Book Title: Trishasti Shalaka Purusa Caritra Part 3
Author(s): Hemchandracharya, Kunvarji Anandji Shah
Publisher: Jain Prakashak Mandal Ahmedabad
View full book text
________________
૧૩૨]
લક્ષ્મણ મૂર્શિત થવાથી રામને થયેલ શાક [ પર્વ ૭ મું વિનયપૂર્વક કહ્યું-“સ્વામી! આ રાત્રિ છે, નિશાચર રાવણ લંકામાં ચાલ્યા ગયે છે, અને અમારા સ્વામી આ લક્ષ્મણ શક્તિના પ્રહારથી વિધુર થયેલા છે, માટે ધીરજ રાખે, હવે રાવણને હણાયેલેજ જાણી લે; પરંતુ હમણાં તે લક્ષ્મણને જાગ્રત કરવાના ઉપાય ચિંત.” ફરી પાછા રામ બોલ્યા- “અરે! સ્ત્રીનું હરણ થયું અને અનુજ બંધુ લક્ષ્મણ મરાયે, તથાપિ આ રામ હજુ સુધી જીવતે રહેલે છે, તે કેમ સેંકડે પ્રકારે વિદારણ થતું નથી ? હે મિત્ર સુગ્રીવ! હે હનુમાન ! હે ભામંડલ! હે નલ! હે અંગદ! અને હે વિરાધ વિગેરે સર્વ વીરે! તમે હવે પિતપોતાના સ્થાનકે ચાલ્યા જાઓ. હે મિત્ર વિભીષણ! તમને મેં જે કૃતાર્થ કર્યા નથી તે મારે સીતાના હરણથી અને લક્ષ્મણના વધથી પણ અધિક શેકને માટે છે, તેથી હે બંધુ! કાલે પ્રાતઃકાળે તમારા બંધુરૂપ વૈરી એવા રાવણને મારા બાંધવ લક્ષ્મણને માર્ગે જતો તમે જોશે. પછી તમને કૃતાર્થ કરીને હું પણ મારા અનુજ બંધુ લક્ષમણની પછવાડે જઈશ, કારણ કે લક્ષમણ વિના મારે સીતા અને જીવિત શાં કામનાં છે?” વિભીષણે કહ્યું-“હે પ્રભુ! આવું અધૂર્ય કેમ રાખે છે ? આ શક્તિથી હણાયેલે પુરૂષ એક રાત્રિ સુધી જીવે છે, માટે જયાં સુધી આ રાત્રિ નિર્ગમન થાય નહિ ત્યાં સુધીમાં મંત્ર તંત્ર વિગેરેથી લક્ષ્મણના ઘાતને પ્રતિકાર કરવાનો પ્રયત્ન કરો.” રામે તેમ કરવાને કબુલ કર્યું, એટલે સુગ્રીવ વિગેરે કપિઓએ વિદ્યાના બળે રામલક્ષ્મણની આસપાસ ચાર ચાર દ્વારાવાળા સાત કિલ્લા કરી દીધા. પછી પૂર્વ દિશાના દ્વાર ઉપર અનુક્રમે સુગ્રીવ, હનુમાન, તાર, કુંદ, દધિમુખ, ગવાક્ષ અને ગવાય રહ્યા. ઉત્તર દિશાના દ્વાર ઉપર અંગદ, કૂર્મ, અંગ, મહેંદ્ર, વિહંગમ, સુણ અને ચંદ્રરશિમ અનુક્રમે રહ્યા. પશ્ચિમ દિશાના દ્વાર ઉપર નિલ, સમરશીલ, દુર્ધર, મન્મથ, જય, વિજય અને સંભવ રહ્યા, અને દક્ષિણ દિશાના દ્વાર ઉપર ભામંડલ, વિરાધ, ગજ, ભુવનજિત્ નળ, મૈદ અને વિભીષણ રહ્યા. રામ અને લક્ષમણને વચમાં રાખી સુગ્રીવ વિગેરે રાજાએ આત્મારામ હોય તેમ ઉદ્યમીપણે જાગ્રત થઈને રહેવા લાગ્યા.
એ અવસરે કેઈએ જઈને સીતાને કહ્યું કે-“રાવણની શક્તિથી લક્ષ્મણ મરાયા છે અને ભાઈના નેહને લીધે રામભદ્ર પણ પ્રાતઃકાળે મરણ પામશે.” વાના નિર્દોષ જેવા તે ભયંકર ખબર સાંભળી પવનથી હણાએલી લતાની જેમ સીતા મૂછ પામીને પૃથ્વી ઉપર પડી ગયાં. વિદ્યાધરીઓએ જળથી સિંચન કર્યું એટલે સીતા સચેતન થયાં; પછી બેઠા થઈને કરૂણ સ્વરે વિલાપ કરવાં લાગ્યાં કે-“હા વત્સ લક્ષ્મણ ! તમારા અગ્ર બંધુને એકલા મૂકીને તમે ક્યાં ચાલ્યા ગયા ? તમારા વિના એક મુહૂર્ત પણ રહેવાને તે સમર્થ નથી. હું મંદભાગિણીને ધિક્કાર છે કે જેને માટે મારા દેવ જેવા સ્વામી અને દિયરને આવું કષ્ટ પ્રાપ્ત થયું ! હે પૃથ્વી ! મારા પર પ્રસન્ન થા અને મારા પ્રવેશને માટે તું બે ભાગે થઈને મને માર્ગ આપ, અથવા હે હૃદય! પ્રાણને નીકળવાને માટે તું બે ભાગે થઈ જા.” આ પ્રમાણે કરૂણ સ્વરે વિલાપ કરતાં સીતાને જોઈને એક કૃપાળુ વિદ્યાધરી અવલેકિની વિદ્યાવડે જઈને બેલી-“હે દેવી !
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org