Book Title: Trishasti Shalaka Purusa Caritra Part 3
Author(s): Hemchandracharya, Kunvarji Anandji Shah
Publisher: Jain Prakashak Mandal Ahmedabad
View full book text
________________
સગ ૭ મો]. કુંભકર્ણનું મૂર્શિત થવું
[ ૧૨૭ બીજી કાળરાત્રિ હોય તેવું અને મુનિના વાકયની જેવું અમોઘ પ્રસ્થાપન નામે અા તેઓની ઉપર મૂકયું; તેથી દિવસે પિોયણાના ખંડની જેમ પોતાના સૈન્યને નિદ્રા પામેલું જોઈ સુગ્રીવે પ્રબોધિની નામે મહા વિદ્યાનું સ્મરણ કર્યું, એટલે તેના પ્રભાવથી “અરે કુંભકર્ણ કયાં છે? એમ બેલતા અને કેલાહલ કરતા વાનરસુભટે પ્રાતઃકાળે પક્ષીઓની જેમ નિદ્રામાંથી જાગી ઉઠયા. પછી સારી રીતે યુદ્ધ કરનારા સુગ્રીવધિષ્ઠિત કપિકુંજરે કાન સુધી ધનુષ્ય ખેંચીને કુંભકર્ણને ઉપદ્રવ કરવા લાગ્યા, અને રેગોને જેમ વૈધ હશે તેમ સુગ્રીવે કુંભકર્ણના સારથિ, રથ અને અશ્વોને ગદાથી હણી નાંખ્યા તેથી ભૂમિ પર રહેલે કુંભકર્ણ હાથમાં મુદુગર લઈને જાણે એક શિખરવાળો ગિરિ હોય તેમ દેખાતે સતે સુગ્રીવની ઉપર દેડક્યો. યુદ્ધ કરવાને માટે દેડીને આવતા એવા તે કુંભકર્ણના અંગના મોટા પવનથી હાથીના સ્પર્શથી વૃક્ષની જેમ ઘણું કપિઓ પડી ગયા. સ્થળમાં નદીના વેગની જેમ કપિઓથી ખલના પામ્યા સિવાય દેડતા એવા તેણે મુદ્દગરવડે સુગ્રીવના રથને ચૂર્ણ કરી નાંખે. પછી ઈંદ્ર જેમ પર્વત ઉપર વજો નાંખે તેમ સુગ્રીવે આકાશમાં ઊડીને કુંભકર્ણની ઉપર એક મોટી શિલા નાંખી. કુંભકર્ણ મુદુગરથી તે શિલાને કણેકણ ચૂર્ણ કરી નાખી. તેથી જાણે કપિઓને ઉત્પાતકારી રજોવૃષ્ટિ બતાવતા હોય તેમ તે દેખાવા લાગ્યો. પછી વાલીના અનુજ બંધુ સુગ્રીવે તડ તડ શબ્દ કરતું મહાઉગ્ર વિદ્યુત અસ્ત્ર કુણકર્ણની ઉપર મૂક્યું. તે મહા પ્રચંડ વિદ્યુદંડ અw ઉપર કુંભકર્ણ અનેક અસ્ત્રો નાંખ્યાં, પણ તે સર્વે નિષ્ફળ થયાં, અને જગતને ભયંકર કલ્પાંતકાળે પર્વતની જેમ કુંભકર્ણ વિદ્યુત દંડાસ્ત્રના પાતથી પૃથ્વી પર પડી ગયે.
પોતાનો ભાઈ કુંભકર્ણ મૂર્શિત થતાં બ્રગુટીથી ભયંકર મુખવાળો રાવણ જાણે પ્રત્યક્ષ યમરાજ હોય તેમ ક્રોધથી રણભૂમિ તરફ ચાલ્યું. તે સમયે ઇંદ્રજિતે આવી નમન કરીને કહ્યું કે-“હે સ્વામી! તમે રણભૂમિમાં આવતાં તમારી સામે યમ, વરૂણ, કુબેર કે ઇંદ્ર પણ ઊભા રહી ન શકે તે પછી આ વાનર તે શી રીતે જ ઊભા રહે? માટે હે દેવ! હમણું તમે રહેવા દ્યો, હું પોતેજ જઈને મસલાને મુટિવડે હણે તેમ હણી નાંખીશ.” આવી રીતે કહી રાવણને નિષેધીને મહામાની ઇદ્રજિત મોટું પરાક્રમ બતાવતે કપિસૈન્યમાં પેઠો. તે પરાક્રમી વીર આવતાં જેમ દેડકાઓ સર્પને પ્રવેશ થતાં સરોવરને છોડી દે તેમ કપિઓએ રણભૂમિને છોડી દીધી. વાનરોને ત્રાસ પામતા જોઈને ઈંદ્રજિત બે – “અરે વાનરે ઊભા રહે, ઊભા રહે, હું યુદ્ધ નહિ કરનારને હણનારો નથી. હું રાવણને પુત્ર છું, મારૂતી અને સુગ્રીવ ક્યાં છે? અથવા તેમનાથી સર્યું, પણ પેલા શત્રુભાવ ધરાવનાર રામ અને લક્ષ્મણ ક્યાં છે?' આ પ્રમાણે ગર્વથી બેલતા અને રોષથી રાતાં નેત્રવાળા ઇંદ્રજિતને સુગ્રીવે યુદ્ધ કરવા માટે બોલાવ્યો, અને અષ્ટાપદ સાથે અષ્ટાપદની જેમ ભામંડલે ઈંદ્રજિતના નાના ભાઈ મેઘવાહનની સાથે યુદ્ધ કરવાને આરંભ કર્યો. ત્રણ લોકને ભયંકર એવા તેઓ જાણે ચાર દિગ્ગજો કે ચાર સાગર હોય તેમ પરસ્પર અફળાતા સતા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org