________________
૧૭૬ ] શુકલ યાનાંતર દશાને પ્રાપ્ત થયેલ રામની પાસે સીતેન્દ્રનું આવવું [ પર્વ ૭ મું વખતે નગરજનો હર્ષ કેળાહળ એ થયો કે જેથી હાથીઓ ખીલા ઉખેડીને નાઠા અને ઘડાઓ ઊંચા કાન કરીને ભડકયા. રામ ઉઝિત * ધર્મવાળે આહાર લેવાના ખપી હોવાથી નગરજનોએ આપવા માંડેલો આહાર લીધા વગર રાજગૃહમાં ગયા. ત્યાં પ્રતિનંદી રાજાએ ઉજિગત ધર્મવાળા આહારવડે રામને પ્રતિલાલ્યા. રામે વિધિપૂર્વક આહાર કર્યો. દેવતાઓએ ત્યાં વસુધારાદિ પાંચ દિવ્ય કર્યા. પછી રામભદ્ર પાછા તેજ અરણ્યમાં ચાલ્યા ગયા. “હવે ફરીથી નગરમાં ક્ષોભ ન થાઓ અને કેઈને મારે સંઘટ્ટ ન થાઓ.” એવી બુદ્ધિથી શુદ્ધ વિચારવાળા રામે આ પ્રમાણે અભિગ્રહ ધારણ કર્યો કે “જે અરણ્યમાં જ ભિક્ષાને અવસરે ભિક્ષા મળે તે મારે પારણું કરવું, નહિ તે કરવું નહિ.” આ અભિગ્રહ ધારણ કરી શરીરમાં પણ અપેક્ષારહિત એવા રામ પરમ સમાધિને પ્રાપ્ત થઈ પ્રતિમા ધર થઈને રહ્યા.
એક વખતે વિપરીત શિક્ષા આપેલા વેગવાળા અડ્યે આકર્ષણ કરેલે પ્રતિની રાજા તે તરફ આવ્યું. ત્યાં આવેલા નંદનપુણ્ય નામના સરોવરમાં કાદવની અંદર તેને અશ્વ ખેંચી ગયે. તેની પછવાડે શોધતું તેનું સિન્ય પણ આવ્યું. પછી પંકમાંથી અશ્વને કાઢી પ્રતિનંદી રાજાએ ત્યાંજ છાવણી નાંખી, અને સ્નાન કરીને ત્યાં જ પરિવાર સાથે ભેજન કર્યું. તે સમયે ધ્યાન મારીને મુનિ પારણું કરવાની ઈચ્છાએ ત્યાં આવ્યા. પ્રતિનંદી રાજા તેમને જોઈને ઊભો થ, અને અવશેષ રહેલા ભાત પાણીથી તેણે રામને પ્રતિલાભિત કર્યા. એટલે રામષિએ પારણું કર્યું અને આકાશમાંથી પુષ્પવૃષ્ટિ થઈ. પછી રામમુનિએ દેશના આપી, તે સાંભળી પ્રતિબંધાદિક રાજાઓ સમકિત યુક્ત દ્વાદશ વ્રતધારી શ્રાવક થયા. ત્યારથી મહા તપસ્વી રામ વનવાસી દેવતાઓએ પૂજાતા સતા તે વનમાં ચિરકાળ રહ્યા. રામમુનિ ભવને પાર પામવાની ઇચ્છાએ એક માસે, બે માસે, ત્રણ માસે ચાર માસે, પારણું કરવા લાગ્યા. કોઈવાર પર્યકાસને રહેતા, કેઈવાર ભુજા પ્રલંબિત કરીને ઊભા રહેતા, કેઈવાર ઉત્કટિક આસને રહેતા, કેઈવાર ઊંચા બાહ કરીને રહેતા, કોઈ વાર અંગુઠા ઉપર રહેતા, કેઈવાર પગની એડી ઉપર રહેતા–એમ વિવિધ પ્રકારનાં આસનવડે ધ્યાન કરતા રામ દુસ્તપ તપ તપવા લાગ્યા.
એક વખતે રામમુનિ વિહાર કરતાં કરતાં કેટિશિલા નામની શિલા ઉપર આવ્યા. જે શિલા પૂર્વે લક્ષ્મણે વિદ્યાધરની સમક્ષ ઉપાડી હતી, તે શિલા પર રહીને રાત્રે પ્રતિમા ધારણ કરતા રામ ક્ષપકશ્રેણિને આશ્રય કરી શુકલધ્યાનાંતરદશાને પ્રાપ્ત થયા. તે વખતે અવધિજ્ઞાનથી રામની આ પ્રમાણેની સ્થિતિ જાણ ઇંદ્ર થયેલા સીતાએ ચિંતવ્યું કે-“જે આ રામ પુનઃ ભવી થાય તે હું પાછી તેની સાથે જોડાઉં; માટે ક્ષપકશ્રેણિમાં વર્તતા આ
* તજી દીધેલ, ભિક્ષાચને આપવા માટે કાઢેલો, સૌના જમી રહ્યા પછી વધેલે આહાર. ૧ શુકલધ્યાનના પ્રથમના બે પાયા આયા પછીની દશા, 6 સંસારી-ગૃહસ્થી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org