Book Title: Trishasti Shalaka Purusa Caritra Part 3
Author(s): Hemchandracharya, Kunvarji Anandji Shah
Publisher: Jain Prakashak Mandal Ahmedabad
View full book text
________________
૧૪૬]
ભરતે લીધેલ દીક્ષા
[૫ ૭ મું આ પ્રમાણે પિતાના પૂર્વ ભવ સાંભળી ભારતે અધિક વિરક્ત થઈ એક હજાર રાજાઓની સાથે દીક્ષા લીધી, અને અનુક્રમે મોક્ષે ગયા, હજાર રાજાઓ પણ ચિરકાળ વ્રત પાળી, વિવિધ પ્રકારની લબ્ધિઓ મેળવીને તેના સદશ પદ (મોક્ષ)ને પ્રાપ્ત થયા. ભવનાલંકાર હાથી વૈરાગ્યથી વિવિધ પ્રકારનાં તપ કરી પ્રાંતે અનશન અંગીકાર કર મૃત્યુ પામીને બ્રહાદેવલોકમાં દેવતા થયે. ભારતની માતા કૈકેયી પણ વ્રત લઈ નિષ્કલંકપણે પાળીને અવ્યયપદને પામી.
ભરતે જ્યારે દીક્ષા લીધી, ત્યારે અનેક રાજાઓએ, પ્રજાએ, ખેચરએ ભક્તિથી રાજ્યાભિષેકને વાસ્તે રામની પ્રાર્થના કરી. રામે તેમને આજ્ઞા કરી કે “આ લક્ષમણ વાસુદેવ છે, માટે તેને રાજ્યાભિષેક કરે.” તેઓએ તત્કાળ તેમ કર્યું, અને રામને પણ બલદેવપણાને અભિષેક કર્યો. પછી તે આઠમા બલદેવ અને વાસુદેવ ત્રણ ખંડ ભારતના રાજ્યનું પાલન કરવા લાગ્યા.
રામે વિભીષણને ક્રાગત રાક્ષસદ્ધીપ, સુગ્રીવને કપિદ્વીપ, હનુમાનને શ્રીપુર, વિરાધને પાતાળલંકા, નીલને ઋક્ષપુર, પ્રતિસૂર્યને હનુપુર, રત્નજીને દેવો પગીત નગર અને ભામંડલને વૈતાઢવ્યગિરિ ઉપરનું રથનૂપુર નગર આપ્યું, બીજાઓને પણ જુદા જુદા દેશ આપીને રામે શત્રુનને કહ્યું કે “હે વત્સ! જે દેશ તને રૂચે તે સ્વીકાર. શત્રુને માંગણી કરી કે “આર્ય! મને મથુરાનગરી આપો.” રામ બોલ્યા-વત્સ! તે મથુરાપુરી દુઃસાધ્ય છે. કારણ કે ત્યાં મધુ નામે રાજા રાજ્ય કરે છે, તેને પૂર્વે ચમરેંદ્ર એક ત્રિશૂળ આપ્યું છે, તે દૂરથી જ શત્રુઓના સર્વ સૈન્યને હણીને પાછું તેના હાથમાં આવે છે.” શત્રુન બોલ્યા- “હે દેવ ! તમે રાક્ષસકુળને નાશ કરનાર છે અને હું તમારો ભાઈ છું, તે મારી સાથે યુદ્ધ કરતા તે મધુનું રક્ષણ કરનાર કેણ છે? માટે મને મથુરા આપે, હું મારી જાતે ઉત્તમ વૈદ જેમ
વ્યાધિને ઉપાય કરે તેમ તે મધુરાજાને ઉપાય કરીશ.” શત્રુનને આવો અતિ આગ્રહ જાણી રામે કહ્યું-“ભાઈ! જ્યારે તે ત્રિશૂળરહિત હાઈ પ્રમાદમાં પડ્યો હોય ત્યારે તેની સાથે તારે યુદ્ધ કરવું. આવી સૂચના કરીને રામે તેને અક્ષય બાણવાળાં બે ભાથાં આપ્યાં, અને કૃતાંતવદન નામના સેનાપતિને સાથે જવાની આજ્ઞા કરી. પરમવિજયની આશા રાખનારા લક્ષ્મણે અગ્નિમુખ બાણે અને પિતાનું અર્ણવાવર્ત ધનુષ્ય આપ્યું. પછી શત્રુન નિરંતર પ્રયાણ કરતાં મથુરા તરફ ચાલ્યા. કેટલેક દિવસે મથુરાનગરી પાસે આવીને નદીને કાંઠે અવસાન કર્યો. ત્યાં રહીને પ્રથમ ગુપ્તપણે ચાર ગુપ્તચરે મેકલ્યા. તેઓએ પાછા આવી શત્રુધ્ધને કહ્યું કે “મથુરાની પૂર્વ દિશામાં એક કુબેરોદ્યાન છે, ત્યાં અત્યારે મધુરાજા ગયેલ છે, અત્યારે ત્યાં પિતાની જયંતી રાણીની સાથે ક્રીડા કરે છે, તેનું ત્રિશૂળ હાલ શસ્ત્રાગારમાં છે, તેથી આ સમય યુદ્ધ કરવાનો છે.” પછી છળ જાણનાર શત્રુદને રાત્રે મથુરામાં પ્રવેશ કર્યો, અને ઉધાનમાંથી પાછા વળીને નગરમાં પ્રવેશ કરવા આવતા મધુરાજાને પિતાના લશ્કર વડે માર્ગમાં રૂં.
* ખબર લાવનારા સેવકે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org