Book Title: Trishasti Shalaka Purusa Caritra Part 3
Author(s): Hemchandracharya, Kunvarji Anandji Shah
Publisher: Jain Prakashak Mandal Ahmedabad
View full book text
________________
સગ ૧૧ મે ]
શ્રી નમિનાથજી ચરિત્ર
[ ૧૭૯
ભગવાન રાષિ` કેવળજ્ઞાન ઉત્પન્ન થયા પછી પચીશ વર્ષ સુધી પૃથ્વીમાં વિચરી, ભવી જીવેને એધ કરી, પંદર હજાર વર્ષોંનું આયુષ્ય પૂર્ણ કરી, છેવટે કૃતાર્થ થઇ શૈલેશીપણાને અંગીકાર કરીને શાશ્વત સુખવાળા આનંદમય પદ (મેાક્ષ) ને પ્રાપ્ત થયા.
इत्याचार्य श्री हेम चंद्रविरचिते त्रिषष्ठिशलाकापुरुषचरिते महाकाव्ये सप्तमे पर्वणि रामनिर्वाणगमनेो नाम दशमः सर्गः
સસસસસસસ
समाप्तं चेदं रामायणम् LE 实现
ઃઃ સર્ગ ૧૧ મો. ૯
શ્રી નમિનાથજી ચરિત્ર
દેવતાઓએ જેમના ચરણને પૂજેલા છે, જે ક*રૂપી વૃક્ષેામાં ગજે દ્રરૂપ છે અને પૃથ્વીમાં કલ્પવૃક્ષરૂપ છે એવા શ્રી નમિજિને'દ્રને નમસ્કાર થાએ. હવે આ વિશ્વના આ લેાક અને પરલેાકના ઉપકારને માટે એ પ્રભુનું પવિત્ર ચરિત્ર કહેવામાં આવશે.
આ જંબૂદ્બીપના પશ્ચિમ વિદેહને વિષે ભરત નામના વિજયમાં સંપત્તિના ભડાર રૂપ કૌશાંબી નામે નગરી છે. તે નગરીમાં ઇંદ્રની જેવા અખંડ શાસનવાળે અને સ અને સિદ્ધ કરનાર સિદ્ધાર્થ નામે રાજા હતા. તેનામાં ગાંભીય, ધૈય, ઔદા, વીય' અને બુદ્ધિ વિગેરે સર્વ અદ્ભુત ગુણ્ણા પરસ્પર સ્પર્ધા કરતા હાય તેમ આવીને રહેલા હતા. અતિ ઉન્નતિવાળા તે રાજાની વિસ્તાર પામેલી સંપત્તિ મા વૃક્ષની છાયાની જેમ વિશ્વના ઉપકાર માટે હતી. કમળમાં રાજહસની જેમ તેના અત્યંત નિર્મળ મનમાં નિરતર એક ધર્મ જ નિવાસ કરી રહ્યો હતા.
Jain Education International
અન્યદા એ સિદ્ધાર્થ રાજાએ ભવથી વિરક્ત થઈ તૃણુની જેમ સર્વ લક્ષ્મીને છેાડી દઈ સુદર્શન મુનિની પાસે દીક્ષા લીધી. તે રાષિવીશ સ્થાનકેામાંહેનાં કેટલાંક સ્થાનકાના આરાધનવડે તીથ કરનામક ઉપાર્જન કરી સમ્યક્ પ્રકારે વ્રત પાળી, મૃત્યુ પામીને . અપરાજિત વિમાનમાં દેવપણે ઉત્પન્ન થયા.
For Private & Personal Use Only
www.jainelibrary.org