________________
સર્ગ ૭ મે ] રામ પાસે પ્રતિચંદ્ર વિદ્યાધરનું આગમન
[ ૧૩૩ તમારા દિયર લમણ પ્રાતઃકાળે અક્ષતાંગ થશે અને રામભદ્ર સહિત અહીં આવીને આનંદ પમાડશે. તેની આવી વાણી સાંભળીને સીતા સ્વસ્થ થયાં અને ચક્રવાકીની જેમ સૂર્યોદયની રાહ જોતા સતાં જાગ્રત રહ્યાં.
આજે લમણને માર્યા છે” એમ જાણીને રાવણ ક્ષણવાર હર્ષ પામે. ક્ષણવારે પાછો પિતાના ભાઈ, પુત્ર, મિત્રો અને બંધુઓને સંભારીને રૂદન કરવા લાગે-“હા વત્સ કુંભકર્ણ ! તું મારે બીજે આત્મા જ હતા, હા પુત્ર ઇદ્રજિત અને મેઘવાહન! તમે મારા બીજા બે બાહુજ હતા, હા વત્સ જંબુમાલી વિગેરે વીરે! તમે મારા રૂપાંતર જેવા હતા, અરે ! તમે ગજેન્દ્રોની જેમ પૂર્વે અપ્રાપ્ત એવા બંધનને કેમ પ્રાપ્ત થયા?” એવી રીતે પિતાના બંધુઓનાં નવીન નવીન નેતના કારણેનું વારંવાર સ્મરણ કરીને રાવણ વારંવાર મૂછ પામવા લાગ્યા અને રૂદન કરવા લાગ્યું.
તે સમયે રામના સૈન્યમાં પહેલા કેટના દક્ષિણદ્વારના રક્ષક ભામંડલની પાસે આવીને કઈ વિદ્યાધર કહેવા લાગ્યો-“જે તમે રામના પૂરા હિતકારી હો તે મને રામના દશ કરાવો, હું લક્ષ્મણના જીવવાને ઉપાય કહીશ; કેમકે હું તમારે હિતકારી છું.” તે સાંભળી તત્કાલ ભામંડલ તેને ભુજાએ પકડી રામની પાસે લઈ ગયે, એટલે તેણે પ્રણામ કરી વિજ્ઞપ્તિ કરી–“હે સ્વામી! સંગીતપુરના રાજા શશિમંડલને પ્રતિચંદ્ર નામે હું પુત્ર છું. મારે જન્મ સુપ્રભા રાણીની કુક્ષિથી થયેલ છે. એક વખતે હું સ્ત્રી સહિત ક્રિીડા કરવાને માટે આકાશમાર્ગે જતું હતું, તેવામાં સહસ્ત્રવિજય નામના વિદ્યાધરે મને જોયો. તેણે મિથુન સંબંધી વૈરથી મારી સાથે ચિરકાળ યુદ્ધ કર્યું. પ્રાતે ચંડરવા શક્તિ મારીને મને તેણે પૃથ્વી પર પાડી નાખે. તે વખતે અયોધ્યાપુરીના માહેંદ્રોદય નામના ઉદ્યાનમાં મને પૃથ્વી પર આલેટતે તમારા કૃપાળુ બંધુ ભરતે જે, એટલે તત્કાળ તેમણે કઈક સુગંધી જળથી મને સિંચન કર્યું, તેથી પરગ્રહમાંથી ચાર નીકળે તેમ મારા શરીરમાંથી તે શક્તિ બહાર નીકળી ગઈ અને સઘ મારે ઘા પણ રૂઝાઈ ગ. મેં આશ્ચર્ય પામીને એ સુગંધી જળનું માહાસ્ય તમારા અનુજ બંધુને પૂછયું, એટલે તે બોલ્યા-“એક વખતે વિંધ્ય નામને સાર્થવાહ ગજપુરથી અહીં આવ્યું, તેની સાથે એક પાડો હતો, તે અતિભારથી માર્ગમાં તુટી પડ્યો. નગરના લેકે તેના મસ્તકપર પગ મૂકીને ચાલવા લાગ્યા. ઉપદ્રવથી પીડાતા તે પાડો મૃત્યુ પામ્યા, અને અકામ નિર્જરાના વેગથી શ્વેતંકર નગરને રાજા પવનપુત્રક નામે વાયુકુમાર દેવ થયે. અવધિજ્ઞાનથી પૂર્વે થયેલું પોતાનું કર્ણકારી મૃત્યુ જાણી તેને કેપ ચડ્યો; તેથી તેણે મારા નગરમાં અને દેશમાં વિવિધ જાતના વ્યાધિઓ ઉત્પન્ન કર્યા, પરંતુ એક દ્રોણમેઘ નામને
૧ આ નગર ભુવનપતિ સંબંધી જણાય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org