________________
[૯૫
સર્ગ પ મ ]
જટાયુ પક્ષીને પૂર્વભવ. શરીર અનેક પ્રકારના રત્નની પ્રભાવાનું થયું. તેના મસ્તક ઉપ૨ રત્નાકુરની શ્રેણ સમાન જટા દેખાવા લાગી, તેથી તે પક્ષીનું જટાયુ એવું નામ ત્યારથી પ્રસિદ્ધ થયું.
તે વખતે રામે તે મુનિને પૂછયું કે- ગીધ પક્ષી માંસ ભક્ષણ કરનાર અને માઠી બુદ્ધિવાળા હોય છે, છતાં આ ગીધ પક્ષી તમારા ચરણમાં આવીને શાંત કેમ થઈ ગયે? વળી હે ભદંત! આ પક્ષી પ્રથમ અત્યંત વિરૂપ હતા, તે ક્ષણવારમાં આવો સુવર્ણ રત્નની કાંતિવાળે કેમ થઈ ગ?” સુગુપ્ત મુનિ બોલ્યા-અહીં પૂર્વે કુંભકારકટ નામે એક નગર હતું, ત્યાં દંડક નામે આ પક્ષી રાજા હતા. તે સમયમાં શ્રાવસ્તી નગરીમાં જિતશત્રુ નામે રાજા હતા. તેને ધારણું નામે પત્ની કુંદક નામે પુત્ર અને પુરંદર્યશા નામે એક પુત્રી હતી. તે પુત્રીને કુંભકારકટ નગરનો પતિ દંડક રાજા પર હતો. એક વખતે દંડક રાજાએ કઈ કાર્યને માટે જિતશત્રુ રાજાની પાસે પાલક નામના એક બ્રાહ્મણ જાતિના દૂતને મેક. પાલક ત્યાં આવ્યું તે વખતે જિતશત્રુ રાજા જૈનધર્મની ગોષ્ઠીમાં તત્પર હતું, તેથી તે દુષ્ટ બુદ્ધિવાળે પાલક જૈનધર્મને દૂષિત કરવા લાગ્યું. તે સમયે એ દુરાશય અને મિથ્યાદથી પાલકને સકંદકકુમારે સભ્યસંવાદપૂર્વક યુક્તિ વડે નિરૂત્તર કરી દીધે; એટલે સભ્ય જનોએ તેનું બહુ ઉપહાસ્ય કર્યું, તેથી પાલકને સ્કંદક ઉપર અત્યંત ક્રોધ ચડ્યો. અન્યદા રાજાએ વિદાય કરવાથી તે કુંભકારકટ નગરે ગયે.
અનુક્રમે સ્કંદ, વિરક્ત થઈ પાંચ રાજપુત્રોની સાથે મુનિસુવ્રત પ્રભુની પાસે દીક્ષા લીધી. એકદા તેમણે પુરંદરયશાને તથા તેના પરિવારને બેધ આપવાને માટે કુંભકારકટ નગરે જવા સારૂ પ્રભુની આજ્ઞા માગી. પ્રભુ બોલ્યા- ત્યાં જવાથી પરિવાર સહિત તમને મરણાંત ઉપસર્ગ થશે.” &દક મુનિએ ફરીવાર મુનિસુવ્રત સ્વામીને પૂછ્યું-“હે ભગવન્! અમે તેમાં આરાધક થઈશું કે નહીં?” પ્રભુ બેલ્યા–“તમારા વિના સર્વે આરાધક થશે.” સકંદકે કહ્યું કે-“તે મારે બધું પૂર્ણ થયું એમ હું માનીશ.” આ પ્રમાણે કહી કંઇક મુનિએ પરિવાર સાથે ત્યાંથી વિહાર કર્યો. પાંચ મુનિઓની સાથે વિહાર કરતાં કરતાં સકંદકાચાર્ય અનુક્રમે કુંભકારકટ પુર સમીપે આવ્યા. તેને દૂરથી જોતાંજ ક્રૂર પાલકે પોતાના પૂર્વ પરાભવનું સ્મરણ કરીને તત્કાળ સાધુને ઉપયોગી એવાં ઉદ્યાનમાં જઈને પૃથ્વીમાં શસ્ત્રો દાટયાં. તેમાંના એક ઉદ્યાનમાં સ્કંદકાચાર્ય સમોસર્યા. દંડક રાજા પરિવાર સહિત તમને વાંદવાને આવ્યો. કંદકાચાર્યે દેશના આપી. તે સાંભળી ઘણા લેક હર્ષ પામ્યા. દેશનાને અંતે હર્ષિત થયેલે દંડક રાજા ઘેર આવ્યા.
તે અવસરે પેલા દુષ્ટ પાલકે એકાંતમાં લઈ જઈને રાજાને કહ્યું કે “આ કંઇક મુનિ લગભક્ત છે, તેમજ પાખંડી છે, એ મહાશઠ મુનિ હજાર હજાર હૈદ્ધાઓની સાથે યુદ્ધ કરી શકે તેવાં સહસ્રોધી મુનિવેષધારી પુરૂષોને સાથે લઈ તેના વડે તમને મારીને તમારું રાજય લેવા માટે અહીં આવેલા છે. આ ઉદ્યાનમાં એ મુનિવેષધારી સુભટેએ પિતાપિતાના સ્થાનમાં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org