________________
સર્ગ ૬ ફો] ખરના ભાઈ દૂષણ અને લક્ષ્મણ વચ્ચે થયેલ યુદ્ધ
[૧૦૩ લમણપર તીક્ષ્ણ પ્રહાર કરવા લાગે. કિરણોથી સૂર્યની જેમ લક્ષ્મણે પણ હજારો કંકપત્રથી આકાશને ઢાંકી દીધું. એ પ્રમાણે લક્ષમણ તથા ખરની વચ્ચે ખેચરોને ભયંકર અને યમરાજને મહોત્સવરૂપ મોટું યુદ્ધ ચાલ્યું. તે વખતે આકાશમાં એવી વાણી થઈ કે-“વાસુદેવની સામે પણ રણમાં જેની આવી શક્તિ છે તે ખર રાક્ષસ પ્રતિવાસુદેવથી પણ અધિક છે.” તે વાણી સાંભળતાં જ “આને વધ કરવામાં કાળક્ષેપ શું કરે?” એવું લજજાથી વિચારી ક્રોધ કરીને લક્ષ્મણે સુરમ્ર અસ્ત્રથી તત્કાળ ખરના મસ્તકને છેદી નાંખ્યું. પછી ખરને ભાઈ દૂષણ રાક્ષસ સેના સહિત લક્ષમણ સાથે યુદ્ધ કરવાને ઉદ્યત થયે; પરંતુ દાવાનળ જેમ ચૂથ સહિત હસ્તીને સંહાર કરે તેમ લક્ષ્મણે ક્ષણવારમાં સૈન્ય સહિત તેનો સંહાર કરી નાંખે.
પછી વિરાધને સાથે લઈને લક્ષમણ પાછા વળ્યા. તે વખતે તેમનું વામ નેત્ર ફરકયું, તેથી તેને આર્ય સીતા અને રામ વિષે અત્યંત અશુભની શંકા થવા લાગી. પછી દૂર આવીને જોતાં એક વૃક્ષની પાસે રામને સીતારહિત એકલા દેખીને લક્ષ્મણ પરમ ખેદને પામ્યા. લક્ષ્મણ તેમની આગળ જઈને ઊભા; તે છતાં તેમને જોયા વગર રામ વિરહશલ્યથી પીડિત થઈ આકાશ તરફ જોઈને બેલ્યા-“હે વનદેવતા! હું આખા વનમાં ભમે પણ જાનકી કોઈ ઠેકાણે મારા જેવામાં આવ્યાં નહિ. તેથી જો તમે જોયા હોય તે કહે. ભૂત અને શિકારી પ્રાણીઓથી વ્યાપ્ત એવા આ અરશ્યમાં સીતાને એકલા મૂકીને હું લક્ષ્મણની પાસે ગયે, અને હજારે રાક્ષસસુભટની વચમાં લક્ષ્મણને એકલા મૂકીને પાછે હું અહીં આવે. અહા ! હું દુબુદ્ધિની એ કેવી બુદ્ધિ! હે પ્રિય સીતા! આ નિર્જન અરણ્યમાં મેં તને એકલી કેમ છેડી દીધી? હે વત્સ લમણ! તેવા રણના સંકટમાં તને એકલે મૂકીને હું પાછો કેમ આ ?” આ પ્રમાણે બોલતાં બોલતાં રામભદ્ર મૂછથી પૃથ્વી પર પડી ગયા. તે વખતે પક્ષીઓ પણ આક્રંદ કરીને એ મહાવીરને જોવા લાગ્યા. પછી લક્ષ્મણ બેલ્યા–“હે આર્ય ! આ શું કરે છે? આ તમારો ભાઈ લક્ષ્મણ સર્વ શત્રુઓ પર વિજય મેળવીને આવે છે.” તે વાણી સાંભળતાં જ રામચંદ્ર જાણે અમૃતથી સિંચિત થયા હોય તેમ સંજ્ઞાને પામ્યા, અને લક્ષમણને આગળ જોઈને તત્કાળ પિતાના અનુજ બંધુને આલિંગન કર્યું. લક્ષ્મણે નેત્રમાં અમું લાવીને કહ્યું કે-“આર્ય ! જરૂર કઈ માયાવીએ જાનકીના હરણને માટેજ સિંહનાદ કરેલે, પણ હું તે દુષ્ટના પ્રાણની સાથે જાનકીને પાછી લાવીશ. માટે હમણાં ચાલે. આપણે તેની શોધ મેળવવા પ્રયત્ન કરીએ. પ્રથમ આ વિરાધને તેના પિતાના પાતાળલંકાના રાજ્યપર બેસારો. ખર રાક્ષસની સાથે યુદ્ધ કરતાં મેં તેને વચન આપેલું છે.” તે વખતે તેમની આરાધના કરવાને ઇચ્છતા વિરાધે ત્યાંથી જ સીતાની શેવ લાવવાને માટે વિદ્યાધરસુભટને મેકલ્યા. તેઓના આવતાં સુધી રામ અને લક્ષ્મણ શેકાગ્નિથી વિકરાળ થઈ વારંવાર નિશ્વાસ લેતા અને ક્રોધથી હોઠને ડરતા ત્યાં વનમાંજ રહ્યા. વિરાધે મેકલેલા વિદ્યાધરો ઘણે દૂર સુધી જઈ આવ્યા તે પણ સીતાના ખબર મેળવી શક્યા નહિ. તેથી પાછા આવીને તેઓ નીચે મુખે ઊભા રહ્યા. તેઓને અધમુખ રહેલા જાણી રામે કહ્યું-“હે સુભટે! તમે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org