Book Title: Trishasti Shalaka Purusa Caritra Part 3
Author(s): Hemchandracharya, Kunvarji Anandji Shah
Publisher: Jain Prakashak Mandal Ahmedabad
View full book text
________________
૧૩૦ ]
રામ વિગેરેના વિજય
[ પ ૭મું
છેડી દે, પ્રસન્ન થઈ ને મારૂ વચન માન. અરે દશાનન ! હું મૃત્યુના ભયથી કે રાજ્યના લેાભથી રામની પાસે આવ્યા નથી, પણ માત્ર અપવાદના ભયથીજ આવ્યા છું, તેથી જે તું સીતાને પાછી અણુ કરી તે અપવાદ ટાળી નાંખે તે હું રામને છેડીને તરતજ તારા આશ્રય કરૂ'. '' તેનાં આવાં વચન સાંભળીને રાવણુ ક્રોધથી એસ્થેા−‘ અરે દુર્બુદ્ધિ અને કાતર વિભીષણુ ! શું તું અદ્યાપિ મને ખીવરાવે છે ? મેં તે માત્ર ભ્રાતૃહત્યાના ભયથીજ તને આ પ્રમાણે કહ્યું હતું, ખીજો કાંઈ હેતુ નહોતા. ' આવી રીતે કહીને રાવણે તરતજ ધનુષ્યનું આસ્ફાલન કર્યુ. વિભીષણુ એક્સ્ચે—‘મે' પણ ભ્રાતૃહત્યાના ભયથીજ આ પ્રમાણે કહેલું છે; મારે પણ ખીજો કાંઈ હેતુ નથી.' એમ કહી વિભીષણે પશુ ધનુષ્યનું આસ્ફાલન કર્યું. પછી વિચિત્ર પ્રકારનાં અસ્ત્રાને ખેચતા અને નિરંતર વર્ષાવતા તે બંને ભાઈ એ ઉદ્ધૃતપણે યુદ્ધ કરવાને પ્રવર્યાં.
તે વખતે ઇંદ્રજિત, કુંભકણુ અને ખીજા રાક્ષસે પણ જાણે યમરાજના કિંકર હાય તેમ સ્વામીભક્તિથી ત્યાં ઢાડી આવ્યા. કુંભકર્ણે સામે રામ, ઇંદ્રજીત સામે લક્ષ્મણ, સિંહ ઘનની સામે નીલ, ઘટેદર સામે દુષ, દુમ`તિની સામે સ્વયંભૂ, શંભુની સામે નીલ, મય રાક્ષસની સામે 'ગઢ, ચંદ્રનખની સામે સ્કંદ, વિદ્મની સામે ચંદ્રોદરને પુત્ર, કેતુની સામે ભામડલ, જખૂમાલીની સામે શ્રીદત્ત, કુંભકના પુત્ર કુંભની સામે હનુમાન, સુમાલીની સામે સુગ્રીવ, ધૂમ્રાક્ષની સામે કું અને સારણુ રાક્ષસની સામે વાળીના પુત્ર ચંદ્રરશ્મિ-એવી રીતે ખીજા રાક્ષસેાની સામે ખીજા કપિ સમુદ્રમાં મગર સાથે મગરની જેમ ઊંચે પ્રકારે યુદ્ધ કરવા લાગ્યા. આ પ્રમાણે ભય કરથી પશુ ભય કર એવું યુદ્ધ ચાલતાં ઇંદ્રજિતે ક્રોધ કરીને લક્ષ્મણુની ઉપર તામસ અસ્ર મૂકયુ. શત્રુને તાપ કરનારા લક્ષ્મણે અગ્નિ જેમ મીણના પડને ગાળી નાંખે તેમ પવનાસવડે તે અને ગાળી નાંખ્યું. પછી ક્રોધથી ઇંદ્રજિત ઉપર લક્ષ્મણે નાગપાશાસ્ત્ર મૂકયુ; જેથી જલમાં હસ્તી જેમ ત ંતુથી બંધાય તેમ તેનાથી ઇંદ્રજિત બંધાઈ ગયે. નાગાસ્ત્રી જેનાં સર્વ અંગ રૂંધાયેલાં છે એવા ઇંદ્રજિત વાની જેમ પૃથ્વીને ફાડી નાંખતે નીચે પડયો; એટલે લક્ષ્મણુની આજ્ઞાથી વિરાધે તેને ઉપાડીને પેાતાના રથમાં નાંખ્યા અને કારાગ્રહના રક્ષકની જેમ સત્વર પેાતાની છાવણીમાં લઈ ગયેા. રામે પણ નાગપાશથી કુંભકર્ણ ને માંધી લીધા, અને રામની આજ્ઞાથી ભામડલ તેને છાવણીમાં લઈ ચેા. બીજા પણ મેઘવાહન વિગેરે ચદ્ધાઓને રામના સુભટા બાંધી બાંધીને પેાતાની છાવણીમાં લઈ ગયા.
આ ખનાવ જોઇ રાવણે ક્રોધ અને શેકથી આકુલ થઈ વિભીષણની ઉપર જયલક્ષ્મીના મૂળ જેવું ત્રિશૂળ નાંખ્યું. તેને લક્ષ્મણે પોતાના તીક્ષ્ણ ખાણેાથી કદલી ખંડની જેમ અંતરાળમાંથીજ કણેકણુ વિશ કરી નાંખ્યું. પછી વિજયાથી એવા રાવણે ધરણેન્દ્રે આપેલી અમેઘવિજયા નામની શક્તિને હાથમાં લીધી, અને ધગ ધગ શબ્દ પ્રજ્વલિત થતી તેમજ તડ તડ શબ્દ કરતી શક્તિને પ્રલય કાળના મેઘની વિદ્યુલેખાની જેમ તેણે આકાશમાં ભમાડવા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org