમુખ ખેચર આવીને બેઠા. પછી રામની આજ્ઞાથી સુગ્રીવ ત્યાંથી ઊઠીને પુંડરીકપુરે આવ્ય, અને સીતાને નમસ્કાર કરીને કહ્યું કે-“હે દેવી! રામે તમારે માટે આ પુષ્પક વિમાન મેકલાવ્યું છે, માટે તેમાં બેસીને તેમની પાસે પધારે.” સીતા બેલ્યાં-અદ્યાપિ મને અરણ્યમાં ત્યાગ કરવાનું દુઃખ શાંત થયું નથી, તે ફરીવાર બીજા દુઃખને આપનાર એ રામની પાસે હું શી રીતે આવું?' સુગ્રીવે ફરીવાર નમીને કહ્યું-“હે સતી! તમે કેપ કરે નહિ. રામ તમારી શુદ્ધિને માટે કરેલા મંડપમાં સર્વ નગરજનની સાથે મંચ ઉપર આવીને બેઠેલા છે.” સુગ્રીવે આ પ્રમાણે કહ્યું, એટલે પ્રથમથી જ શુદ્ધ થવાને ઈચ્છતા સીતા તત્કાળ તે વિમાનમાં બેસી અધ્યા સમીપે આવ્યાં અને નગરની બહાર મહેંદ્રોદય ઉદ્યાનમાં ઉતર્યા. ત્યાં લમણે અને બીજા રાજાઓએ અર્થ આપીને તેમને નમસ્કાર કર્યો. પછી લક્ષમણ તેમની આગળ બેસી સર્વ રાજાઓ સહિત બેલ્યાં-“હે દેવી! તમારી નગરીમાં અને તમારા ગૃહમાં પ્રવેશ કરીને તેને પવિત્ર કરો.” સીતા બેલ્યા- “હે વત્સ! શુદ્ધિ પ્રાપ્ત કર્યા પછી હું નગરીમાં અને ગૃહમાં પ્રવેશ કરીશ; કારણ કે તે સિવાય કદિ પણ અપવાદ શાંત થશે નહિ.” આવી સીતાની પ્રતિજ્ઞા રાજાઓએ રામને જણાવી; એટલે રામે ત્યાં આવી સીતાને ન્યાયનિષ્ફર વચને કહ્યાં-“તમે રાવણને ઘેર રહ્યા છતાં જે તેની સાથે તમારે ભેગા થયો ન હોય તે આ સર્વ લેકની સમક્ષ શુદ્ધિને માટે દિવ્ય કરો.” સીતાએ હસતાં હસતાં રામને કહ્યું“તમારા જે બીજે કઈ પણ ડાહ્યો પુરૂષ નહિ હોય કે જે દેષ જાણ્યા વગર મહાવનમાં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org