Book Title: Trishasti Shalaka Purusa Caritra Part 3
Author(s): Hemchandracharya, Kunvarji Anandji Shah
Publisher: Jain Prakashak Mandal Ahmedabad
View full book text
________________
સીતાએ ગ્રહણ કરેલ દીક્ષા
[ પર્વ ૭મું ઉગ્ર શિકારી પ્રાણીઓ રહેલા છે એવા અરણ્યમાં તમે તમારા પ્રભાવથી જીવતા રહ્યા તે પણ એક દિવ્યજ હતું, તથાપિ તે મારા જાણવામાં આવ્યું નહીં, પણ હવે તે સર્વ ક્ષમા કરીને આ પુષ્પક વિમાનમાં બેસે, મારી સાથે ઘેર ચાલે, અને પૂર્વની જેમ પાછા મારી સાથે વર્તે.” સીતા બેલ્યાં-તેમાં તમારે, લોકોને કે બીજા કોઈને દેષ નથી પણ મારા પૂર્વકમેનેજ દેષ છે, તેથી આવા દુઃખના આવર્તાને આપનારા કર્મથી નિર્વેદ પામીને હું તે હવે તેને ઉચ્છેદ કરનારી દીક્ષા જ ગ્રહણ કરીશ.” આ પ્રમાણે કહીને તે જ વખતે સીતાએ પોતાની મુષ્ટિથીજ કેશને લગ્ન કર્યો, અને પ્રભુ જેમ પોતાના કેશ ઇંદ્રને આપે છે તેમ તેણે તે કેશ રામને અર્પણ કર્યા તે જોઈને તત્કાળ રામને મૂછ આવી. તેમાંથી તેઓ સ્વસ્થ થયા નહિ તેવામાં તે સીતા જયભૂષણ મુનિની પાસે ચાલ્યા ગયાં. જયભૂષણ કેવળીએ તે જ વખતે વિધિપૂર્વક તેને દીક્ષા આપી, અને પછી તપમાં પરાયણ તે સાવીને સુપ્રભા ગણિનીના પરિવા૨માં સેંપી.
इत्याचार्यश्रीहेमचंद्रविरचिते त्रिषष्टिशलाकापुरुपचरिते महाकाव्ये सप्तमे पर्वणि सिताशुद्धिवतग्रहणो नाम नवमः सर्गः ॥६॥
tter સર્ગ ૧૦ મો.pdf
રામનું નિર્વાણગમન.
મૂર્શિત થયેલા રામને ચંદનના જળથી સિંચન કર્યું, એટલે તે સ્વસ્થ થઈને બોલ્યા કે–“એ મનસ્વિની સીતા દેવી કક્યાં છે? અરે ભૂચર અને ખેચરો! જે તમારે મરવાની ઈચ્છા ન હોય તે તે લેચ કરેલી પણ મારી પ્રિયા સીતા મને સત્વર બતાવે. હે વત્સ લક્ષ્મણ! ભાથા અને ધનુષ્ય લાવ, હું આ દુઃખી છતાં આ બધા ઉદાસીન અને સુસ્થિત કેમ છે?” આ પ્રમાણે કહીને ધનુષ્યને ગ્રહણ કરતા રામને લમણે કહ્યું-“હે આર્ય! આ શું કરે છે? આ સર્વ લેક તમારા સેવક છે. ન્યાયનિષ્ઠ એવા તમે દેષના ભયથી જેમ સીતાને ત્યાગ કર્યો હતે, તેમ સ્વાર્થનિષ્ઠ સીતાએ સંસારના ભયથી આપણું સર્વને ત્યાગ કર્યો છે. તમારી પ્રિયા સીતાએ અહીં પ્રત્યક્ષ પિતાની મેળે પિતાના કેશને લેચ કરી જયભૂષણ મુનિની પાસે જઈ દીક્ષા લીધી છે. એ મહર્ષિને હમણાંજ કેવળજ્ઞાન ઉત્પન્ન થયેલ છે, તે જ્ઞાનનો મહિમા કર એ તમારું પણ કૃત્ય છે. વળી તે સ્વામી! મહાવ્રતધારી સીતા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org