________________
સર્ગ ૮ મ ] સીતાને સગર્ભા જાણી તેની પત્નીઓને થયેલી ઈર્ષા [ ૧૫૧ વિમળ અને અભયવતીને પુત્ર સત્યકાર્તિક નામે હતે. રામને ચાર રાણીઓ હતી. તેમનાં સીતા, પ્રભાવતી, રતિનિભા અને શ્રીદામા એવાં નામ હતાં.
એક વખતે સીતા ઋતુસ્નાન કરીને સૂતા હતાં, એ સમયે રાત્રિને અંતે સ્વપ્નમાં બે અષ્ટાપદ પ્રાણીને વિમાનમાંથી ચવીને પિતાના મુખમાં પ્રવેશ કરતાં તેણે જોયાં. તેણે તે સ્વપ્ન રામને કહ્યું, એટલે રામ બેલ્યા-દેવી! તમારે બે વીર પુત્ર થશે, પણ વિમાનમાંથી બે અષ્ટાપદ પ્રાણી ચવ્યા એવું જે તમે દીઠું, તેથી મને હર્ષ થ નથી.” જાનકી બેલ્યાં-“હે પ્રભુ! ધર્મના અને તમારા માહાસ્યથી બધું શુભ જ થશે.” તે દિવસથી સીતાએ ગર્ભ ધારણ કર્યો. સીતા પ્રથમ પણ રામને અતિ પ્રિય હતાં, તે ગર્ભધારણ કર્યા પછી વિશેષ પ્રિય થયાં અને રામના નેત્રને આનંદકારક ચંદ્રિકા તુલ્ય જણાવા લાગ્યાં.
સીતાને સગર્ભા જાણી તેની પત્નીઓને ઈર્ષ્યા ઉત્પન્ન થઈ, તેથી તે કપટી સ્ત્રીઓએ સીતાને કહ્યું કે “રાવણનું રૂપ કેવું હતું તે આલેખીને બતાવે.” સીતા બોલ્યાં, “મેં રાવણનાં સર્વ અંગ જોયાં નથી, માત્ર તેના ચરણ જોયેલા છે, તેથી હું તેને શી રીતે આલેખી બતાવું!” સપત્નીઓ બેલી-“તેના ચરણ પણ આલેખી બતાવે, અમને તે જોવાનું ઘણું કૌતુક છે.” સપત્નીઓના આગ્રહથી પ્રકૃતિએ સરલ એવાં સીતાએ રાવણના ચરણ આલેખ્યાં. તે સમયે અકસ્માતું રામ ત્યાં આવી ચડ્યા, એટલે તત્કાળ તેઓ બોલી ઊઠી–“સ્વામી! જુઓ, તમારી પ્રિયા સીતા અદ્યાપિ રાવણને સંભારે છે. હે નાથ! જુઓ આ સીતાએ પોતે રાવણના બે ચરણ આલેખ્યા છે. હજુ સીતા તેની જ ઈચ્છા કરે છે તે આપ ધ્યાનમાં રાખજે.” તે જોઈ રામે ગંભીરપણાથી મોટું મન રાખ્યું, અને સીતા દેવીથી ન જણાય તેમ ત્યાંથી તત્કાળ પાછા વળી ગયા. સીતાના દેશને સપનીઓએ પિતાની દાસીઓ દ્વારા લેકમાં પ્રકાશ કર્યો, તેથી લેકે પણ પ્રાચે તેને અપવાદ બાલવા લાગ્યાં.
અન્યદા વસંતઋતુ આવી, એટલે રામે સીતા પાસે આવીને કહ્યું કે-“હે ભદ્ર! તમે ગર્ભથી બેદિત છે, તેથી તમને વિનાદ કરાવવા ઈચ્છતી હોય તેમ આ વસંતલક્ષમી આવેલી છે. બકુલ વિગેરે વૃક્ષે સ્ત્રીઓના દેહદથીજ વિકાસ પામે છે, માટે ચાલે આપણે મહેંદ્રોદય ઉધાનમાં ક્રીડા કરવા જઈએ.” સીતા બોલ્યાં–“સ્વામી! મને દેવાર્ચન કરવાનો દેહદ થયે છે, તે ઉદ્યાનના વિવિધ પ્રકારના સુગંધી પુષ્પથી પૂર્ણ કરે.” રામે તત્કાળ અતિ શ્રેષ્ઠ પ્રકારે દેવાર્ચન કરાવ્યું. પછી પરિવાર સહિત સીતાને લઈને મહેદ્રોદય ઉદ્યાનમાં ગયા. ત્યાં રામે સુખે બેસીને જેમાં અનેક નગરજને વિચિત્ર કીડા કરે છે અને જે અહંતની પૂજાથી વ્યાપ્ત છે એવા વસંતોત્સવને જે, એ સમયે સીતાનું જમણું નેત્ર ફરકયું, એટલે સીતાએ શંકાથી તે રામને જણાવ્યું. “આ ચિન્હ સારૂં નથી' એવું રામે કહ્યું, તેથી સીતા બેલ્યાં“શું મારા રાક્ષસહીપના નિવાસથી હજુ દૈવને સંતેષ થયે નથી? શું હજુ નિર્દય દૈવ મને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org