Book Title: Trishasti Shalaka Purusa Caritra Part 3
Author(s): Hemchandracharya, Kunvarji Anandji Shah
Publisher: Jain Prakashak Mandal Ahmedabad
View full book text
________________
૧૪૨] રામને અધ્યાપુરીમાં પ્રવેશ
[ પર્વ ૭ મું “મારા પુત્ર રામ અને લક્મણ પિતાની આજ્ઞાથી મારી નુષા સીતાને સાથે લઈને વનમાં ગયા છે, ત્યાં સીતાનું હરણ થવાથી એ મહાભુજ પુત્રો લંકામાં ગયા, ત્યાં યુદ્ધમાં રાવણે શક્તિથી લક્ષ્મણને પ્રહાર કર્યો. તે શક્તિનું શલ્ય દૂર કરવા વિશલ્યાને ત્યાં લઈ ગયા. ત્યાર પછી વત્સ લક્ષ્મણ જીવ્યા કે શું થયું ? તે અમે જાણતા નથી.” આ પ્રમાણે કહીને હા વત્સ! એમ કરૂણ સ્વરે કહેતી અને સુમિત્રાને રોવરાવતી અપરાજિતા અત્યંત રૂદન કરવા લાગી. નારદ બોલ્યા-“તમે સ્વસ્થ થાઓ. તમારા પુત્રની પાસે હું જઈશ અને તેઓને અહીં લઈ આવીશ.” તેમની પાસે એવી પ્રતિજ્ઞા લઈને નારદ લેક પાસેથી ખબર મેળવી આકાશમાર્ગે ચાલતાં લંકામાં રામની પાસે આવ્યા. રામે સાકાર કરીને નારદને પૂછયું કે “તમે કેમ પધાર્યા છે ? ” એટલે તેમની માતાના દુઃખનું સર્વ વૃત્તાંત નારદે તેઓને કહી સંભળાવ્યું. તેથી દુઃખ પામેલા રામે વિભીષણને કહ્યું કે–“તમારી ભક્તિથી માતાના દુઃખને પણ ભૂલી જઈને અમે અહીં ઘણે કાળ રહ્યા, પણ હવે હે મહાશય! જ્યાં સુધી અમારા વિયોગદુઃખથી અમારી માતાઓ મૃત્યુ પામે નહિ ત્યાં સુધીમાં અમે સત્વર ત્યાં જઈશું, માટે અમને અનુમતિ આપે.” વિભીષણ નમસ્કાર કરીને બોલ્યા- “હે સ્વામી! હવે માત્ર સેળ દિવસ અહીં રહે, ત્યાં સુધીમાં હું મારા કારીગરોથી અધ્યાપુરીને રમણીય બનાવી આપું.” રામે તથાસ્તુ' એમ કહ્યું, એટલે વિભીષણે પિતાના વિદ્યાધર કારીગરોને મેકલીને અયોધ્યાપુરીને સેળ દિવસમાં સ્વર્ગપુરી જેવી બનાવી દીધી. રામે સત્કાર કરીને વિદાય કરેલા નારદ અધ્યામાં આવ્યા, અને તેમની માતાઓને પુત્રના આગમેત્સવના ખબર આપ્યા. પછી સેળમે દિવસે જાણે શકેંદ્ર ને ઈશાને એકત્ર થયા હોય તેમ રામ અને લક્ષમણ સર્વ અંતઃપુર સહિત પુષ્પક વિમાનમાં બેસીને અધ્યા તરફ ચાલ્યા.
વિભીષણ,સુગ્રીવ અને ભામંડલ પ્રમુખ રાજાઓથી અનુસરાએલા રામ ક્ષણવારમાં અધ્યાપુરી પાસે આવ્યા. પુષ્પક વિમાનમાં બેસીને આવતા બન્ને બંધને દૂરથી જોઈને ભરત શત્રુઘની સાથે ગજેન્દ્રપર બેસી સામા આવ્યા. ભરત નજીક આવ્યા, એટલે ઇંદ્રની આજ્ઞાથી પાલક વિમાનની જેમ રામની આજ્ઞાથી પુષ્પક વિમાન પૃથ્વી પર આવ્યું. પ્રથમ ભરત ઘરથી જ અનુજ બંધુ સાથે ગજેંદ્ર ઉપરથી ઉતર્યા, એટલે ઉત્કંઠિત એવા રામલક્ષ્મણ પણ પુષ્પક વિમાનમાંથી ઉતરી પડયા. પછી પગમાં પડેલા અને અર્થ સહિત લેનવાળા ભરતને ઊભા કરી રામ તેમના મસ્તક પર વારંવાર ચુંબન કરતા સતા તેને આલિંગન દઈને મળ્યા, અને ચરણમાં આલેટતા શત્રુઘને પણ ઉઠાડી પિતાના વસ્ત્રથી તેના શરીરને લુંછી આલિંગન કર્યું. ભરત ને શત્રુઘ લક્ષ્મણને નમ્યા, એટલે લક્ષ્મણે ભુજા પ્રસારીને સંભ્રમથી ગાઢ આલિંગન કર્યું પછી રામ ત્રણ અનુજ બંધુઓની સાથે પુષ્પક વિમાનમાં આરૂઢ થયા, અને પુષ્પક વિમાનને ત્વરાથી અધ્યામાં પ્રવેશ કરવાની આજ્ઞા આપી. આકાશમાં અને ભૂમિમાં વાજિંત્રો વાગતે સતે રામ અને
૧ પુત્રવધૂ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org