Book Title: Trishasti Shalaka Purusa Caritra Part 3
Author(s): Hemchandracharya, Kunvarji Anandji Shah
Publisher: Jain Prakashak Mandal Ahmedabad
View full book text
________________
સગ ૭ મો ] યુદ્ધ કરવામાં રાવણની પ્રવૃત્તિ
[ ૧૨૯ સુવર્ણકુમારનિકાયના દેવનું સ્મરણ કર્યું. તે દેવતાએ અવધિજ્ઞાનવડે તે વૃત્તાંત જાણી ત્યાં આવીને પદ્ધ (રામચંદ્ર) ને સિંહનિનાદા નામની વિદ્યા, મુશલ, રથ અને હળ આપ્યાં અને લક્ષમણને ગારૂડી વિઘા, રથ અને રણમાં શત્રુઓનો નાશ કરનારી વિદુકદના નામની ગદા આપી. તે ઉપરાંત બન્ને વીરોને વારૂણ, આગ્નેય અને વાયવ્ય પ્રમુખ બીજા દિવ્ય અસ્ત્રો અને બે છત્રો આપ્યાં. પછી લક્ષમણ સુગ્રીવ અને ભામંડલની પાસે ગયા. તેમના આવતાં જ તેમના વાહનરૂપ ગરૂડને જોઈ સુગ્રીવ અને ભામંડલના નાગપાશના સર્પો તત્કાળ નાસી ગયા. તે વખતે રામના સૈન્યમાં ચારે તરફ જયજય શબ્દને દવનિ થયે, અને રાક્ષસોના સૈન્યની જેમ સૂર્ય અસ્ત પામી ગયે.
ત્રીજે દિવસે પ્રાતઃકાળે રામ અને રાવણનાં સૈન્ય ફરીવાર. સર્વ બળથી રણભૂમિના આંગણામાં આવ્યાં; એટલે યમરાજના દાંતની જેમ કુરાયમાન અસ્ત્રોથી મહા ભયંકર અને અકાળે પ્રલયકાળનાં સંવત્ત મેઘની જેવો મેથ્ય સંગ્રામ પ્રવર્તે. મધ્યાન્હ કાળના તાપથી તપેલા વરાહ વડે તલાવડીની જેમ ક્રોધ પામેલા રાક્ષસોએ વાનરેની સેનાને ક્ષોભ પમાડ્યો. પિતાની બધી સેના ભગ્નપ્રાય થયેલી જોઈને બીજાં શરીરમાં યેગીઓ પ્રવેશ કરે તેમ સુગ્રીવ વિગેરે પરાક્રમી વીરાએ રાક્ષસોની સેનામાં પ્રવેશ કર્યો, એટલે ગરૂડેથી સર્પોની જેમ અને જળથી કાચા ઘડાની જેમ કપીશ્વરોથી આકાંત થયેલા સર્વ રાક્ષસો પરાભવ પામી ગયા. રાક્ષસોનો ભંગ થતો જોઈને રાવણ તેિજ ક્રોધ કરીને પિતાના મોટા રથના પ્રચારથી જાણે પૃથ્વીને ફાડી નાંખતા હોય તેમ ચાલે. દાવાનળની જેમ વેગથી પ્રસરતા તે રાવણની આગળ કપિવીરોમાંથી કોઈ એક ક્ષણવાર પણ ટકી શકે નહીં, તેથી તેની સામે યુદ્ધ કરવાને ચાલેલા રામને વિનયથી નિષેધીને વિભીષણે આવી રાવણને રૂંવે. તેને જોઈને રાવણ બે -“અરે વિભીષણ! તું કોને આશ્રયે ગયો છે કે જેણે આ રણ વિષે ક્રોધ પામેલા મારા મુખમાં પ્રથમ ગ્રાસની પેઠે તને નાંખી દીધે? શિકારી જેમ ડુક્કર ઉપર શ્વાનને મોકલે તેમ તને મારી ઉપર મોકલતાં તે આત્મરક્ષા કરનાર રામે ઘણે સારે વિચાર કર્યો લાગે છે! હે વત્સ! અદ્યાપિ તારી ઉપર મારૂં વાત્સલ્ય છે, માટે તું સત્વર ચાલ્યો જા. આજે હું એ રામલક્ષ્મણને સૈન્ય સહિત મારી નાંખીશ, તેથી તે મરનારાઓની અંદર તું સંખ્યા પૂરનાર થા નહિ. તું ખુશીથી સ્વસ્થાને ચાલ્યો જા. હજુ તારા પૃષ્ઠ ઉપર મારો હાથ છે.” રાવણનાં આવાં વચન સાંભળીને વિભીષણ બોલ્યો-“અરે અજ્ઞ! રામ યમરાજની પેઠે ક્રોધ કરીને તારી ઉપર આવતા હતા, પણ મેં તેમને મિષ કરીને અટકાવ્યા છે, અને યુદ્ધને મિષે તને બોધ કરવાને માટે હું અહીં આવે છે માટે હજુ પણ તું સીતાને
* મુશળ અને હળ એ બળદેવનાં મુખ્ય શસ્ત્ર છે. C - 17
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org