________________
સગ ૧૦ મા] શબુક સહિત રાવણુ અને લક્ષ્મણને નરકાવાસ
[ ૧૭૭
આ રામમુનિને અનુકૂળ ઉપસગવડે એવા ઉપદ્રવિત કરૂ' કે જેથી તે મરણ પામીને મારા મિત્રરૂપ દેવ થાય.' આવું ચિંતવન કરીને સીતેદ્ર રામની પાસે આવ્યા, અને ત્યાં વસંતઋતુથી વિભૂષિત એવું એક માઢું ઉદ્યાન વિકુલ્યું'. તેમાં કાકીલાએ કૂજિત કરવા લાગી, મલયાનિલ વાવા લાગ્યું, પુષ્પાની સુગધથી હુ પામતા ભમરા ગુંજારવ કરતાં ભમવા લાગ્યા અને આમ્ર, ચંપક, કઇંકીદ્ઘિ, ગુલામ અને એરસલીનાં વૃક્ષેાએ સઘ કામદેવના નવીન અરૂપ પુષ્પાને ધારણ કર્યાં. પછી સીતેદ્રે સીતાનું રૂપ વિષુવી ખીજી સ્ત્રીઓને સાથે લઈ રામની પાસે આવીને કહ્યું–“ હું પ્રય! હું તમારી પ્રિયા સીતા છું અને તમારી પાસે આવી છું. હે નાથ ! તે વખતે પેાતાને પીડિત માનનારી મે* તમારા જેવા રાગી પતિને છેાડી દઈ દીક્ષા લીધી પણ પછવાડે મને ઘણેા પશ્ચાત્તાપ થયા છે. આ વિદ્યાધરાની કુમારીએએ આજે મારી પ્રાથના કરી કે ‘તમારા પતિ રામને પ્રાર્થના કરી અમારા પતિ કરા, તમે દીક્ષા છે।ડી દો, અને પાછા રામના પટ્ટરાણી થાએ, તમારી આજ્ઞાથી અમે પણ રામની પત્નીએ થઈશું.' તેથી હે રામ! આ વિદ્યાધરાની કન્યાઓને પરણા. હું પૂર્વાંની જેમ તમારી સાથે રમીશ. મેં કરેલા તે અપમાનને ક્ષમા કરો.’' આ પ્રમાણે સીતેદ્રે કહ્યા પછી તે વિષુવે'લા ખેચરકુમારીએ એ કામદેવને સજીવન કરવામાં ઔષધરૂપ વિવિધ પ્રકારનું સંગીત કરવા માંડયુ. સીતેદ્રનાં તેવાં વચનાથી વિદ્યાધરીએના સગીતથી અને વિષુવેલા વસતઋતુથી રામભદ્ર મહામુનિ જરાપણુ ક્ષેાભ પામ્યા નહિ; જેથી માઘમાસની શુકલ દ્વાદશીએ રાત્રિના છેલ્લા પહોરે રામમુનિને કેવલજ્ઞાન ઉત્પન્ન થયું. સીતેદ્રે અને ખીજા દેવતાઓએ વિધિપૂર્વક ભક્તિથી કેવળજ્ઞાનના મહિમા કર્યાં. પછી સુવર્ણ કમળપર બેસી દિવ્ય ચામર અને દિવ્ય છત્રથી શૈાભિત રાષિએ ધર્માંદેશના આપી. દેશનાને અંતે સીતેદ્રે પેાતાને અપરાધ ખમાવી પ્રણામ કરીને લક્ષ્મણની અને રાવણુની ગતિ પૂછી, એટલે રામષિ ખેલ્યા “ હમણા શબુક સહિત રાવણુ અને લક્ષ્મણ ચેાથી નરકમાં છે; કેમકે પ્રાણીઓની ગતિ ને આધીન છે, નરકના આયુષ્યને અનુભવીને તે રાવણુ અને લક્ષ્મણ પૂર્વ વિદેહના આભૂષણરૂપ વિજયાવતી નગરીને વિષે સુનંદ અને રાહિણીના પુત્ર જિનદાસ અને સુદૃન નામે થશે. ત્યાં નિરંતર જિનધ"ને પાળશે. ત્યાંથી મૃત્યુ પામીને સૌધમ દેવલાકમાં દેવતા થશે. ત્યાંથી ચવીને પાછા વિજયાપુરીમાં જ શ્રાવક થશે. ત્યાંથી મૃત્યુ પામી હરિવ ક્ષેત્રમાં અને યુગલિક પુરૂષા થશે. ત્યાંથી મૃત્યુ પામીને દેવલેાકમાં જશે. ત્યાંથી ચ્યવી પાછા વિજયાપુરીમાં કુમારતિ રાજા અને લક્ષ્મીરાણીના જયકાંત અને જયપ્રલ નામે કુમારે। થશે. ત્યાં જિનેાક્ત સયમને પાળી મૃત્યુ પામીને અને લાંતક નામના છઠ્ઠા કલ્પમાં દેવતા થશે. તે સમયે તુ અચ્યુત દેવલેાકમાંથી ચ્યવી આ ભરતક્ષેત્રમાં સરત્નમતિ નામે ચક્રવતી થઈશ અને તે બન્ને લાંતક દેવલેાકમાંથી ચવીને ઇંદ્રાયુધ અને મેઘરથ નામે તારા પુત્રો થશે. પછી તુ દીક્ષા લઈને વૈજયંત નામના ખીજા અનુત્તર વિમાનમાં જઈશ. ઇંદ્રાયુધ જે રાવણના જીવ તે શુભ ત્રણ ભવ કરી તી કર
C - 23
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org