Book Title: Trishasti Shalaka Purusa Caritra Part 3
Author(s): Hemchandracharya, Kunvarji Anandji Shah
Publisher: Jain Prakashak Mandal Ahmedabad
View full book text
________________
સર્ગ ૯ મો ! વાજંઘ અને પૃથુરાજની વચ્ચે યુદ્ધ
[૧૫૭ અને હાથીનાં બચ્ચાંની જેમ શિક્ષાને ગ્ય થઈ રાજા વાઘનાં નેત્રને ઉત્સવરૂપ થઈ પડ્યા. તે સમયે એક સિદ્ધાર્થ નામે અણુવ્રતધારી સિદ્ધપુત્ર જે વિદ્યાબળની સમૃદ્ધિથી સંપૂર્ણ અને કળામાં તેમજ આગમમાં વિચક્ષણ હતો અને આકાશગામી હોવાથી ત્રિકાળ મેરૂગિરિ ઉપરનાં ચિની યાત્રા કરતે હો તે ભિક્ષા માટે સીતાને ઘેર આવ્યા. સીતાએ શ્રદ્ધાપૂર્વક ભાત પાણીથી તેને સત્કાર કર્યો. પછી તેને સુખવિહાર મૂક્યો. તે કહીને તેણે સીતાને તેનું સ્વરૂપ પૂછયું, એટલે સીતાએ ભાઈની જેમ તેની પાસે મૂળથી માંડીને પુત્રજન્મ સુધીને પિતાને સર્વવૃત્તાંત કર્યો. તે સાંભળી અષ્ટાંગ નિમિત્તને જાણનાર તે દયાનિધિ સિદ્ધાર્થે કહ્યું કે “તમે વૃથા શેક શા માટે કરે છે? કારણ કે તમારે લવણ અને અંકુશ જેવા બે પુત્ર છે. શ્રેષ્ઠ લક્ષણવાળા આ તમારા પુત્રો સાક્ષાત્ રામલક્ષ્મણ જેવા છે, તે થોડા સમયમાં તમારો મને રથ પૂર્ણ કરશે.” આ પ્રમાણે તેણે સીતાને આશ્વાસન આપ્યું. પછી સીતાએ આગ્રહથી તેની પ્રાર્થના કરીને પોતાના પુત્રોને અધ્યાપન કરાવવા માટે તેમને પોતાની પાસે રાખ્યા. સિદ્ધાર્થે સીતાના ભવ્ય પુત્રોને સર્વ કળા એવી રીતે શીખવી કે જેથી તેઓ દેવતાઓને પણ દુજેય થઈ પડયા. સર્વ કળા શીખી રહ્યા એટલે તેઓ યૌવનવયને પ્રાપ્ત થયા. તે વખતે જાણે નવાન કામદેવ અને વસંત સહચારી થયેલા ન હોય તેવા દેખાવા લાગ્યા.
વાજઘે પિતાની રાણી લક્ષમીવતીના ઉદરથી ઉત્પન્ન થયેલી શશિચૂલા નામે પુત્રી અને બીજી બત્રીશ કન્યાઓ લવણને પરણાવી, અને પૃથ્વીપુરના રાજા પૃથુની અમૃતવતી રાણીથી ઉત્પન્ન થયેલી કનકમાલા નામે કન્યાની અંકુશને માટે માગણી કરી. મોટા પરાક્રમી પૃથુરાજાએ કહેવરાવ્યું કે “જેને વંશ જાણવામાં ન હોય તેવાને શી રીતે પુત્રી અપાય?” તે સાંભળી વજાજેશે ક્રોધથી તેના પર ચડાઈ કરી. તેની સાથેના યુદ્ધમાં પ્રથમ વ્યાધ્રરથ નામના પૃથુરાજાના મિત્રરાજાને બાંધી લીધે, એટલે પૃથુરાજાએ પોતાના મિત્ર પતનપુરના પતિને પિતાને સહાય કરવાને બોલાવ્ય; કેમકે “વિપત્તિ વખતે મંત્રની જેમ મિત્રો સંભારવા યોગ્ય છે.” વજાજઘે માણસે મોકલીને પિતાના પુત્રોને યુદ્ધમાં બોલાવ્યા. તે વખતે ઘણુ વાર્યા પણ લવણ અને અંકુશ તેઓની સાથે આવ્યા.
બીજે દિવસે બંને સેના વચ્ચે મોટું યુદ્ધ શરૂ થયું. તેમાં બળવાન શત્રુઓએ વાજંઘના સિન્યને ભાંગી નાખ્યું; એટલે પિતાના માતુલના સૈન્યને ભંગ જોઈ લવણ અને અંકુશ ક્રોધ પામ્યા. તેથી તત્કાળ નિરંકુશ હાથીની જેમ તેઓ બને અનેક પ્રકારનાં શસ્ત્રોના પ્રહાર કરતાં દેડડ્યા. વર્ષાઋતુના પ્રવાહના પૂરને વૃક્ષે સહન કરી ન શકે તેમ તે બળવાન વીરેના વેગને શત્રુઓ લગાર માત્ર પણ સહન કરી શક્યા નહિ તેથી પૃથુરાજા સૈન્ય સહિત પાછો ભાગવા લાગ્યા, એટલે રામના પુત્રોએ હસતાં હસતાં તેને કહ્યું કે તમે જાણીતા વંશવાળ છતાં અમે કે જે અજ્ઞાત વંશવાળા છીએ તેનાથી રણમાંથી કેમ પલાયન કરે છે?” તેઓનાં આવાં વચન સાંભળી પૃથુરાજા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org