Book Title: Trishasti Shalaka Purusa Caritra Part 3
Author(s): Hemchandracharya, Kunvarji Anandji Shah
Publisher: Jain Prakashak Mandal Ahmedabad
View full book text
________________
2011
૧૪૦] ઇંદ્રજિત અને મેઘવાહનને પૂર્વભવ
[ પર્વ ૭ મું તેમના કેવળજ્ઞાનને મહિમા કર્યો. પ્રાતઃકાળે રામ, લક્ષ્મણ અને કુંભકર્ણ વિગેરેએ આવી તેમને વંદન કરીને ધર્મ સાંભળ્યો. દેશનાને અંતે ઈંદ્રજિત અને મેઘવાહને પરમ વૈરાગ્ય પામીને પિતાના પૂર્વ ભવ પૂછયા.
- મુનિ બેલ્યા–“આ ભરતક્ષેત્રને વિષે કૌશાંબી નગરીમાં તમે પ્રથમ અને પશ્ચિમ નામે બે નિર્ધન બંધુ હતા. એક વખતે ભવદત્ત નામના મુનિ પાસેથી ધર્મ સાંભળીને તમે વ્રત ગ્રહણ કર્યું અને કષાય શાંત કરીને વિહાર કરવા લાગ્યા. એક સમયે તે બને મુનિ ફરતાં ફરતાં પાછા કૌશાંબીમાં આવ્યા. ત્યાં વસંતોત્સવમાં ઈન્દ્રમુખી રાની સાથે ક્રીડા કરતે ત્યાંને રાજા નંદિઘોષ તેમના જેવામાં આવ્યું. તેને જોઈ પશ્ચિમ મુનિએ એવું નિયાણું બાંધ્યું કે “આ તપસ્યા કરવાથી આવી ક્રીડા કરનાર આ રાજા અને રાણીને જ હું પુત્ર થાઉં.” બીજા સાધુઓએ ઘણું વાર્યા તે પણ તે આવા નિયાણાથી નિવૃત્ત થયા નહિ, તેથી મરણ પામીને તે પશ્ચિમ મુનિ રતિવન નામે તેમના પુત્ર થયા. અનુક્રમે યૌવનવયને પ્રાપ્ત થયેલ અને રાજા થયેલ રતિવર્લ્ડન પિતાની જેમ રમણીઓથી વીંટાઈને વિવિધ પ્રકારની ક્રીડા કરવા લાગ્યું. પ્રથમ નામના મુનિ મૃત્યુ પામીને નિયાણારહિત તપના મેગે પાંચમા ક૯૫માં પરમદ્ધિક દેવ થયા. અવધિજ્ઞાનથી પિતાના ભાઈ પશ્ચિમને કૌશાંબી નગરીમાં રાજાપણે ઉત્પન્ન થયેલે જાણી તેને બંધ કરવા માટે તે દેવ મુનિરૂપે ત્યાં આવ્યા. રતિવન રાજાએ તેને આસન આપ્યું, એટલે તેની ઉપર બેસીને ભ્રાતૃસીહદને લીધે તેણે તેને અને પિતાને પૂર્વ ભવ કહી સંભળાવ્યું. તે સાંભળી જાતિસ્મરણ ઉત્પન્ન થતાં રતિવાદ્ધને સંસારથી વિરક્ત થઈ તત્કાળ દીક્ષા લીધી, અને ત્યાંથી મૃત્યુ પામીને તે પણ બ્રહ્મલકમાં દેવતા થયે. ત્યાંથી આવીને તમે બને ભાઈ મહાવિદેહ ક્ષેત્રમાં વિબુદ્ધ નગરને વિષે રાજારૂપે ભાઈ થયા, અને દિક્ષા લઈ મૃત્યુ પામીને અશ્રુત દેવલેકમાં ગયા. ત્યાંથી આવીને આ પ્રતિવાસુદેવ રાવણના ઇદ્રજિત અને મેઘવાહન નામે તમે બે પુત્ર થયા છે. રતિવદ્ધનની માતા જે ઇંદુમુખી હતી તે ભવભ્રમણ કરીને તમારા બન્નેની માતા આ મંદી થયેલી છે.”
આ પ્રમાણે પૂર્વ ભવન વૃત્તાંત સાંભળીને કુંભકર્ણ, ઇંદ્રજિત, મેઘવાહન અને મંદરી વિગેરેએ તત્કાળ વ્રત ગ્રહણ કર્યું. પછી રામે મુનિને નમસ્કાર કરી લક્ષમણ તથા સુગ્રીવની સાથે ઇંદ્રની જેમ મોટી સમૃદ્ધિથી લંકામાં પ્રવેશ કર્યો. તે વખતે વિભીષણ છડીદારની જેમ નગ્ન થઈ આગળ ચાલી રામને માર્ગ બતાવતું હતું, અને વિદ્યાધરોની સ્ત્રીએ રામને મંગળ કરતી હતી. અનુક્રમે પુષ્પગિરિના મસ્તક ઉપર આવેલા ઉદ્યાનમાં જતાં જેવા હનુમાને કહા હતા તેવાજ સીતા રામના જોવામાં આવ્યાં. પિતાના આત્માને તે વખતે જ જીવતે માનનારા રામે જાણે બીજુ જીવિત હોય તેમ તે સીતાને લઈને પિતાના ઉસંગમાં ધારણ કર્યા. તે વખતે હર્ષ પામેલા સિદ્ધ અને ગંધર્વોએ “આ મહાસતી સીતા જય પામે” એ આકાશમાં
૧ બંધુપણાને સ્નેહ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org