________________
*** સર્ગ મોઃ
સીતાની શુદ્ધિ અને વ્રતગ્રહણુ.
*
સીતા ભયથી ઉત્ક્રાંત થઈ વનમાં આમતેમ ફરવા લાગ્યાં, અને પૂના દુષ્કર્માંથી દુષિત એવા પેાતાના આત્માની નિંદા કરવા લાગ્યાં. વારંવાર રૂદન કરતાં અને પગલે પગલે સ્ખલિત થતાં સીતા આગળ ચાલ્યાં. ત્યાં એક મેટુ સૈન્ય આવતુ. તેમણે જોયું; મૃત્યુમાં અને જીવિતવ્યમાં સમાન હૃદયવાળા સીતા સૈન્યને દીઠા છતાં પશુ ભય છેાડીને નમસ્કારમંત્રમાં પરાયણ થયાં. તેમને જોઈને ઉલટા સર્વ સૈનિકે ‘આ દિવ્ય રૂપવાળી કેણુ સ્ત્રી ભૂમિપર રહેલી હશે ?' એવું ખેલતા સતા તેનાથી ભય પામી ગયા. સીતાનું રૂદન સાંભળીને તેના સ્વર ઉપરથી તેના મનની ગ્લાનિ જોઈ તે સૈન્યના રાજાના જાણવામાં આવ્યું કે− આ કેઈ મહા સતી ગર્ભિણી છે.' પછી તે કૃપાળુ રાજા સીતાની પાસે આવ્યેા, એટલે તેને જોઈને શંકા પામેલા સીતાએ પેાતાને વેષ, ઉતારી તેની આગળ ધર્યાં. રાજા મેલ્યા− હૈ મ્હેન ! તમે જરા પણ ભય પામેા નહીં, આ તમારાં આભૂષણા તમારાજ અંગ ઉપર રહેા, નિર્દયથી પણ નિર્દય એવા તમારા સ્વામી કેણુ છે કે જેણે તમારે આવી સ્થિતિમાં ત્યાગ કર્યું ? જે હાય તે કહેા, કાંઈપણ શંકા રાખશે નહિ. હું તમારા કષ્ટથી કષ્ટવાળા છું.” પછી તે રાજાના સુમતિ નામે મંત્રી સીતાની પાસે આવીને કહેવા લાગ્યા કે “ ગજવાહન રાજા અને દેવી રાણીના પુત્ર આ વજ્રઘ નામે રાજા છે. તે પુંડરીક નગરના સ્વામી છે, અને પરમ શ્રાવક, મહા સત્વવાન્ અને પરનારીસહેાદર છે. તે આ વનમાં હાથીએ લેવાને માટે આવેલા હતા, તે કાય થી કૃતાર્થ થઈને પાછા જતા હતા તેવામાં તમારા દુઃખથી દુઃખિત થઈ ને અહી' આવ્યા છે, માટે તમારે જે દુઃખ હાય તે કહેા.” તે સાંભળી વિશ્વાસ પામીને સીતાએ રાતાં રાતાં અને તે કૃપણુ રાજા તથા મંત્રીને રૂદન કરાવતાં પેાતાના સર્વ વૃત્તાંત કહ્યો. રાજાએ નિષ્કપટપણે કહ્યું કે- તમે મારી ધ બહેન છે; કારણ કે એક ધમ ને પ્રાપ્ત થયેલા સર્વે પરસ્પર બંધુએ થાય છે. મને તમારા ભાઈ ભામંડલ જેવેા ગણીને તમે મારે ઘેર ચાલે. ‘સ્ત્રીઓને પતિગૃહથી ખીજુ સ્થાન ભ્રાતૃગૃહજ છે.' રામે લેાકાપવાદથીજ તમારા ત્યાગ કરેલા છે, કાંઈ સ્વેચ્છાથી કર્યાં નથી; તેથી હું માનું છું કે હવે તે રામ પશ્ચાત્તાપથી તમારી જેવાજ કષ્ટવાન હશે, એ વિરહાતુર દશરથકુમાર ચક્રવાક પક્ષીની જેમ એકાકી થવાથી આકુળવ્યાકુળ થઈ ને તમને થાડા સમયમાં શેાધવા નીકળશે.” આ પ્રમાણે કહેતાં સીતાએ તેને ત્યાં જવું સ્વીકાર્યું, એટલે તે નિર્વિકારી વધ રાજાએ ત્યાં શિખિકા મગાવી. તેમાં ૧ આભૂષણા વિગેરે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org