________________
સગ ૧૦ મો] કનકરથ રાજાની પુત્રી સાથે લવણુકુશના લગ્ન
[ ૧૭૧ એટલે શ્રદ્ધાથી શુદ્ધ હૃદયવાળા લમણે અને બીજા રાજાઓએ પણ વંદના કરી. પછી રામ પરિવાર સાથે અયોધ્યામાં આવ્યા.
સીતાઓ અને કૃતાંતવદને ઉગ્ર તપ કરવા માંડયું. કૃતાંતવદન તપ કરી મૃત્યુ પામીને બ્રાદેવલેકમાં ગયે. સીતાએ સાઠ વર્ષ સુધી વિવિધ તપ આચર્યું, અને ત્રીશ અહોરાત્રી અનશન આરાધી મૃત્યુ પામીને તે બાવીશ સાગરેપના આયુષ્યવાળા અશ્રુતંદ્ર થયા.
વૈતાઢવ્યગિરિપર આવેલા કાંચનપુરમાં કનકરથ નામે વિદ્યાધરનો રાજા હતા, તેને મંદાકિની અને ચંદ્રમુખી નામે બે કન્યા હતી. તેમના સ્વયંવરમાં તેણે રામ લક્ષમણદિક રાજાઓને પુત્ર સહિત બોલાવ્યા. સર્વ રાજાઓ આવીને સ્વયંવરમંડ૫માં બેઠા. મંદાકિની વેચ્છાએ અનંગલવણને અને ચંદ્રમુખી મદનકુશને વરી. તે જોઈ શ્રીધર વિગેરે લક્ષ્મણના અઢીસે પુત્રો ક્રોધ કરીને એક સાથે યુદ્ધ કરવા ઊઠયા. તેમને યુદ્ધ માટે તૈયાર થતા સાંભળી લવણ અને અંકુશ બેલ્યા કે “તેઓની સાથે કોણુ યુદ્ધ કરે? કારણ કે ભાઈઓ અવધ્ય છે. જેમ મારા પિતામાં મેટાને કે નાનાને કશે ભેદ નથી, તેમ તેઓના પુત્રો શ્રીધરાદિ અને અમે તેમાં પણ ભેદ થાઓ નહીં.' આવાં તેમનાં વચન યાતમીદારો પાસેથી જાણીને લક્ષ્મણના પુત્રોએ પિતે આવાં અકૃત્યને આરંભ કર્યો. તેને માટે પિતાના આત્માને નિંદવા લાગ્યા, અને તકાળ વૈરાગ્ય પામી માતાપિતાની આજ્ઞા લઈ તેઓએ મહાબલ મુનિના ચરણકમળમાં જઈને દીક્ષા લીધી. પછી અનંગલવણ અને મદનાંકુશ તે કન્યાઓને પરણું બલભદ્ર અને વાસુદેવની સાથે અધ્યાપુરીમાં આવ્યા.
એક સમયે ભામંડલ રાજા પોતાના નગરમાં રાજમહેલની ઉપર બેઠા હતા, તે વખતે શુદ્ધ બુદ્ધિવાળે તે પિતાના મનમાં આ પ્રમાણે વિચારવા લાગ્યો કે-વૈતાઢચની બંને શ્રેણીને વશ કરી સર્વ ઠેકાણે અખલિતપણે લીલાપૂર્વક વિહાર કરી મેં સંસાર સંબંધી પૂર્ણ સુખ મેળવ્યું છે. હવે અંતે દીક્ષા લઈ પૂણું વાંચ્છાવાળો થાઉં.” આવો વિચાર કરતા હતા તેવામાં તેના મસ્તક પર આકાશમાંથી વિજળી પડી; તેથી તત્કાળ મૃત્યુ પામીને તે દેવકુરૂમાં જુગલીઆપણે ઉત્પન્ન થયે.
અન્યદા ચેત્રી પૂર્ણિમાએ હનુમાન શાશ્વતા ચૈત્યની વંદના કરવા માટે મેરૂ પર્વતે ગયે હતું, ત્યાં તેણે સૂર્યને અસ્ત થતે જે. તે જોઈ તેને વિચાર થયે કે “અહો! આ જગતમાં સર્વને ઉદય અને અસ્ત થયા કરે છે, જે બાબતમાં આ સૂર્યનું પ્રત્યક્ષ દષ્ટાંત છે, માટે જેમાં સર્વ નાશવંત છે એવા આ જગતને ધિકકાર છે!” આ વિચાર કરી હનુમાને પિતાના નગરમાં જઈ પુત્રને રાજ્ય આપીને ધર્મરત્ન આચાર્યની પાસે દીક્ષા લીધી. તેની સાથે સાડા સાતસો રાજાઓએ દીક્ષા લીધી, અને તેની પત્નીએ લક્ષ્મીવતી આર્યાની
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org