Book Title: Trishasti Shalaka Purusa Caritra Part 3
Author(s): Hemchandracharya, Kunvarji Anandji Shah
Publisher: Jain Prakashak Mandal Ahmedabad
View full book text
________________
૧૭૦ ]
સીતા તથા રાવણુ આદિના પૂર્વભવ
[૫૭ સુ
થયું. હું વિભીષણુ ! ત્યાંથી ચવીને તે તમારા મેટે ભાઈ રાવણુ થયે. તે વખતે કનકપ્રભુની સમૃદ્ધિ જોઈને નિયાણુ' બાંધવાથી તે સ` ખેચરાના અધિપતિ થયા. ધનવ્રુત્ત અને વસુદત્તને મિત્ર જે યાજ્ઞવલ્કય બ્રાહ્મણ હતા તે કેટલાક ભવમાં ભમીને તું વિભીષણ થયા. રાજાએ મારી નાખેલા પેલા શ્રીભૂતિ સ્વર્કીંમાં ગયા. ત્યાંથી ચ્યવી સુપ્રતિષ્ઠપુરમાં પુનવસુ નામે વિદ્યાધર થા. એક વખતે કામાતુર થયેલા તેણે પુંડરીક વિજયમાંથી ત્રિભુવનાનંદ નામે ચક્રવત્તીની અનંગસુંદરી નામની કન્યાનું હરણ કર્યું. ચક્રવર્તી એ તેની પછવાડે વિદ્યાધરા મેાકલ્યા. તેમની સાથે યુદ્ધ કરવામાં આકુળવ્યાકુળ થયેલા તે પુન`સુના વિમાનમાંથી અનંગસુ દરી એક લતાગૃહ ઉપર પડી ગઈ. તેની પ્રાપ્તિને માટે નિયાણું ખાંધી પુનઃવ સુએ દીક્ષા લીધી અને ત્યાંથી મૃત્યુ પામી દેવલેાકમાં જઈ ત્યાંથી ચ્યવીને તેને જીવ આ લક્ષ્મણુ થયે..
પેલી અનંગસુંદરી વનમાં રહી સતી ઉગ્ર તપ કરવા લાગી. અંતે તેણે અનશન કર્યું. તે સ્થિતિમાં તેને કેાઇ અજગર ગળી ગયા, સમાધિથી મૃત્યુ પામીને તે દેવલેાકમાં દેવી થઈ. ત્યાંથી ચ્યવીને આ લક્ષ્મણની વિશલ્યા નામે પત્ની થઇ છે. જે પેલેા ગુણધર નામે ગુણવતીને ભાઈ હતા તે ભ્રમણ કરી કુંડેલમંડિત નામે રાજપુત્ર થયા. તે ભવમાં ચિરકાળ શ્રાવકપણું પાળી મૃત્યુ પામીને તે આ સીતાના સહેાદર ભામ`ડલ થયેા છે.
કાક'દી નામની નગરીમાં વામદેવ નામે બ્રાહ્મણ ને શ્યામલા નામની સ્રથી વસુનંદ અને સુનંદ નામે બે પુત્રો થયા. એક વખતે તે બન્ને ઘેર હતા, તેવામાં એક માસે।પવાસી મુનિ પધાર્યા. તેમને તેમણે ભક્તિથી પ્રતિલાલ્યા. તે દાનધમના પ્રભાવથી બન્ને મૃત્યુ પામીને ઉત્તરકુરૂમાં જુગલી થયા. ત્યાંથી મૃત્યુ પામીને સૌધર્માં દેવલેાકમાં દેવતા થયા. ત્યાંથી ચ્યવીને પાછા કાદીપુરીમાં જ વામદેવ રાજાની સુદૃશના નામની સ્રીથી પ્રિય'કર અને શુલકર નામે બે પુત્રો થયા. ત્યાં ચિરકાળ રાજ્ય પાળી દીક્ષા લઇ મૃત્યુ પામીને ત્રૈવેયકમાં દેવતા થયા. ત્યાંથી ચ્યવીને તે આ લવણુ અને અંકુશ થયેલા છે. તેએના પૂ`ભવની માતા સુદના ચિરકાળ ભવભ્રમણ કરીને આ સિદ્ધાર્થ થયેલ છે, જેણે આ રામના ખને પુત્રોનુ’ અધ્યાપકપણું કર્યુ.. છે.”
આ પ્રમાણે જયભૂષણ મુનિ પાસેથી સના પૂર્વભવ સાંભળીને ઘણા લેાકેા સંવેગ પામ્યા. રામના સેનાપતિ કૃતાંતે તત્કાળ દીક્ષા લીધી. રામલક્ષ્મણુ જયભૂષણુ મુનિને વંદના કરી, ત્યાંથી ઊઠીને સીતાની પાસે આવ્યા. સીતાને જોઈ રામને ચિંતા થઈ કે–‘ આ સીતા શીરીષના પુષ્પ જેવી કોમળ રાજપુત્રી છે, તે શીત અને આતપના કલેશને કેમ સહન કરી શકશે ? વળી આ કોમળ સ્ત્રી સવ ભારથી અધિક અંને હૃદયથી પણ દુ'હું એવા સંયમભારને કેવી રીતે વહન કરશે? અથવા જેના સતીવ્રતને રાવણુ પણ ભગ્ન કરી શકયે નહિ એવી આ સતી સયમમાં પણ પેાતાની પ્રતિજ્ઞાનેા નિર્વાહ કરનારી થશે.' આવા વિચાર કરી રામે સીતાને વંદના કરી,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org