________________
૧૫૪ ]
સીતાને અરણ્યમાં મૂકી કૃતાંતવદન સેનાપતિનું પાછું ફરવુ"
[ પત્ર ૭ મું
મારે આ અકૃત્ય કરવુ' પડ્યુ છે. દેવી! તમે રાક્ષસને ઘેર રહ્યા, તે સંબધી લેાકાપવાદથી ભય પામીને રામે આ ઘાટા વનમાં તમને ત્યજી દીધેલાં છે. જ્યારે માતમીદારે એ તમારા લેાકાપવાદ જણાળ્યે, ત્યારે રામ તમારે ત્યાગ કરવા તૈયાર થા. તે વખતે લેાક ઉપર ક્રોધથી રાતાં નેત્ર કરતા લક્ષ્મણે રામને ઘણા વાર્યાં, પણ રામે તેમને સિદ્ધાજ્ઞાથી અટકાવ્યા, એટલે તે રાતા રાતા ચાલ્યા ગયા. પછી મને તેમણે આ કાર્યો કરવાની આજ્ઞા કરી. હે દેવી ! હુ ઘણે પાપી છું. અનેક પ્રકારના હિંસક પ્રાણીઓથી ભરપૂર અને મૃત્યુના ગૃહરૂપ આ અરણ્યમાં મારાથી ત્યજાયેલા તમે કેવળ તમારા પ્રભાવથીજ જીવશે.” સેનાપતિનાં આવાં વચન સાંભળી સીતા મૂર્છા પામીને રથમાંથી પૃથ્વી ઉપર પડી ગયાં. સેનાપતિ તેમને મરણ પામેલા ધારી પેાતાને પાપી માનીને અત્યંત રૂદન કરવા લાગ્યા. થેાડીવારે વનના શીતળ વાયુથી સીતા કાંઈક સચેત થયાં; પરંતુ તેવી રીતે વારંવાર મૂર્છા અને ચેતના પામવા લાગ્યાં. એ પ્રમાણે ઘણા વખત વ્યતીત થયા પછી તે સ્વસ્થ થઈ ને એક્લ્યાં− અહીંથી અાયા કેટલે દૂર છે? અથવા રામ કયાં રહેલા છે?” સેનાપતિ ખેલ્યા-‘હે દેવી ! અધ્યા નગરી અહી થી ઘણી દૂર છે, તે વિષે શુ' પૂછવુ? અને ઉગ્ર આજ્ઞા કરવાવાળા રામની તેા વાર્તા કરવાથી સયુ...! ’ આવાં તેનાં વચન સાંભળ્યાં છતાં રામભક્ત સીતા ફરીવાર મેલ્યાં—“ હું ભદ્ર! મારે આટલે સદેશા રામને ખરાખર કહેજો કે- જો તમે લેાકાપવાદથી ભય પામ્યા હતા તે તમે મારી પરીક્ષા કેમ ન કરી સ` લેકે જ્યારે શકા પડે છે ત્યારે દિવ્ય વિગેરેથી પરીક્ષા કરે છે. હું મર્દ ભાગ્યવાળી તે આ વનમાં પણ મારાં કર્મને ભેળવીશ, પરંતુ તમે તમારા વિવેકને કે કુળને ચેાગ્ય એવુ' આ કામ કર્યું' નથી, હું સ્વામિન! જેવી રીતે દુનની વાણીથી તમે મને એકદમ છેાડી દીધી તેમ મિથ્યાર્દષ્ટિની વાણીથી શ્રી જિનભાષિત ધર્મને છોડશે નહિ. ” આ પ્રમાણે કહીને સીતા મૂર્છા ખાઈ ભૂમિપર પડયાં. ફરીવાર સાવધાન થઈને ખેલ્યાં કે– “અરે! મારા વિના રામ કેમ જીત્રશે? હા ઇતિ ખેદે! હુ` મરી ગઈ. હું વત્સ ! રામને કલ્યાણુ અને લક્ષ્મણને આશીષ કહેજે. માર્ગોમાં તને નિરૂપદ્રવપણુ થાએ. હવે તું રામની પાસે સત્વર જા, ’” પછી મહા વિપરીત વૃત્તિવાળા છતાં સતીએમાં મુખ્ય એવાં આ સીતા હજુ તેનાપર આવી મહા ભક્તિ રાખે છે,' આવે વિચાર કરતા કૃતાંતવદન સેનાપતિ સીતાને પ્રણામ કરીને અને તેને ત્યાં મૂકીને માંડમાંડ ત્યાંથી પાછા ફર્યાં.
Jain Education International
इत्याचार्यश्री हेमचंद्र विरचिते त्रिषष्टिशलाका पुरुषचरिते महाकाव्ये सप्तमे पर्वणि सीतापरित्यागो नामाष्टमः सर्गः ॥ ८ ॥
For Private & Personal Use Only
www.jainelibrary.org