Book Title: Trishasti Shalaka Purusa Caritra Part 3
Author(s): Hemchandracharya, Kunvarji Anandji Shah
Publisher: Jain Prakashak Mandal Ahmedabad
View full book text
________________
સગ ૮ મા ] રામને લંકાનગરીમાં પ્રવેશ-વિભીષણને રાજ્યાભિષેક
[ ૧૪૧
હનાદ કર્યાં. ઘાટા હર્ષોંના અશ્રુજળથી જાણે તેમના ચરણને ધેાતા હૈાય તેમ સીતાદેવીને લક્ષ્મણે હુ થી નમસ્કાર કર્યાં. “ મારી આશિષથી ચિરકાળ જીવેા, ચિરકાળ આનંદૅ પામે અને ચિરકાળ વિજય મેળવે.” એમ ખેલતા સીતાએ લક્ષ્મણના મસ્તકનુ આધ્રાણુ કર્યું.. પછી ભામંડલે સીતાને નમસ્કાર કર્યાં, એટલે સીતાએ હર્ષોંથી મુનિવાકચના જેવી ( સફળ ) આશીષ આપીને તેને આનંદ પમાડયો. પછી સુગ્રીવ, વિભીષણ, હનુમાન, અગઢ અને ખીજાઓએ આવી આવીને પેતપેાતાનું નામ કહેવા સાથે સીતાને પ્રણામ કર્યાં. રામવડે વિકાસ પામેલાં સીતા ઘણે કાળે પૂર્ણ ચંદ્રવર્ડ વિકાસ પામેલી પેાયણીની જેવા શેાભવા લાગ્યાં. પછી સુગ્રીવ વિગેરેથી પરવરેલા રામ સીતાની સાથે ભુવનાલંકાર નામના હાથી ઉપર બેસીને રાવણુના મંદિરમાં આવ્યા. ત્યાં હજારા મણિસ્ત ભથી યુક્ત એવા શ્રી શાંતિનાથ પ્રભુના ચૈત્યમાં વંદના કરવાની ઇચ્છાએ તેમણે પ્રવેશ કર્યાં, અને રામે લક્ષ્મણ અને સીતા સાથે વિભીષણે આપેલા પુષ્પાદિક ઉપસ્કરથી શ્રી શાંતિનાથની પુજા કરી. પછી વિભીષણની પ્રાથનાથી સીતા, લક્ષ્મણુ અને સુગ્રીવાદિક પરિવારને લઈને રામ વિભીષણને ઘેર ગયા. ત્યાં વિભીષણને માન આપતા સતા રામે બધા પિરવાર સાથે દેવાન, સ્નાન અને લેાજનાદિ કર્યું. પછી રામને સિ’હાસનપર બેસારી વિભીષણે એ વજ્ર ધારણ કરી અંજિલ જોડીને કહ્યું- હે સ્વામી ! આ રત્ન સુવર્ણાદિકના ભંડાર, આ હાથી ઘેાડા વિગેરે સૈન્ય અને આ રાક્ષસદ્વીપ તમે ગ્રહણ કરે, હું. તમારે એક પાળેા છે. તમારી આજ્ઞા મેળવીને અમે તમને રાજ્યાભિષેક કરવા ઈચ્છીએ છીએ; માટે આ લંકાપુરીને પવિત્ર કરે અને પ્રસન્ન થઈને મારા ઉપર પણ અનુગ્રહ કરે. '’ રામ ખેલ્યા-‘ હૈ મહાત્મા ! પૂર્વે આ લંકાનુ` રાજ્ય મે' તમને જ આપેલુ છે, તે હમણાં ભક્તિથી મેાહ પામીને કેમ ભૂલી ગયા ? ’ આવી રીતે કહી, તેની માગણીને નિષેધ કરી, પેાતાની પ્રતિજ્ઞાને પાળનાર રામે પ્રસન્ન થઈ ને તેજ વખતે લંકાના રાય ઉપર વિભીષણને અભિષેક કર્યાં. પછી ઇંદ્ર જેમ સુધર્માં સભામાં આવે તેમ રામ, સીતા, લક્ષ્મણ અને સુગ્રીવાદિકથી પરવર્યાં સતા રાવણને
ઘરે આવ્યા.
પછી પૂર્વે પરણવાને કબુલ કરેલી સિહોદર વિગેરે રાજાની કન્યાએને રામની આજ્ઞાથી વિદ્યાધરા ત્યાં લાવ્યા, અને પાતપેાતાની પ્રતિજ્ઞા પ્રમાણે રામલક્ષ્મણ તે કુમારીઓને ખેચરની સ્ત્રીએથી ગીતમંગળ ગવાતે વિધિપૂર્ણાંક પરણ્યા. સુગ્રીવાદિકથી સેવાતા રામલક્ષ્મણે નિર્વિઘ્ને ભાગ ભાગવતાં લંકાનગરીમાં છ વર્ષ નિગ`મન કર્યાં. તે સમયમાં વિધ્યસ્થલી ઉપર ઇંદ્રજિત અને મેઘવાહન સિદ્ધિપદને પામ્યા; તેથી ત્યાં મેઘરથ નામે તીથ થયું, અને નરેંદા નદીમાં કુંભકણુ સિદ્ધિ પામ્યા તેથી તે પૃષ્ટરક્ષિત નામે તીથ થયું.
અહી' માધ્યામાં રામલક્ષ્મણની માતાએ પેાતાના પુત્રોની વાર્તા પણ નહીં જાણુવાથી ઘણી દુ:ખી થઈ સતી રહેલી હતી, તેવામાં ધાતકીખંડમાંથી નારદ ત્યાં આવી ચડ્યા, તેણે ભક્તિથી નમ્ર એવી તે માતાઓને પૂછ્યું કે ‘ તમે ચિંતાતુર કેમ છે ?’ અપરાજિતા ખેલ્યા–
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org