Book Title: Trishasti Shalaka Purusa Caritra Part 3
Author(s): Hemchandracharya, Kunvarji Anandji Shah
Publisher: Jain Prakashak Mandal Ahmedabad
View full book text
________________
૧૬૦]
રામપુત્રોએ યુદ્ધમાં બતાવેલ પરાક્રમ [૫ ૭ મું પુત્રો છે એમ જાણતા નથી. તેથી જ્યાં સુધીમાં તે તેમને મારે નહિ ત્યાં સુધીમાં ચાલે, આપણે વિલંબ રહિત ત્યાં જઈએ.” આ પ્રમાણે કહી ભામંડલ જાનકીને પિતાના વિમાનમાં બેસાડીને લવણ અને અંકુશની છાવણીમાં આવ્યું. લવણુંકુશે સીતાને નમસ્કાર કર્યો. પછી સીતાએ જણાવ્યું કે-આ ભામંડલ તમારા મામા થાય.” એટલે લવણ અને અંકુશે ભામંડલને પણ પ્રણામ કર્યો. ભામંડલ તેમને મસ્તક પર ચુંબન કરી ઉત્કંગમાં બેસાડી, હર્ષથી રોમાંચિત અંગવાળો થઈ ગદ્ગદ્ અક્ષરે બોલ્ય-“મારી બેન સીતા પ્રથમ વીર૫ત્ની તો હતાં. હવે સારે ભાગ્યે વીરમાતા પણ થયાં છે. તમારી જેવા વીરપુત્રોથી તે ચંદ્રની જેવા ખરેખરા નિર્મળ છે. હે માન આપનાર ભાણેજે! જે કે તમે વિરપુત્ર છે અને વીર પણ છે, તથાપિ પિતા અને કાકાની સાથે યુદ્ધ કરશે નહિ. રાવણ જેવો યોદ્ધો પણ તેમની સામે યુદ્ધમાં સમર્થ થયો નથી, તે તમે ભુજાની કંડુમાત્રથી સાહસવડે તેવા મહાવીરેની સાથે યુદ્ધ કરવાનો આરંભ કેમ કરો છો ?' લવણ અને અંકુશ બોલ્યા-“હે માતુલ! તમે સનેહથી આવું ભીરૂપણું રાખે નહિ. તમારી બેન અને અમારી માતા પણ આવાજ કાતર વચન બોલે છે. અમે જાણીએ છીએ કે રામલક્ષમણની સામે યુદ્ધમાં કેઈ સમર્થ નથી; પણ હવે યુદ્ધ છેડી દઈને શા માટે અમે તેમને લજજા ઉત્પન્ન કરાવીએ?” આ પ્રમાણે તેઓ કહેતા હતા, તેવામાં તે તેઓના સૈનિકોને રામના સૈનિકોની સાથે પ્રલયકાળના મેઘની જેવું યુદ્ધ પ્રવત્યું. એટલે “સુગ્રીવાદિક ખેચરે આ મહીચર સૈન્યને રખે મારે નહિ” એવી શંકાથી ભામંડલ યુદ્ધમાં આવ્યા. પછી અતિશય રોમાંચથી જેમનાં કવચ પણ ઉચ્છવાસ પામી ગયાં છે એવા તે મહાબળ કુમારે યુદ્ધ કરવાને તત્પર થયા. નિઃશંકપણે યુદ્ધ કરતાં સુગ્રીવાદિકે યુદ્ધમાં સામી બાજુ ભામંડળને જોઈને તેને પૂછ્યું કે “આ બંને કુમારે કહ્યું છે?” ભામંડલે કહ્યું-આ રામના પુત્રો છે” એટલે તે ખબર જાણી સુગ્રીવાદિ ખેચરો તત્કાળ સીતા પાસે આવી પ્રણામ કરીને તેમની પાસે ભૂમિ ઉપર બેઠા.
એ સમયે પ્રલયકાળમાં ઉદ્દબ્રાંત થયેલા સમુદ્રની જેવા દુર્ધર અને મહા પરાક્રમી લવણ અને અંકુશે ક્ષણવારમાં રામના સિન્યને ભગ્ન કરી દીધું. વનમાં સિંહની જેમ તેઓ જ્યાં
જ્યાં ફર્યા ત્યાં ત્યાં રથી, ઘોડેસ્વાર કે હસ્તિસ્વાર કઈ પણ આયુધ હાથમાં લઈને ઊભું રહી શક્યું નહીં. એવી રીતે રામના સર્વ સિન્યને ભગ્ન કરીને કેઈનાથી પણ અખલિત એવા
એ વીર રામ અને લક્ષ્મણની સામે યુદ્ધ કરવા આવ્યા. તેમને જોઈને રામલક્ષ્મણ પરસ્પર કહેવા લાગ્યા–“આ પણ શત્રુરૂપ આ સુંદર કુમારે કહ્યું હશે?” રામે કહ્યું-“આ કુમારની ઉપર જે મન સ્વાભાવિક નેહ ધરે છે તે મને તેની ઉપર બળાત્કારે પણ શી રીતે દ્રોહ કરી શકે? તેમને આલિંગન કરવાની ઈચ્છા થાય છે, તે તેમની સાથે શી રીતે વર્તવું?” આ પ્રમાણે રથમાં બેસીને બોલતા એવા રામ પ્રત્યે લવણે અને નગ્ન થયેલા લક્ષમણ પ્રત્યે અંકુશે કહ્યું કે “વીરયુદ્ધમાં શ્રદ્ધાવાળા એવા અમેએ જગતમાં અજેય એવા પરાક્રમી રાવણને પણ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org