Book Title: Trishasti Shalaka Purusa Caritra Part 3
Author(s): Hemchandracharya, Kunvarji Anandji Shah
Publisher: Jain Prakashak Mandal Ahmedabad
View full book text
________________
સર્ગ ૭મ ]. રાવણે સાધેલી બહુરૂપા વિદ્યાની સિદ્ધિ
[૧૩૭ રસથી લેતું પણ સુવર્ણ નથી થતું? હે પ્રભુ! તમારા ચરણકમળમાં પ્રણામથી અને તમારી સામે નિત્ય ભૂમિપર આલેટવાથી મારા લલાટ ઉપર તમારાં કિરણની પંક્તિ શૃંગારતિલકરૂપ થાઓ. હે પ્રભુ! તમને ઉપહાર કરેલાં પુષ્પગંધાદિક પદાર્થો વડે સદા મારી રાજ્યસંપત્તિરૂપ વેલીનું ફળ મને પ્રાપ્ત થજો. હે જગત્પતિ! તમને વારંવાર એજ પ્રાર્થના કરૂં છે કે મને ભવે ભવમાં તમારી અત્યંત ભક્તિ પ્રાપ્ત થશે.
આ પ્રમાણે શ્રી શાંતિનાથની સ્તુતિ કરીને અક્ષમાળાને ધારણ કરનારા રાવણે પ્રભુની સામે રત્નશિલા પર બેસીને તે વિદ્યા સાધવાનો આરંભ કર્યો. મંદદરીએ યમદંડ નામના દ્વારપાળને કહ્યું કે “સર્વ પુરીજન આઠ દિવસ સુધી જૈનધર્મમાં તત્પર રહે એમ કહે અને જે એવું નહિ કરે તેને વધ કરવામાં આવશે. આ પ્રમાણે લંકાપુરીમાં પડહ વગડાવ.' મદદરીના આદેશથી દ્વારપાળે તે પ્રમાણે આખી લંકાનગરીમાં પડહ વગડાવી આઘેષણ કરાવી. આ ખબર બાતમીદારોએ આવીને સુગ્રીવને કહી. સુગ્રીવે રામભદ્રને કહ્યું કે-હે પ્રભુ!
જ્યાં સુધી રાવણ બહુરૂપ વિદ્યા સાથે નહિ ત્યાં સુધીમાં તેને સાધ્ય કરી લેવો સારો છે, કેમકે ત્યાં સુધી જ તે સાધ્ય છે.” રામે હસીને કહ્યું કે-“ધ્યાનપરાયણ અને શાંત રાવણને હું શી રીતે ગ્રહણ કરૂં? હું તેના જે છળી નથી.” રામનાં આવાં વચન સાંભળી તેનાથી છાના અંગદ વિગેરે કપિવીરે શાંતિનાથના ચૈત્યમાં રહેલા લંકાપતિને વિદ્યાથી ભ્રષ્ટ કરવાને માટે ત્યાં ગયા. તેઓએ ઉશૃંખલપણે તેને વિવિધ પ્રકારના ઉપસર્ગો કર્યા, તથાપિ રાવણ જરા પણ ધ્યાનથી ચલિત થશે નહિ. અંગદે કહ્યું-“અરે રાવણ! તે શરણરહિત થઈ રામથી ભય પામીને આ શું પાખંડ આરંળ્યું છે? તે અમારા સ્વામીની પરોક્ષમાં મહા સતી સીતાનું હરણ કર્યું છે, અને અમે તે આ તારી પત્ની મંદદરીનું તારી નજરે જ હરણ કરીએ છીએ.” આ પ્રમાણે કહીને ઘણા રોષવાળા તેણે અનાથ ટીટોડીની જેમ કરૂણસ્વરે રૂદન કરતી મદેદરીને કેશવડે ખેંચી, તથાપિ ધ્યાનમાં લીન થયેલા રાવણે તેની સામું પણ જોયુ નહિ. તે સમયે આકાશને પ્રકાશિત કરતી બહુરૂપ વિદ્યા પ્રગટ થઈ વિદ્યા બેલી–“અરે રાવણ! હું તને સિદ્ધ થઈ છું, કહે હવે શું કાર્ય કરું? હું બધું વિશ્વ પણ તારે વશ કરી આપી શકું તે પછી આ રામભદ્ર અને લક્ષમણ તો કોણ માત્ર છે.” રાવણે કહ્યું-“હે વિદ્યા! તારાથી સર્વ વાત સિદ્ધ થાય તેમ છે, પણ જે કાળે હું સ્મરણ કરૂં તે વખતે તું આવજે, હાલ તે સ્વસ્થાને જા”. પછી તેનું કહેલું લક્ષમાં લઈને વિદ્યા અંતર્ધાન થઈ ગઈ અને સર્વ વાનરો પવનની જેમ ઉડીને પિતાની છાવણીમાં આવ્યા.
રાવણે મંદોદરી અને અંગદને સર્વ વૃત્તાંત સાંભળે એટલે તત્કાળ તેણે અહંકારગર્ભિત હુંકાર શબ્દ કર્યો. પછી સ્નાનજન કરીને તે દેવરમણ ઉદ્યાનમાં ગયો અને સીતાને કહ્યું“અરે સુંદરી! મેં લાંબો વખત તારો અનુનય કર્યો. હવે નિયમભંગની બીક છોડી દઈ, તારા પતિ અને દિયરને મારીને હું તારી સાથે બલાત્કારે ક્રીડા કરીશ.” આવી રાવણની વિષમય વાણી સાંભળીને રાવણની આશાની જેમ જાનકી મૂછ ખાઈ ભૂમિપર પડ્યાં. થોડીવારે કિંચિત C - 18
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org