________________
સર્ગ મ ] સીતાના સતીત્વની થયેલ પરીક્ષા
[ ૧૬૫ નિઃશંક અગ્નિમાં પ્રવેશ કરશે, પરંતુ પ્રાયઃ દેવની અને દિવ્યની વિષમ ગતિ છે. મારી સાથે આ સીતા વનવાસમાં નીકળ્યા, રાવણે તેનું હરણ કર્યું, પાછો મેં તેને ત્યાગ કર્યો અને છેવટે વળી મહા કષ્ટ ઉપસ્થિત કર્યું, એ બધું મારાથી જ થયેલું છે, આ પ્રમાણે રામ વિચાર કરતા હતા, તેવામાં તે સીતા ખાડા પાસે આવીને ઊભા રહ્યાં, અને સર્વસનું સ્મરણ કરી આ પ્રમાણે બોલ્યા કે “હે કપાળે ! હે લેકે ! સર્વે સાંભળો, જે મેં રામ વિના બીજા કોઈ પુરૂષની અભિલાષા કરી હોય તે આ અગ્નિ મને બાળી નાખે, અને નહિ તે જળની માફક શીતળ સ્પર્શવાન થાઓ.” આ પ્રમાણે કહી નમસ્કાર મંત્રનું સમરણ કરીને સીતાએ તે અગ્નિકુંડમાં ઝંપાપાત કર્યો. જેવા સીતા તેમાં પડયા તેવો જ તત્કાળ અગ્નિ બુઝાઈ ગયે, અને તે ખાડો સ્વચ્છ જળથી પૂરાઈને વાપીરૂપ થઈ ગયે. તેના સતીપણાથી સંતુષ્ટ થયેલા દેવના પ્રભાવથી સીતા લક્ષમીની જેમ તે જળની ઉપર કમળપર રચેલા સિંહાસનમાં બિરાજમાન થયાં. કેઈ ઠેકાણે હુંકાર ધ્વનિ, કેઈ ઠેકાણે ગુલ ગુલ અવાજ, કઈ ઠેકાણે ભંભા જેવો નાદ, કેઈ ઠેકાણે ઢોલની જે ઇવનિ, કેઈ ઠેકાણે દિલિ દિલિ શબ્દ અને કઈ ઠેકાણે ખેલ ખેલ નાદ કરતું તે જળ સમુદ્રજળની પેઠે આવર્તાયુક્ત જવામાં આવ્યું. પછી ઉશ્કેલ સમુદ્રના જેમ તે વાપીમાંથી જળ ઉછળવા માંડયું, અને તેણે મોટા માંચડાઓને પણ ડુબાવવા માંડયા. વિદ્યાધરે તે તેનાથી ભયભ્રાંત થઈ ઉડીને આકાશમાં જતા રહ્યા, પરંતુ ભૂચર મનુષ્ય “હે મહા સતી સીતા ! અમારું રક્ષણ કરે, રક્ષણ કરે” એમ પોકાર કરવા લાગ્યા. પછી સીતાએ ઊંચા આવતા તે જળને બે હાથવડે દબાવ્યું, એટલે તેના પ્રભાવથી તે પાછું વાપીના પ્રમાણુ જેટલું થઈ ગયું. ઉત્પલ, કુમુદ અને પુંડરીક જાતિના કમળથી પૂર્ણ, હસેથી શોભિત કમળની સુગંધથી ઉદ્દબ્રાંત થયેલા ભ્રમરાએ જેમાં સંગીત કરી રહ્યા છે એવી, જેની સાથે તરંગો અથડાય છે તેવા મણિમય પાનથી સુંદર અને બને બાજુ રત્નમય પાષાણેથી બાંધેલી–તે વાપી ઘણું સુંદર દેખાવા લાગી. સીતાના શીલની પ્રશંસા કરતા નારદાદિક આકાશમાં નૃત્ય કરવા લાગ્યા. સંતુષ્ટ થયેલા દેવતાઓએ સીતાની ઉપર પુષ્પવૃષ્ટિ કરી. “અહે ! રામની પત્ની સીતાનું કેવું યશસ્વી શીલ છે!”
એ પ્રમાણે અંતરીક્ષ અને ભૂમિમાં વ્યાપ્ત એવી લોકોની આઘેષણ થવા લાગી. પિતાની માતાને પ્રભાવ જોઈ લવણાંકુશ ઘણે હર્ષ પામ્યા, પછી હંસની જેમ તરતાં તરતાં તે તેની પાસે ગયાં. સીતાએ મસ્તકપર સુંધીને તેને પિતાને બે પડખે બેસાર્યા. તે કુમારે નદીના બે તીરપર રહેલા હાથીના બે બચ્ચાની જેવા શોભવા લાગ્યા. તે વખતે લમણું, શત્રુઘ, ભામંડલ વિભીષણ અને સુગ્રીવ વિગેરે વીરોએ આવી સીતાને ભક્તિથી નમસ્કાર કર્યો, પછી અતિમનહર કાંતિવાળા રામ પણ સીતાની પાસે આવ્યા અને પશ્ચાતાપ તથા લજજાથી પૂર્ણ એવા તેમણે અંજલિ જેડીને આ પ્રમાણે કહ્યું –“હે દેવી! સ્વભાવથી જ અસત્ દેષને ગ્રહણ કરનારા નગરવાસીઓના છંદને અનુસરીને મેં તમારે ત્યાગ કર્યો હતો તે ક્ષમા કરજે. જેમાં મહા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org