Book Title: Trishasti Shalaka Purusa Caritra Part 3
Author(s): Hemchandracharya, Kunvarji Anandji Shah
Publisher: Jain Prakashak Mandal Ahmedabad
View full book text
________________
૧૫૮] લવણ અને અંકુશને વિજય
[ પર્વ ૭ મું પાછા વળીને બે-“તમારા આવા પરાક્રમથી મેં તમારે વંશ હવે જાણી લીધું છે. વાઘ રાજાએ અંકુશને માટે જે મારી કન્યાની માગણી કરી તે ખરેખર મારા હિતની જ વાર્તા છે, કેમકે આ વર શો ક્યાંથી મળે?” આવી રીતે નમ્રતાપૂર્વક કહીને પૃથુરાજાએ પ્રથમ યાચેલી કનકમાળા નામની કન્યા તેજ વખતે અંકુશને આપા અને પોતાની પુત્રીને વર અંકુશ થાય તે ઠીક એવી પૃહા રાખનારા પૃથુરાજાએ સર્વ રાજાઓની સમક્ષ તેજ વખતે વજા જંઘ રાજાની સાથે સંધિ કરી. વજાજઘ રાજા ત્યાંજ છાવણી નાખીને કેટલાક દિવસ રહ્યો.
એક દિવસ ત્યાં નારદ મુનિ આવી ચડ્યા. વાઘ રાજાએ તેને સારી રીતે સત્કાર કર્યો. પછી સર્વ રાજાઓ બેઠા હતા, તેમની સમક્ષ વાઘે નારદને કહ્યું કે-“હે મુનિ! આ પૃથુરાજા પિતાની કન્યા અંકુશને આપવાના છે, તે આ લવણ અને અંકુશને જે વંશ હેય તે આ અમારા સંબંધી પૃથુરાજાને જણાવે કે જેથી તે પોતાના જમાઈને વંશ જાણીને સંતેષ પામે.” નારક હસીને બેલ્યા-“આ બંને કુમારનો વંશ કોણ ન જાણે? જેની ઉત્પત્તિને પ્રથમ અંકુર ભગવાન શ્રી ઋષભદેવ છે. આ કુમારોના વંશમાં પ્રથમ થઈ ગયેલા ભરત વિગેરે ચક્રવત્ત રાજાઓ કથામાં વિખ્યાત થઈ ગયા છે, અને તેમના અત્યારે પ્રત્યક્ષ રાજકર્તા પિતા રામલક્ષ્મણને કોણ નથી જાણતું ? જ્યારે આ કુમારે ગર્ભમાં હતા ત્યારે અધ્યાના લેકે અપવાદ બોલવા લાગ્યા, તેથી ભય પામીને રામે સીતાને ત્યાગ કર્યો.” તે સમયે અંકુશે હાસ્ય કરી કહ્યું-“હે મુનિ રામે દારૂણ વનમાં સીતાને ત્યાગ કર્યો તે સારું કામ કર્યું નહિ. અપવાદની નિરાકૃતિ ઘણાં કારણોથી બને છે; તથાપિ રામે વિદ્વાન થઈને આવું કાર્ય કેમ કર્યું હશે?” લવણે પૂછયું-“તે અયોધ્યાપુરી અહીંથી કેટલે દૂર છે કે જ્યાં અમારા પિતા અનુજ બંધુ સાથે પરિવાર સહિત રહેલા છે?' નારદ મુનિ બોલ્યા-”વિશ્વમાં નિર્મળ એવા તમારા પિતા જ્યાં રહે છે તે અધ્યાપુરી અહીંથી એકસો ને સાઠ રોજન દૂર છે.” પછી લવણે નમ્રતાપૂર્વક વજબંઘ રાજાને કહ્યું કે-“અમે ત્યાં જઈને રામલક્ષમણને જેવા ઈચ્છીએ છીએ. વાઘે તેની માગણી સ્વીકારી, એટલે ત્યાંથી જવાનું કરવાથી પૃથુરાજાએ પિતાની પુત્રી કનકમાલને મોટા ઉત્સવપૂર્વક તરતજ અંકુશને પરણાવી. પછી વાજંઘ અને પૃથુરાજા સહિત લવણ અને અંકુશ માગમાં ઘણું દેશને સાધતાં સાધતાં લોકપુર નામના નગર પાસે આવ્યા. ત્યાં ધૈર્ય અને શૌર્યથી શેજિત એ કુબેરકાંત નામે અભિમાની રાજા હતા, તેને રણભૂમિમાં તેઓએ જીતી લીધો. ત્યાંથી આગળ ચાલતાં લંપાક દેશમાં એક કર્ણ નામના રાજાને જીતી લીધે, અને વિજયસ્થળમાં બ્રાતૃશત નામના રાજાને છે. ત્યાંથી ગંગાનદી ઉતરીને કૈલાશ પર્વતની ઉત્તર દિશામાં ચાલ્યાં. ત્યાં નંદનચારૂ રાજાના દેશને વિજય કર્યો. આગળ ચાલતાં રૂષ, કુંતલ, કાલાંબુ, નંદિનંદન, સિંહલ, શલભ, અનલ, શૂલ, ભીમ અને ભૂતરાદિ દેશના રાજાઓને છતતાં જીતતાં તેઓ સિંધુ નદીને સામે કાંઠે આવ્યા. ત્યાં આર્ય અને અનાર્ય અનેક રાજાઓને તેઓએ સાધી લીધા. એવી રીતે ઘણુ દેશના રાજાઓને સાધી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org