________________
૧૭૮]. પરમધામિકેને બળાત્કાર
[ પર્વ ૭ મું ગેત્રને ઉપાર્જન કરશે અને તીર્થકર થશે. તે વખતે તું વૈજયંત વિમાનથી ઓવીને તેના ગણધર થઈશ. પ્રાંતે તમે અને મોક્ષને પામશે. લક્ષમણને જીવ જે તારો પુત્ર મેઘરથ તે શુભ ગતિને પામશે. પછી પુષ્કરવર દ્વીપના પૂર્વ વિદેહના આભૂષણ રૂપ રત્નચિત્રા નગરીમાં તે ચક્રવત્તી થશે. ચક્રવર્તીની સંપત્તિ ભેગવી અને દીક્ષા લઈ અનુક્રમે તે તીર્થંકર થશે અને છેવટે નિર્વાણ પામશે.”
આ પ્રમાણે સાંભળી સતેદ્ર રામષિને નમીને પૂર્વના સ્નેહને લીધે જયાં લક્ષમણ દુખ ભગવતા હતા ત્યાં આવ્યા. ત્યાં શંબુકને અને રાવણને સિંહાદિક રૂપે વિકુવીને લક્ષમણની સાથે ક્રોધથી યુદ્ધ કરતા જોયા. તે વખતે “તમને પરસ્પર યુદ્ધ કરનારાઓને કાંઈ આમાં દુઃખ થશે નહીં' એમ બોલતા પરમાધામિકેએ ક્રોધથી તેમને અગ્નિકુંડમાં નાખ્યા. ત્યાં તે ત્રણે જણ બળવા લાગ્યા. તેની અંદર અંગ ગલિત થવાથી ઊંચે સ્વરે પિકાર કરતા તેઓને ખેંચી લઈ પાછા પરમાધામીઓએ બળાત્કારે તપાવેલા તેલની કુંભમાં નાખ્યા. ત્યાં પણ દેહ વિલીન થયા પછી તેમને ભઠ્ઠીમાં નાખ્યા. ત્યાં તડતડાટ શબે ફુટી જતા તેઓ અત્યંત દુઃખી થયા. આ પ્રમાણે તેમનું દુખ જોઈ સતેંદ્ર પરમધામિકેને કહ્યું-“અરે! દુષ્ટ! શું તમે જાણતા નથી કે આ ત્રણે ઉત્તમ પુરૂ છે. હે અસુરે! તમે દૂર ખસી જાઓ અને એ મહાત્માઓને છોડી દો.” આ પ્રમાણે અસુરેને વારી તેણે શંબૂક અને રાવણને કહ્યું“તમે પૂર્વે એવું દુષ્કૃત્ય કર્યું છે કે જેથી આવા નરકમાં આવ્યા છે. આ પ્રમાણે તેનું પરિણામ જોયા છતાં પણ હજુ સુધી તમે પૂર્વ વૈરને કેમ છેડતા નથી?' આવી રીતે તેમને યુદ્ધ કરતા નિષેધીને સીદ્દે કેવળજ્ઞાની રામે જે તેમને આગામી ભવસંબંધ કહ્યો હતો તે સર્વ લક્ષમણને અને રાવણને બંધ થવા માટે કહી સંભળાવ્યું. એટલે તેઓ બેલ્યા-“હે કૃપાનિધિ ! તમે બહુ સારું કર્યું, તમારા શુભ ઉપદેશથી અમે અમારાં અત્યારસુધીનાં દુખને ભૂલી ગયા છીએ, પણ પૂર્વજન્મોપાર્જિત ક્રૂર કર્મોએ અમને આ લાંબા કાળો નરકાવાસ આપેલે છે, તેનું વિષમ દુખ હવે કોણ મટાડશે?” આવાં તેમનાં વચન સાંભળી સીતેંદ્ર કરુણ લાવીને બેલ્યા કે-“હું તમને ત્રણેને આ નરકમાંથી દેવલેકમાં લઈ જઈશ, એમ કહી તેણે પિતાના હાથવતી ત્રણેનો ઉદ્ધાર કર્યો (ઉપાડયા), પરંતુ તત્કાળ તેઓ પારાની જેમ કણ કણ થઈને તેના હાથમાંથી સરી ગયા અને તેઓનાં અંગ મળી ગયાં, એટલે ફરીવાર પાછા સીતે ઉપાડયા, તે વખતે પણ પૂર્વની જેમ વેરણછેરણ થઈ ગયા અને મળી ગયા. પછી તેઓએ સીદ્રને કહ્યું કે- “હે ભદ્ર છે તમારા ઉદ્ધાર કરવાથી ઉલટું અમને અધિક દુઃખ થાય છે, માટે હવે અમને છેડી શો અને તમે દેવલોકમાં જાઓ; પછી તેમને મૂકી દઈને સીતેદ્ર રામની પાસે આવ્યા, અને રામને નમીને શાશ્વત અહતની તીર્થયાત્રા કરવા માટે નંદીશ્વરાદિક તીર્થોએ ગયા. પાછા વળતાં માર્ગમાં દેવકુરૂ ક્ષેત્રમાં ભામંડલ રાજાના જીવને યુગળિકપણે દીઠ, પૂર્વના નેહથી તેને સારી રીતે પ્રતિબંધ કરીને સીતંદ્ર પિતાના ક૫માં ગયા.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org