________________
સગ ૬ હો ] સીતાને સમજાવવા રાવણુપત્ની મંદરીનું આવવું
[ ૧૦૭ તેના પ્રાણ હરી લીધા. “સિંહને હરિને મારવામાં બીજા ઝપાટાની જરૂર હોતી જ નથી.” પછી વિરાધની જેમ સુગ્રીવને કિષ્કિધાપુરીના રાજ્ય ઉપર બેસાર્યો, અને તેના પુરજને તથા સેવકે પૂર્વની જેમ એ સાચા સુગ્રીવને નમવા લાગ્યા. પછી વાનરપતિ સુગ્રીવે અંજલિ જોડીને પિતાની અતિ સુંદર તેર કન્યાઓ આપવા માટે રામને પ્રાર્થના કરી. રામે કહ્યું-“હે સુગ્રીવ! સીતાની શોધને માટે પ્રયત્ન કરે, આ કન્યાઓની કે બીજી કોઈ વસ્તુની મારે જરૂર નથી.” આ પ્રમાણે કહીને રામ નગરની બહાર ઉદ્યાનમાં રહ્યા, અને તેમની આજ્ઞાથી સુગ્રીવે નગરીમાં પ્રવેશ કર્યો.
આ તરફ લંકાપુરીમાં મંદદર વિગેરે રાવણના અંતઃપુરની સ્ત્રીઓ પર, દૂષણ વિગેરેના વધને વૃત્તાંત સાંભળીને રૂદન કરવા લાગી. રાવણની બેન ચંદ્રણખા પણ સુંદની સાથે રૂદન કરતી અને બે હાથે છાતી કુટતી રાવણના ઘરમાં આવી. રાવણને જોઈ તેને કંઠે વળગી પડીને તે ઊંચે સ્વરે રોતી બોલી કે “અરે! દૈવે મને મારી નાંખી. મારો પુત્ર, મારો પતિ, મારા બે દિયર અને ચૌદહજાર કુલપતિઓ માર્યા ગયા. હે બંધુ! તું જીવતાં છતાં અભિમાની શત્રુઓએ તારી આપેલી પાતાળલંકાની રાજધાની પણ અમારી પાસેથી આંચકી લીધી ! તેથી આ સુંદ પુત્રની સાથે હું જીવ લઈ નાસીને તારે શરણે આવી છું, માટે કહે હવે ક્યાં જઈને રહું?” આ પ્રમાણે રૂદન કરતી પોતાની બેનને રાવણે સમજાવીને કહ્યું કે-“તારા પતિપુત્રને હણનારને હું ચેડા કાળમાં મારી નાંખીશ.”
એક વખતે રાવણ આ શોકથી અને સીતાના વિરહની પીડાથી ફાળ ચુકેલા વ્યાઘની જેમ નિરાશ થઈને પિતાની શય્યા ઉપર આલેટ હતું, તે સમયે મંદરીએ આવીને કહ્યું કે-“હે સ્વામી! પ્રાકૃત [ સાધારણ ] મનુષ્યની જેમ આમ નિકષ્ટ થઈને કેમ રહ્યા છે?” રાવણે કહ્યું કે-“સીતાના વિરહતાપથી હું કાંઈ પણ ચેષ્ટા કરવાને, કહેવાને કે જેવાને સમર્થ નથી, તેથી હે માનિની ! તારે જે મને જીવતે રાખવું હોય તે તું માન છેડી સીતાની પાસે જા અને તેને વિનયથી સમજાવ કે જેથી તે મારી સાથે ક્રીડા કરવાની ઈચ્છા કરે. મેં ગુરૂની સાક્ષીએ એ નિયમ લીધો છે કે “નહિ ઈચ્છતી એવી પરસ્ત્રીને હું કદિ પણ ભોગવીશ નહિ.” આ નિયમ અત્યારે મારે અર્ગલારૂપ થઈ પડ્યો છે.” આવાં રાવણનાં વચન સાંભળી પતિની પીડાથી પીડિત થયેલી કુલીન મંદોદરી તત્કાળ દેવરમણ ઉદ્યાનમાં આવી, અને તેણે સીતાને કહ્યું કે-“હું મંદરી નામે રાવણની પટ્ટરાણી છું, પરંતુ હું તમારી દાસી થઈને રહીશ, માટે તમે રાવણને ભજે. હે સીતા! તમને ધન્ય છે કે જેના ચરણકમળ હમેશાં સેવવાને સર્વ વિશ્વને સેવવા યોગ્ય ચરણકમળવાળા મારા બળવાન પતિ પણ ઈચ્છે છે, જે રાવણ જેવો પતિ મળે તે પછી તેની પાસે એક રાંક માત્ર અને દિલ જેવા તેમ જ ભૂચર અને તપસ્વી રામભદ્ર પતિ કોણ માત્ર છે?” આવાં મંદદરીનાં વચન સાંભળીને સીતા ક્રોધથી બેલ્યાં કે-“સિંહ કયાં અને શિયાળ ક્યાં! ગરૂડ ક્યાં અને કાકપક્ષી જ્યાં! તેમ જ તારો
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org