Book Title: Trishasti Shalaka Purusa Caritra Part 3
Author(s): Hemchandracharya, Kunvarji Anandji Shah
Publisher: Jain Prakashak Mandal Ahmedabad
View full book text
________________
૧૫૦ ] સુનંદાદિ મહર્ષિઓને પ્રભાવ
[ પર્વ ૭ મું સપ્તર્ષિઓના પ્રભાવથી પિતાનો દેશ નિરોગી થયો છે, એવા ખબર સાંભળી શત્રુઘ પણ કાર્તિકી પૂર્ણિમાએ મથુરામાં આવ્યા. શત્રુદને તેમની પાસે આવી વંદના કરીને કહ્યું કે-“હે મહાત્મા ! તમે મારે ઘરેથી ભિક્ષા ગ્રહણ કરો.' મુનિ બોલ્યા-“સાધુઓને રાજપિંડ કલ્પ નથી.” શત્રુદને ફરીથી કહ્યું-“હે સ્વામી! તમે મારા અત્યંત ઉપકારી છે. તમારા પ્રભાવથી મારા દેશમાં ઉત્પન્ન થયેલે દૈવિક રોગ શાંત થયો છે, હવે લોકોના અનુગ્રહને માટે હજુ અહીં થોડો વખત રહે. કેમકે આપની બધી પ્રવૃત્તિ પરોપકારને માટેજ છે.” મુનિએ બેલ્યા- “વર્ષાકાળ નિગમન થયો છે, માટે હવે તે અમે તીર્થયાત્રા નિમિત્તે વિહાર કરીશું. મુનિઓ એક ઠેકાણે સ્થિર રહેતા જ નથી. તમે આ નગરીમાં ઘરે ઘરે આહંતબિંબ કરા એટલે પછી કદિ પણ કઈને વ્યાધિ થશે નહિ.” આ પ્રમાણે કહી સપ્તર્ષિઓ ત્યાંથી ઉડી અન્યત્ર ગયા. શત્રુને પ્રતિગૃહે જિનબિંબે કરાવ્યાં, જેથી સર્વ લેક નિરેગી થયા. વળી મથુરાપુરીની ચારે દિશાઓમાં તેણે તે સપ્તર્ષિઓની રત્નમય પ્રતિમાઓ કરાવીને સ્થાપના કરી.
એ સમયમાં વૈતાઢયગિરિની દક્ષિણ એણિના આભૂષણરૂપ રત્નપુર નામના નગરમાં રત્નરથ નામે રાજા હતા. તેને ચંદ્રમુખી નામે રાણી હતી. તેની કુક્ષિથી મનેરમા નામે
એક પુત્રી થઈ રૂપથી પણ મને રમા એવી તે કન્યા અનુક્રમે યૌવનવતી થઈ એટલે આ કન્યા કોને આપવી” એ રાજા વિચાર કરતા હતા, તેવામાં અકસ્માત નારદ ત્યાં આવી ચડયા. તેમણે કહ્યું-“આ કન્યા લક્ષમણને એગ્ય છે.” તે સાંભળી ગોત્રāરના કારણથી રત્નરથના પુત્રોને કપ ચડ્યો, એટલે તેમણે બ્રગુટીની સંજ્ઞાથી સેવકેને આજ્ઞા કરી કે-આ વિટ પુરૂષને મારો.” મારવાની ઈચ્છાએ ઉઠતા સેવકને જાણીને બુદ્ધિમાન નારદ પક્ષીની જેમ ત્યાંથી ઉડીને લક્ષ્મણની પાસે આવ્યા, અને તે કન્યાને પટમાં આલેખી લમણુને બતાવી. પછી પિતાને સર્વ વૃત્તાંત વિશેષ રીતે તેમણે લમણને જણાવ્યો. કન્યાનું રૂપ જોઈ લક્ષમણને અનુરાગ થયે, એટલે ક્ષણવારમાં રાક્ષસે અને વિદ્યાધરોથી પરવરેલા લક્ષ્મણ રામને લઈને ત્યાં આવ્યા. લક્ષ્મણે ક્ષણવારમાં રત્નરથને જીતી લીધે, એટલે તેણે રામને શ્રીદામા અને લક્ષમણને મનેરમાં કન્યા આપી. પછી રામલક્ષમણ વૈતાથગિરિની આખી દક્ષિણ એણિને જીતી લઈને અધ્યામાં આવ્યા અને સુખેથી રાજ્ય પાળવા લાગ્યા.
લક્ષમણને સોળહજાર સ્ત્રીઓ થઈ તેમાં વિશલ્યા, રૂપવતી, વનમાળા, કલ્યાણમાળા, રત્નમાળા, જિતપવા, અભયવતી અને મનેરમ એ આઠ પટ્ટરાણીઓ થઈ. તેને અઢીસે પુત્રો થયા. તેમાં આઠ પટ્ટરાણના આઠ પુત્રો મુખ્ય હતા. તે આ પ્રમાણે-વિશલ્યાનો પુત્ર શ્રીધર, રૂપવતીને પુત્ર પૃથિવીતિલક, વનમાળાને પુત્ર અર્જુન, જિતપદ્માને પુત્ર શ્રીકેશી, કલ્યાણમાળાને પુત્ર મંગળ, મનોરમાને પુત્ર સુપાશ્વકીતિ, રતિમાળાનો પુત્ર
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org