Book Title: Trishasti Shalaka Purusa Caritra Part 3
Author(s): Hemchandracharya, Kunvarji Anandji Shah
Publisher: Jain Prakashak Mandal Ahmedabad
View full book text
________________
[૧૩૧
સગ ૭ મો ]
લક્ષ્મણને પ્રાપ્ત થયેલ મૂછ માંડી. તેને જોઈને દેવતાઓ આકાશમાંથી ખસી ગયા, સૈનિકે એ નેત્ર મીચી દીધાં અને કઈ પણ સ્વસ્થ થઈને ઊભા રહી શક્યા નહિ. તે સમયે રામે લક્ષ્મણને કહ્યું કે “આપણે આગંતુક એ વિભીષણ જે આ શક્તિવડે માર્યો જશે તો આ આશ્રિતને ઘાત કરનાર આપણને ધિક્કાર છે!” આવાં રામનાં વચન સાંભળીને મિત્રવત્સલ સૌમિત્રિ વિભીષણની આગળ જઈ રાવણને આક્ષેપ કરીને ઊભા રહ્યા. ગરૂડપર બેઠેલા લક્ષ્મણને આગળ આવેલા જઈ રાવણે કહ્યું કે-“અરે લક્ષમણ! આ શક્તિ મેં તને મારવા માટે તૈયાર કરી નથી, તેથી તું બીજાના મૃત્યુમાં આડો મર નહિ; અથવા તું પણ મરી જા, કારણ કે તું પણ મારે મારવા ગ્ય છે, અને તારે આશ્રયે આવેલ આ વિભીષણ રાંક થઈને મારી આગળ ઊભો રહેલે છે.” આ પ્રમાણે કહીને રાવણે ઉત્પાતવાના જેવી તે શકિત હાથમાં ભમાડીને લક્ષ્મણની ઉપર નાંખી. લક્ષ્મણની ઉપર આવતી તે શક્તિની ઉપર સુગ્રીવ, હનુમાન, નલ, ભામંડલ, વિરાધ અને બીજા વીર એ પિતપતાનાં અનેક પ્રકારનાં અસ્ત્રોથી તાડન કર્યું, પરંતુ ઉન્મત્ત હાથી જેમ અંકુશની અવજ્ઞા કરે તેમ સર્વ અસ્ત્રોના સમૂહની અવજ્ઞા કરીને તે શક્તિ સમુદ્રમાં વડવાનળની જેમ લક્ષ્મણને ઉરસ્થળ ઉપર પડી. તેનાથી ભૂદાઈને લક્ષ્મણ પૃથ્વી પર પડી ગયા, અને તેમના સિન્યમાં ચારે તરફ મેટ હાહાકાર થઈ રહ્યો. તત્કાળ રામને અત્યંત ક્રોધ ચડી આવ્યા, તેથી પંચાનન રથમાં બેસીને મારવાની ઈચ્છાએ રાવણની સાથે યુદ્ધ કરવા લાગ્યા. ક્ષણવારમાં રાવણને રથ વગરને કરી દીધે, એટલે રાવણ વેગથી બીજા રથ ઉપર બેઠે. જગતમાં અદ્વૈત પરાક્રમવાળા રામે એ પ્રમાણે પાંચ વાર તેને રથ ભાંગી નાંખીને રાવણને વિરથ કર્યો. એ સમયે રાવણે વિચાર્યું કે “આ રામ પિતાના બંધુ લક્ષમણના નેહથી
સ્વયમેવ મરી જશે, તે માટે હમણા વ્યર્થ શામાટે તેની સાથે યુદ્ધ કરવું?” આવો વિચાર કરીને રાવણ પાછો વળી લંકામાં આવ્યું અને રામના શેકથી આતુર થયે હોય તેમ સૂર્ય અસ્ત પામી ગયે.
રાવણ નાસી ગયો એટલે રામ પાછા ફરીને લક્ષ્મણની પાસે આવ્યા. ત્યાં તે લક્ષ્મણને મૂછિત જેઈને પૃથ્વી ઉપર પડી ગયા. સુગ્રીવ વિગેરેએ આવીને રામની ઉપર ચંદનજળથી સિંચન કર્યું, એટલે તેમને સંજ્ઞા આવી. પછી રામ લક્ષ્મણની પાસે બેસી રૂદન કરતા સતા આ પ્રમાણે બેલવા લાગ્યા-“હે વત્સ! તને શી પીડા થાય છે? કહે, તે મૌન કેમ ધર્યું છે? સંજ્ઞાથી પણ જણાવ, અને તારા અગ્ર બંધુને ખુશી કર. હે પ્રિયદર્શન વીર ! આ સુગ્રીવ વિગેરે તારા અનુચરો તારા મુખ સામું જોઈ રહ્યા છે, તેમને વાણીથી કે દષ્ટિથી કેમ અનુગ્રહિત કરતે નથી?” “રાવણ રણમાંથી જીવતે ગયે” એવી લજજાથી જે તું ન બેલ હોય તે બેલ, હું તારે મને રથ પૂર્ણ કરીશ. અરે દુષ્ટ રાવણ! ઉભે રહે, તું ક્યાં જાય છે? તને થોડા વખતમાં જ હું મહામાર્ગે મોકલાવી દઉં.”, આ પ્રમાણે કહીને જેવા રામ ધનુષનું આયફાલન કરીને ઉભા થયા કે તરતજ સુગ્રીવે આવીને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org