________________
૧૭૨ ]
એ દેવતાઓનુ' અચેાધ્યામાં આવવુ' અને લક્ષ્મણનું મૃત્યુ [ ૫૭ મું પાસે ચારિત્ર લીધું. અનુક્રમે હનુમાન મુનિ ધ્યાનરૂપ અગ્નિથી સ કર્મોને મૂળમાંથી ખાળી નાખી શૈલેશી અવસ્થાને પ્રાપ્ત કરીને અવ્યયપદ (મેક્ષ )ને પામ્યા.
હનુમાને દીક્ષા લીધી એ ખખર જાણી રામ વિચારવા લાગ્યા કે ‘ ભેગસુખને ત્યાગ કરીને હનુમાને કષ્ટકારી દીક્ષા કેમ લીધી હશે ?' આવી રામની વિચારણા અવધિજ્ઞાનવર્ડ જાણીને સૌધમ ઈંદ્ર સભા વચ્ચે કહ્યું કે- અહો કની ગતિ વિષમ છે! રામ જેવા ચરમદેહી પુરુષ અત્યારે ધમને હસે છે, એટલુંજ નહિ પણ ઉલટા વિષયસુખની પ્રશંસા કરે છે, આ તે કેવી વાત! પણ તે મારા જાણવામાં આવ્યું'. એ રામ અને લક્ષ્મણને પરસ્પર એવા ગાઢ સ્નેહ છે કે જે રામચંદ્રને સ`સાર પર વૈરાગ્ય આવવા દેતા નથી.” ઇંદ્રનાં આવાં વચન સાંભળી સુધર્મા સભામાંથી એ દેવતાએ કૌતુકથી તેમના સ્નેહની પરીક્ષા માટે અચેાધ્યામાં લક્ષ્મણને ઘેર આવ્યા. તેઓએ તત્કાળ માયા રચીને અંતઃપુરની સ` સ્ત્રીઓને કરૂણુસ્વરે આક્રંદ કરતી લક્ષ્મણને બતાવી. તે એવા વિલાપ કરવા લાગી કે હાપદ્મ ! પદ્મનયન ! હા મધુરૂપ કમલમાં સૂર્ય સમાન ! સર્વ વિશ્વને ભય'કર એવુ' આ તમારૂ' અકાળ મૃત્યુ કેમ થયું !” આ પ્રમાણે રૂદન કરતી અને છૂટા કેશ મૂકીને છાતી કુટતી અંતઃપુરની સ્ત્રીઓને જોઈ લક્ષ્મણ અતિ ખેદ પામીને ખેલ્યા-‘અરે ! શું મારા જીવિતવ્ય પણ વિતનુ' એવા મારા મધુ રામ મૃત્યુ પામ્યા ! છળથી ઘાત કરનારા દુષ્ટ યમરાજે આ શુ' કર્યું...!' આ પ્રમાણે ખેલતા લક્ષ્મણુનાં તે વચનની સાથેજ પ્રાણુ નીકળી ગયા. અહા ! કનો વિપાક દુરતિક્રમ છે.
પછી તેનુ શરીર સુવણ સ્ત ́ભના ટેકાથી સિ`હાસન ઉપર સ્થિત થતાં ઉઘાડા મુખે અને લેખમય મૂર્તિના જેવુ' નિષ્ક્રિય-સ્થિર થઈ ગયું. આ પ્રમાણે સહજમાં લક્ષ્મણને મૃત્યુ પામેલ જોઈ અને દેવતા ખેદ પામ્યા અને ‘આપણે આ શું કર્યું` ? ' એમ માંહેામાંહી પશ્ચાત્તાપ ક કહેવા લાગ્યા. વળી ‘ અરે ! આ વિશ્વાધાર પુરૂષને આપણે મારી નાખ્યા!' એમ પેાતાના આત્માની નિંદા કરતા તેઓ પેાતાના દેવલાકમાં ચાલ્યા ગયા.
લક્ષ્મણને મૃત્યુ પામેલા જોઈ અંતઃપુરની સ્રી કેશ છુટા મૂકી પરિવાર સહિત મહા આક્રંદ કરવા લાગી. તેમનું આક્રંદ સાંભળી રામચંદ્ર ત્યાં દોડી આવ્યા અને મેલ્યા–“ અરે ! કાંઈ પણ અમ...ગળ જાણ્યા વગર તમે આ શુ આરલ્યું છે, આ હું જીવું છુ અને મારે આ અનુજબ લક્ષ્મણુ પણ જીવે છે કોઈ રાગ તેને પીડે છે તેા તેના ઉપાય હમણાં ઔષધેાથી કરીએ છીએ.” આ પ્રમાણે કહી રામે વૈદ્યોને અને જ્યાતિષીએને એલાવ્યા, તેમજ મંત્રતંત્રના અનેક પ્રત્યેાગેા કરાવ્યા. મંત્રતંત્રના સર્વ પ્રયાગા નિષ્ફળ થતાં રામને મૂર્છા આવી. ક્ષણવારમાં કાંઈક સંજ્ઞા મેળવી ઊંચે સ્વરે તે વિલાપ કરવા લાગ્યા. તે સાંભળી વિભીષણ, સુગ્રીવ અને શત્રુજ્ઞ વિગેરે પણ અશ્રુપાત કરતા અને ‘ અમે માર્યા ગયા' એમ બેાલતા મુક્તક 8. મ ઉલ્લુ ધન થઈ ન શકે તેવા.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org