Book Title: Trishasti Shalaka Purusa Caritra Part 3
Author(s): Hemchandracharya, Kunvarji Anandji Shah
Publisher: Jain Prakashak Mandal Ahmedabad
View full book text
________________
૧૫૨ ] સીતા ઉપર આવેલ કલંક
[ પર્વ ૭ મું તમારા વિયોગના દુઃખથી પણ અધિક દુઃખ આપશે? અન્યથા આવું માઠું નિમિત્ત શા માટે થાય?” રામ બેલ્યા–“હે દેવી! ખેદ ન પામે, કર્મને આધીન એવાં સુખ ને દુ:ખ સર્વ પ્રાણુને અવશ્ય ભેગવવાંજ પડે છે; માટે તમે આપણા મંદિરમાં ચાલે. દેવતાનું અર્ચન કરો અને સત્પાત્રને દાન આપો. કેમકે આપત્તિમાં એક ધર્મનું જ શરણ છે.” પછી સીતા ઘરે જઈને મોટા સંચયપૂર્વક અર્વતની પૂજા કરવા લાગ્યાં અને સત્પાત્રમાં ઉજજવળ દાન આપવા લાગ્યાં.
એ સમયે નગરીના યથાર્થ વૃત્તાંત જાણીને કહેવા માટે ખાસ નીમેલા રાજધાનીના મોટા અધિકારીએ રામની પાસે આવ્યા. વિજય, સૂરદેવ, મધુમાન, પિંગલ, શૂલધર, કાશ્યપ, કાળ અને ક્ષેમ એવા તેઓનાં નામ હતાં. તેઓ રામની આગળ આવી વૃક્ષનાં પત્રની જેમ કંપવા લાગ્યા. તેઓ રામને કાંઈ પણ જણાવી શક્યા નહિ; કેમકે રાજતે જ મહા સહ છે. તેઓને રામે કહ્યું-“હે નગરીના મહાન અધિકારીઓ! તમારે જે કહેવાનું હોય તે કહો. એકાંત હિતવાદી એવા તમને અભય છે.” રામનાં અભય વચનથી જરા અવછંભ પામીને વિજય નામને અધિકારી તેમાં મુખ્ય હતે તે સર્વ પ્રકારની સાવધાનીથી આ પ્રમાણે બે –“હે સ્વામિન્ ! તમને એક વાત અવશ્ય જણાવવાની છે, જે હું ન જણાવું તે મેં સ્વામીને ઠગ્યા કહેવાય, પણ જે જણાવવાનું છે તે ઘણું દુઃશ્રવ છે. હે દેવ! દેવી સીતા ઉપર એક અપવાદ આવ્યું છે. તે દુર્ઘટ છતાં લેકે ઘરાવે છે, અને જે યુક્તિથી ઘટતું હોય તે દુર્ઘટ છતાં વિદ્વાને તેની પર શ્રદ્ધા કરવી એવું નીતિનું વચન છે, લેકો કહે છે કે
રતિક્રીડા કરવાની ઇચ્છાવાળા રાવણે સીતાનું હરણ કરીને તેને પિતાના ઘરમાં એકલા રાખ્યાં, સીતા તેના ઘરમાં લાંબે કાળ સુધી રહ્યાં, સીતા રક્ત હોય કે વિરક્ત હોય, પણ સ્ત્રીમાં લેલુપ એ રાવણ તેને સમજાવીને કે બળાત્કારે ભેગથી દૂષિત કર્યા વગર રહે નહિ.” આ પ્રમાણે લેક અપવાદ બેલે છે, તે પ્રમાણે અમે આપને કહીએ છીએ; માટે હે રામ! તે યુક્તિવાળો અપવાદ તમે સહન કરશે નહિ. હે દેવ! તમે જન્મથી જ પોતાના કુળના જેવી નિર્મળ કીર્તિ મેળવી છે, તે આવા અપવાદને સહન કરવાવડે તમારા યશને મલીન કરશે નહિ.” “સીતા કલંકના અતિથિ થયા” એ નિશ્ચય કરીને રામ દુઃખથી મૌન ધરી રહ્યા. પ્રાયઃ પ્રેમ છેડવો તે ઘણે અશક્ય છે. પછી રામે ધૈર્ય પકડીને તેમને કહ્યું-“હે મહા પુરૂષ ! તમે મને ઠીક જણાવ્યું. રાજભક્ત પુરૂષ કેઈ બાબતમાં ઉપેક્ષા કરતા જ નથી. હું માત્ર સ્ત્રીને માટે આવે અપયશ સહન કરી શકીશ નહિ.” આવી પ્રતિજ્ઞા કરીને રામે તે અધિકારીઓને વિદાય કર્યા. તે રાત્રે રામ છાની રીતે ઘરની બહાર નીકળ્યા. તે તેખતે સ્થાને સ્થાને આ પ્રમાણે લેકેના મુખથી તે અપવાદ સાંભળવા લાગ્યા કે–“રાવણ સીતાને લઈ ગયે, સીતા ચિરકાળ તેના ઘરમાં રહ્યા, તથાપિ રામ તેને પાછી લાવ્યા અને હજુ તેને સતી માને છે. એ રાગી રાવણ તેને લઈ ગયે હતું, છતાં તેણે તેને ઉપભેગ કર્યો ન હોય એ કેમ બને?
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org