________________
રામે કરેલે સીતાને પરિત્યાગ. રાવણ મૃત્યુ પામ્યા પછી જ્ઞાતિના સ્નેહને વશ થયેલા વિભીષણે “હવે કયાં નાસી જવું?” એ ભયબ્રાંત થઈને વિચાર કરતા રાક્ષસને આ પ્રમાણે આશ્વાસન આપ્યું કે-“હે રાક્ષસવીરે! આ રામ અને લક્ષ્મણ (પદ્મ અને નારાયણ) આઠમા બલદેવ અને વાસુદેવ છે. તેઓ શરણ કરવાને ગ્ય છે, માટે નિઃશંક થઈને તેમને શરણે જાઓ.” વિભીષણનાં આવાં વચનથી તેઓ રામ લક્ષ્મણને શરણે આવ્યા, એટલે પદ્મ અને નારાયણે તેમના ઉપર પ્રસાદ કર્યો. વીર પુરૂષો પ્રજા ઉપર સમદષ્ટિવાળા જ હોય છે.
- હવે વિભીષણે મરણ પામેલા પોતાના બંધુ રાવણને જોઈ શકના આવેશવડે મરવાની ઈચ્છાથી પિતા ની છરી ખેંચી; તે છરીવતી પોતાના ઉદરમાં ઘા કરત, પરંતુ “હા ભ્રાત! હા ભ્રાત!” એમ ઊંચા કરૂણ સ્વરે રૂદન કરતા વિભીષણને રામે એકદમ પકડી લીધા. પછી મંદોદરી વિગેરેની સાથે રાવણની સમીપે રૂદન કરતા વિભીષણને રામ લક્ષ્મણ સમજાવવા લાગ્યા કે-“હે વિભીષણ! તમારા આવા પરાક્રમી બંધુ રાવણને માટે કાંઈ પણ શેક કરે
ગ્ય નથી, કે જેની સાથે સંગ્રામ કરવામાં દેવતાઓ પણ દૂરથી જ શંકા પામતા હતા. આવી વીરવૃત્તિથી મૃત્યુ પામેલે તમારે બંધુ ખરેખર કીર્તિનું પાત્ર થયે છે, માટે હવે તે તેનું ઉત્તરકાર્ય સારી રીતે કરે, રૂદન કરવાથી સયું.” આ પ્રમાણે કહીને મહાત્મા પદ્મનાભ (રામે) બંધન પામેલા કુંભકર્ણ, ઈન્દ્રજિત અને મેઘવાહન વિગેરેને છેડી દીધા. પછી વિભીષણ, કુંભકર્ણ ઇંદ્રજિત, મેઘવાહન અને મદદરીએ તેમજ બીજા સંબંધીઓએ એકઠા મળી અશ્રુપાત કરતાં કરતાં ગશીર્ષ ચંદનના કાષ્ઠની ચિતા રચીને કપૂર તથા અગરૂમિશ્ર પ્રજવલિત અગ્નિથી રાવણના અંગને અગ્નિસંસ્કાર કર્યો. રામે પાસવરે આવી સ્નાન કરીને જરા ઉષ્ણુ એવા અબુજળથી રાવણને જલાંજલિ આપી. પછી મધુર વાણીથી જાણે અમૃત રસ વર્ષના હોય તેમ રામ અને લક્ષ્મણે કુંભકર્ણ વિગેરેને આ પ્રમાણે કહ્યું કે-“હે વીરે ! પૂર્વની જેમ તમે તમારું રાજ્ય કરે, તમારી લક્ષ્મી અમારે જોઈતી નથી, તમારું કુશળ થાઓ.” આ પ્રમાણે રામના કહેવાથી એક સાથે શેક અને વિસ્મયને ધારણ કરતા કુંભકર્ણાદિક ગ૬-ગ૬ સ્વરે બોલ્યા- “હે મહાભુજ! અમારે ઘણા મોટા એવા પણ આ રાજ્યની કાંઈ જરૂર નથી, અમે તે માક્ષસામ્રાજ્યને સાધનારી દીક્ષા લઈશું.”
એવા સમયમાં કુસુમાયુધ ઉદ્યાનમાં અપ્રમેયબલ નામે એક ચતુર્ગાની મુનિ આવ્યા. તેમને તે ઠેકાણે તેમને તેજ રાત્રિએ ઉજ્જવળ કેવળજ્ઞાન ઉત્પન્ન થયું. દેવતાઓએ આવી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org