Book Title: Trishasti Shalaka Purusa Caritra Part 3
Author(s): Hemchandracharya, Kunvarji Anandji Shah
Publisher: Jain Prakashak Mandal Ahmedabad
View full book text
________________
૧૭૪] - લક્ષ્મણના મૃત્યુથી રામને થયેલ અતિ દુઃખ [ પર્વ ૭ મું આવ્યા. અને જેમાં સિંહ સુતેલ હોય તેવી ગિરિગુહાને જેમ છળબળવાળા શિકારીએ રૂપે તેમ જેમાં ઉન્મત્ત થયેલા રામ રહેલા છે એવી અધ્યાપુરીને તેમણે પુષ્કળ સેનાવડે આવીને રૂંધી દીધી, તે જોઈ રામે લક્ષમણને ખેળામાં લઈ પિતાના ધનુષ્યનું આયફાલન કર્યું કે જે વાવ ધનુષ્ય અકાળે પણ સંવર્નનું પ્રવર્તક થાય તેવું હતું. તે વખતે રામની સાથેના પૂર્વના દઢ નેહથી આસનને કંપ થતાં જટાયુ દેવ માહેંદ્ર દેવલેકમાંથી કેટલાએક દેવતાઓની સાથે ત્યાં આવ્યું. તેમને જોઈને “અદ્યાપિ દેવતાઓ રામના પક્ષમાં છે” એમ જાણે ઈંદ્રજિતના પુત્ર વિગેરે ખેચરે ત્યાંથી ભય પામીને સત્વર નાશી ગાયા. પછી જેના દેવતાઓ પણ મિત્ર છે અને જેની પાસે તેઓને કાકે વિભીષણ છે, તેવા રામથી ભય અને લજજા પામીને તેઓ પરમ સંવેગને પ્રાપ્ત થયા, અને વૈરાગ્યવડે ગૃહવાસથી પરામુખ થઈને તેઓએ અતિવેગ નામના મુનિની પાસે જઈ દીક્ષા ગ્રહણ કરી
જટાયુ દેવે રામ પાસે આવી તેમને બંધ કરવા માટે એક સુકા વૃક્ષને વારંવાર જળ સિંચવા માંડયું, પાષાણ ઉપર ખાતર નાંખીને કમળ વાવવા માંડયાં, મરેલા વૃષભને હળમાં જોડી તેના વડે જમીન ખેડીને અકાળે બીજ વાવવા માંડયાં, અને યંત્રમાં રેતી નાખીને તેમાંથી તેલ કાઢવા માટે તેને પીલવા માંડી. આ પ્રમાણે બધાં અસાધ્ય કાર્યો રામની આગળ સાધવા માંડ્યાં. તે જોઈને રામ બોલ્યા- “અરે મુગ્ધ! આ સુકા વૃક્ષ પર વૃથા જળસિંચન શું કામ કરે છે? તેને ફળ થવાં તે અતિ દુષ્કર છે; કેમકે કઈ ઠેકાણે કદિ પણ મુશળ ફળતું નથી. વળી અરે મૂર્ખ ! આ પાષાણ ઉપર કમળના ખંડને કેમ રેપે છે? વળી આ નિજળ પ્રદેશમાં મરેલા વૃષભવડે બીજને કેમ વાવે છે? તેમ જ રેતીમાંથી કદી પણ તેલ નીકળતું નથી, છતાં તેને કેમ પીલે છે? ઉપાયને નહિ જાણતા એવા તારા આ સર્વ પ્રયાસ વૃથા છે.” તે સાંભળી જટાયુ દેવ હસીને બોલ્યા–“હે ભદ્ર! જે તમે આટલું જાણે છે, તે આજ્ઞા ચિન્હરૂપ આ શબને સકંધ ઉપર કેમ વહન કરે છે?” તે સાંભળી લક્ષમણના શરીરને આલિંગન કરી રામ તેના પ્રત્યે બેલ્યા- “અરે! મારા બંધુને માટે આવું અમંગળ કેમ બેલે છે? તું મારી નજરથી દૂર થા.”
આ પ્રમાણે રામે જટાયુને કહ્યું, તે સમયે કૃતાંતવદન સારથી જે દેવલેકમાં ઉત્પન્ન થયે છે, પણ તે અવધિજ્ઞાનથી આ વાત જાણીને રામને બંધ કરવા માટે ત્યાં આવ્યો. તે દેવ પણ મનુષ્યનું રૂપ ધારણ કરી પિતાના સ્કંધ ઉપર એક સ્ત્રીનું શબ લઈ રામની પાસે થઈને નીકળ્યો. તે જોઈ રામ બોલ્યા- “અરે મુગ્ધ ! આ સ્ત્રીના શબને સ્કંધ ઉપર વહન કરવાથી તું ઉન્મત્ત થયેલે લાગે છે.” કૃતાંતદેવ બોલ્ય-“અરે ! તમે આવું અમંગળ કેમ બોલે છો? આ મારી પ્યારી સ્ત્રી તે જીવતી છે, અને વળી તમે પોતે આ શબને કેમ વહન કરો છે? અરે બુદ્ધિમાન ! જે મેં વહન કરેલી આ મારી સ્ત્રીને તમે મરેલી ધારો છે તે આ તમારા કંધપર રાખેલા મુતક પુરૂષને મરે કેમ નથી જાણતા?' આવા બીજા પણ કેટલાક
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org