________________
૧૪૮] શત્રુને પૂર્વભવ
[ પર્વે ૭ મું મથુરા લેવાનો આગ્રહ કેમ થયે?” દેશભૂષણ મુનિ બેલ્યા–“શત્રુનનો જીવ મથુરામાં અનેકવાર ઉત્પન્ન થયેલું છે. એક વખતે તે શ્રીધર નામે બ્રાહ્મણ થયું હતું. તે રૂપવાન અને સાધુઓને સેવક હતે. અન્યદા તે માર્ગે ચાલ્યું જતું હતું, તેવામાં રાજાની મુખ્ય રાણી લલિતાએ તેને દીઠે, એટલે તેની ઉપર રાગ ઉત્પન્ન થતાં તેણે તેને કામક્રીડાની ઈચ્છાથી પોતાની પાસે બોલાવ્યો. તે સમયે અકસ્માત રાજા આવી ચડ્યા. તેને જોઈ લલિતા ક્ષોભ પામી, એટલે તત્કાળ તેણે “આ ચેર” એવો પિકાર કર્યો. રાજાએ તેને પકડી લીધો. રાજાના આદેશથી તેને રાજસેવકો વધસ્થાને લઈ ગયા. તે વખતે તેણે વ્રત લેવાની પ્રતિજ્ઞા કરી, એટલે કલ્યાણ નામના મુનિએ તેને છોડાવ્યું. મુક્ત થયા પછી તરત જ તેણે દીક્ષા લીધી, અને તપસ્યા કરીને દેવલેકમાં ગયે. ત્યાંથી ચવીને મથુરાપુરીમાં ચંદ્રપ્રભ રાજાની રાણી કાંચનપ્રભાની કુક્ષીથી તે અચલ નામે પુત્ર થયો. તે ચંદ્રપ્રભ રાજાને ઘણે પ્રિય છે. તેને ભાનુપ્રભ વિગેરે બીજા આઠ અગ્રજ સપન્ન બંધુઓ હતા. તેઓએ જાણ્યું કે આ રાજાને પ્રિય છે માટે એ જ રાજા થશે, તેથી તેમ ન થવા દેવી માટે તેને મારવાનો તેઓએ આરંભ કર્યો. તે વિચાર મંત્રીના જાણવામાં આવતાં તેણે અચલને ખબર આપ્યા, એટલે અચલ ત્યાંથી નાસી ગયે. વનમાં ભમતાં તેને એક મોટો કાંટો વાગે. તેની પીડાથી તે આકંદ કરવા લાગ્યો. હવે શ્રાવસ્તી નગરીનો રહેનાર અને પિતાના કાઢી મૂકવાથી વનસાં આવેલે અંક નામે કઈ પુરૂષ માથે ઇંધણનો ભારો લઈને જતે હો તેણે તે અચલને દીઠે, એટલે કાઇને ભારે નીચે મૂકી તેણે તેના પગમાંથી કાંટે કાઢ્યો. અચલ હર્ષ પામી તેના હાથમાં કાંટે આપી બોલ– “હે ભદ્ર! તમે બહુ સારું કર્યું. હવે જ્યારે તમે સાંભળે કે મથુરાપુરીમાં અચલ રાજા થયેલ છે, ત્યારે તમે ત્યાં આવજે. તમે મારા પરમ ઉપકારી છે.” પછી અચલ ત્યાંથી કૌશાંબી નગરીએ ગયે. ત્યાં ઈંદ્રદત્ત રાજાને સિંહગુરૂની પાસે ધનુષ્યને અભ્યાસ કરતા તેણે દીઠા. પછી તેણે સિંહાચાર્ય અને ઇંદ્રદત્તને પિતાનું ધનુષ્યચાતુર્ય બતાવ્યું; તેથી હર્ષ પામેલા ઇંદ્રદત્તે તેને કેટલીક પૃથ્વી સાથે પિતાની દત્તા નામની પુત્રી અર્પણ કરી પછી સૈન્યનું બળ પ્રાપ્ત થતાં તે અચલે અંગ વિગેરે કેટલાક દેશે સાધી લીધા.
એક વખતે તે સૈન્ય લઈને મથુરાપુરી આવ્યો. ત્યાં પિતાના સત્ન બંધુઓની સાથે તેણે યુદ્ધ કર્યું, અને છેવટે ભાનુપ્રભ વિગેરે આઠે બંધુઓને પકડીને બાંધી લીધા. તેમને છોડાવવાને માટે ચંદ્રપ્રભ રાજાએ મંત્રીઓને મોકલ્યા; એટલે અચલે મંત્રીઓની આગળ પિતાનો બધે વૃત્તાંત કહ્યો. મંત્રીઓએ સત્વર જઈને તે ચંદ્રપ્રભ રાજાને કહ્યો. તે સાંભળી હર્ષ પામેલા ચંદ્રપ્રભે મહત્સવ પૂર્વક અચલને નગરીમાં પ્રવેશ કરાવ્યું. અનુક્રમે તે સૌથી નાનો છતાં રાજાએ તેને રાજ્ય ઉપર બેસાર્યો, અને ભાનુપ્રભ વિગેરેને કાઢી મૂકવા માંડયા, ત્યારે અચલે તેમને માંડમાંડ ૨ખાવ્યા અને પોતાના અદષ્ટ સેવકો કર્યા. એક વખતે
* ઓરમાન માતાથી થયેલા મોટા ભાઈઓ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org