Book Title: Trishasti Shalaka Purusa Caritra Part 3
Author(s): Hemchandracharya, Kunvarji Anandji Shah
Publisher: Jain Prakashak Mandal Ahmedabad
View full book text
________________
૧૬૮ ]
રામ તથા સુગ્રીવ વિગેરેના પૂર્વભવ
[ પ ૭મું
લાગ્યું'. પછી તે શ્રાવક થઈ મૃત્યુ પામીને સૌધમ દેવલેાકમાં દેવતા થયા. ત્યાંથી ચ્યવીને તે મહાપુર નગરમાં ધારિણી અને મેરૂ શેઠના પદ્મચિ નામે પરમ શ્રાવક પુત્ર થશે. એક વખતે પદ્મરૂચિ અશ્વારૂઢ થઈ દૈવયેાગે ગેાકુલમાં જતા હતા ત્યાં માર્ગોમાં એક વૃદ્ધ વૃષભને પડીને મરણ પામતા તેણે જોયા, એટલે તે કૃપાળુ શેઠે અશ્વ ઉપરથી ઉતરી તેની નજીક આવીને તેના કાનમાં ૫'ચપરમેષ્ઠી નમસ્કાર મંત્ર સંભળાવ્યે. તેના પ્રભાથી મૃત્યુ પામીને તે તેજ નગરમાં છનચ્છાય રાજાની શ્રીદત્તા રાણીના ઉદરથી વૃષભધ્વજ નામે પુત્ર થયા. તે કુમાર સ્વેચ્છાએ ફરતા ફરતા એક વખતે વૃદ્ધ વૃષભની મૃત્યુભૂમિ પાસે આળ્યે, ત્યાં પૂર્વ જન્મના સ્થાનના દર્શનથી તેને તિસ્મરણ જ્ઞાન ઉત્પન્ન થયું. તેથી ત્યાં તેણે એક ચૈત્ય કરાવ્યું, અને ચૈત્યની એક તરફની ભીંત ઉપર તેણે મરણસ્થિતિપર આવેલા વૃદ્ધ વૃષભતુ ચિત્ર આલેખ્યું. તેમ જ તેની પાસે તેના કાનમાં નમસ્કાર મંત્ર આપતા તે પુરૂષને અને તેની પાસે પલાણુ સહિત તેના અશ્વને આલેખ્યા. પછી ચૈત્યના રક્ષકાને આજ્ઞા કરી કે ‘જે કાઈ આ ચિત્રને પરમા રૂપે જાણી લે તે પુરૂષના મને તત્કાળ ખખર આપવા, આ પ્રમાણે કહી કુમાર વૃષભદેવજ પેાતાના મંદિરે ગયા.
"
એક વખતે પેલા પદ્મરૂચિ શેઠ તે ચૈત્યમાં વંદન કરવાને માટે આવ્યેા. ત્યાં અર્હુતને વંદના કરીને તેણે તે ભીંતપર કરેલાં ચિત્ર જોયાં, તેથી વિસ્મય પામીને મેલ્યે કે– આ ચિત્રનુ' વૃત્તાંત તે બધુ મને જ લાગુ પડે છે. ' રક્ષકાએ જઈને તત્કાળ રાજકુમાર વૃષભધ્વજને તે ખખર આપ્યા, એટલે તરતજ તે ત્યાં આળ્યે, અને તેણે પદ્મરૂચિને પૂછ્યુ કે-શું તમે આ ચિત્રને વૃત્તાંત જાણેા છે ? ' તેણે કહ્યું- આ મરણુ પામતાં વૃષભને નમસ્કાર મંત્ર આપતા એવા મને કેાઈ જાણીતા પુરૂષે અહી' આલેખ્યા છે.' તે સાંભળી વૃષભધ્વજ તેને નમસ્કાર કરીને મેક્લ્યા− હે ભદ્ર! જે આ વૃદ્ધ વૃષભ હતા તે નમસ્કાર મંત્રના પ્રભાવથી આ હું રાજપુત્ર થયેલા છું. જો તમે કૃપાળુએ તે સમયે મને નમસ્કાર મંત્ર ન આપ્યા હાત તે હું તિયાઁચ ચેાનિમાં અથવા કોઈ અધમ ચેાનિમાં ગયા હોત. તમે સથા મારા ગુરૂ, સ્વામી અને દેવ છે, માટે તમે!એ આપેલુ આ વિશાળ રાજ્ય તમેજ ભેગવે.” એ પ્રમાણે કહીને વૃષભધ્વજ શ્રાવકતને પાળતા સતા પદ્મચિની સાથે અભેદપણે રહેવા લાગ્યા. પછી ચિરકાળ પર્યંત સમ્યક્ પ્રકારે શ્રાવકપણું પાળી મૃત્યુ પામીને તે અને ઈશાનકલ્પમાં પરમદ્ધિક દેવતા થયા. પદ્મરૂચિ ત્યાંથી ચ્યવીને મેગિરિની પશ્ચિમ બાજુએ વૈતાઢય ગિરિ ઉપર ન ંદાવર્ત્ત નામના નગરમાં નંદીશ્વર નામે રાજા અને કનકાલા નામે રાણીના નયનાનંદ નામે પુત્ર થયેા. ત્યાં રાજ્ય ભોગવી દીક્ષા લઈને માહેદ્ર નામના ચોથા દેવલેાકમાં દેવતા થયા. ત્યાંથી ચ્યવી પૂવિદેહમાં ક્ષેમાપુરીના રાજા વિપુલવાહનની પદ્માવતી રાણીથી શ્રીચંદ્રકુમાર થયા. તે રાજ્ય ભગવી સમાધિગુપ્ત મુનિ પાસે દીક્ષા લઈ કાળ કરીને પ્રા નામના પાંચમા દેવલેાકમાં ઇંદ્ર થયા. ત્યાંથી ચ્યવીને તેના જીવ આ મહામલવાન ખલભદ્ર રામચંદ્ર થયેલ છે, અને વૃષભધ્વજને જીવ અનુક્રમે આ સુગ્રીવ થયેલ છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org