Book Title: Trishasti Shalaka Purusa Caritra Part 3
Author(s): Hemchandracharya, Kunvarji Anandji Shah
Publisher: Jain Prakashak Mandal Ahmedabad
View full book text
________________
૧૨૮ ]
રાવણુના અને કુમાર સાથે યુદ્ધ કરવા વિભીષણનું જવું [ ૫૭ મુ
શેાલવા લાગ્યા. તેમના રથેાના ગમનાગમનથી પૃથ્વી ક`પાયમાન થઈ, પતા ડાલી ગયા અને મહાસાગર પણ Àાલ પામી ગયા. અતિ હસ્તલાઘવતાવાળા અને અનાકુલપણે યુદ્ધ કરનારા તેઓના ધનુષ્યનું આકષણુ અને ખાણુના મેક્ષ તેના મધ્યમાં વખતનુ કાંઈ પણ અ'તર જાણવામાં આવતુ નહતુ. તેઓએ લેાહમય શોથી અને દેવતાષિષ્ઠિત અઓથી ચિરકાળ યુદ્ધ કર્યું, પણ તેઓમાં કઈ એ કાઈ ના વિજય કર્યું નહિ. પછી ઇંદ્રજિત અને મેઘવાહને ક્રોધવડે ભામંડલ અને સુગ્રીવની ઉપર અતિ ઉગ્ર નાગપાશાસ્ત્ર નાંખ્યાં. તેનાવડે તેઓ એવા અંધાઈ ગયા કે જેથી શ્વાસ લેવાને પણ સમથ રહ્યા નહિ. એ સમયે કુંભકર્ણે ને પણ્ સ'જ્ઞા આવી, એટલે તેણે તત્કાળ ક્રોધથી હનુમાનની ઉપર ગદાના પ્રહાર કર્યાં કે જેથી હનુમાન મૂર્છા ખાઈને પૃથ્વીપર પડી ગયા. પછી સુંઢવડે હાથીની જેમ તેણે તક્ષક નાગ જેવી ભુજાવટ તેને પકડીને કાખમાં ઉપાડચો અને પાછા વાન્યા. તે વખતે વિભીષણે રામચ'દ્રને કહ્યું–“ હું સ્વામી ! આ બન્ને વીર તમારી સેનામાં અતિ અલવાન અને વદનમાં નેત્રની જેમ સારરૂપ છે. તેને રાવણના પુત્ર ઇંદ્રજિતે અને મેઘવાહને નાગપાશથી બાંધી લીધા છે; પરંતુ જ્યાંસુધીમાં તેઓ તેમને લંકામાં ન લઈ જાય ત્યાંસુધીમાં હું જઈને તેમને છેડાવી લાવું. વળી હું રઘુપતિ! કુંભકર્ણે હનુમાનને પેાતાની મેાટી ભુજામાં માંધી લીધેલે છે, તેથી તેને પણ લંકાપુરીમાં લઈ ગયા અગાઉ છેાડાવી લાવવાની જરૂર છે. હે પ્રભુ ! સુગ્રીવ, ભામડલ અને હનુમાન વિના આપણુ બધું સૈન્ય વીર વગરનું જ છે; માટે મને આજ્ઞા આપે, જેથી હું તેમને લઈ આવું.” આ પ્રમાણે વિભીષણ કહેતા હતા, તેવામાં રણુચતુર એવા અંગદ વીર વેગથી દાંડી કું ભકણુની સાથે આક્ષેપથી યુદ્ધ કરવા લાગ્યા. ક્રોધાંધપણાથી કુંભકશે પેાતાનેા હાથ ઉંચા કર્યાં, એટલે મારૂતિ વીર પાંજરામાંથી પક્ષીની જેમ તેના ભુજપાશમાંથી ઊડીને નીકળી ગયા. પછી ભામંડલ અને સુગ્રીવને છેડાવવાને માટે વિભીષણુ રથમાં બેસીને રાવણુના અને કુમારાની સાથે યુદ્ધ કરવા ચાલ્યે. તે સમયે ઇંદ્રજિત અને મેઘવાહન ચિ ંતવવા લાગ્યા કે ' આ વિભીષણુ આપણા પિતાને અનુજબ થઈ આપણી સાથે યુદ્ધ કરવાને આવે છે. આ કાકા આપણે પિતા સમાન છે, તેથી તેમની સાથે આપણે શી રીતે યુદ્ધ કરવુ? માટે અહીંથી ખસી જવું તેજ ઘટિત છે. પૂજ્ય વડિલની પાસેથી ખસી જવામાં કાંઈ લજ્જા નથી. આ પાશમાં બધાએલા શત્રુ જરૂર મરણ પામશે; માટે તેમને અહી પડચા મૂકીને આપણે ચાલ્યા જઈ એ, જેથી કાકા આપણી પાસે આવેજ નહી.' આ પ્રમાણે વિચારીને તે બુદ્ધિમાન ઈન્દ્રજિત અને મેઘવાહન રણભૂમિમાંથી ખસી ગયા, એટલે વિભીષણ ભામ'ડલ અને સુગ્રીવને જોતા સતા ત્યાંજ ઊભું રહ્યો. રામલક્ષ્મણ પશુ હિમથી આચ્છાદિત શરીરવાળા સૂર્ય ચંદ્રની જેમ ચિ'તાવડે મ્લાન મુખવાળા થઈને ત્યાંજ ઊભા રહ્યા. તે સમયે રામભદ્રે પૂર્વે જેણે પેાતાને વરદાન આપ્યું હતું. તેવા મહાલાચન નામના
૧ સુગ્રીવ તે ભામ`ડળ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org