________________
૧૧૪]
હનુમાને લંકાસુંદરીનું કરેલ પાણિગ્રહણ [ પર્વ ૭મું ત્યારે તેમણે કહ્યું કે “જે સાહસગતિ વિદ્યાધરને મારનાર થશે તે તારી પુત્રીઓને પતિ થશે.” પછી મુનિનાં તેવાં વચનથી અમારા પિતા તેને શેધવા લાગ્યા, તથાપિ કોઈ ઠેકાણે તેને પત્તો મળે નહીં; તેથી તેને જાણવાને માટે આ વિદ્યાસાધનને આરંભ કર્યો હતો. પિતા અંગારકે અમારી વિદ્યાને બ્રશ કરવા માટે આ દાવાનળ પ્રગટ કર્યો હતો, તેને નિષ્કારણ બંધુ એવા તમે સારી રીતે શમાવી દીધે, અને જે મનેગામિની વિદ્યા છ માસે સધાય છે તે વિદ્યા તમારી સહાયથી અમને ક્ષણવારમાં સિદ્ધ થઈ ગઈ છે.” પછી હનુમાને સાહસગતિને વધ રામે કર્યો છે, અને તેમના કાર્યને માટે પોતે લંકામાં જાય છે, એ બધી કથા મૂળથી માંડીને કહી બતાવી. તે સાંભળી ત્રણે કુમારીકાઓએ હર્ષ પામી પિતાની પાસે જઈને એ સર્વ વૃત્તાંત નિવેદન કર્યું. રાજા ગંધર્વરાજ તે ત્રણ કન્યાઓ અને મોટું સૈન્ય લઈને રામની પાસે આવ્યું.
ત્યાંથી વીર હનુમાન ઉડીને લંકાની પાસે આવ્યા. ત્યાં કાળરાત્રિ જેવી ભયંકર શાલિકા નામે વિદ્યા તેના જેવામાં આવી. તે વખતે “અરે વાનર! તું ક્યાં જાય છે? અનાયાસે તું મારૂં ભેજ્ય થઈ પડ્યો છે.” એમ આક્ષેપથી કહેતી તે વિદ્યાએ પિતાનું મુખ ફાડયું. હનુમાને હાથમાં ગદા લઈને તત્કાળ તેના મુખમાં પ્રવેશ કર્યો, અને પછી વાદળાના મધ્યમાંથી સૂર્ય નીકળે તેમ તેના ઉદરને ફાડીને બહાર નીકળ્યું. તેણે લંકાની આસપાસ કિલ્લે કર્યો હતું. તેને હનુમાને વિદ્યાના સામર્થ્યથી એક માટીના પાત્રને ભાંગી નાખે તેમ ક્ષણવારમાં ભાંગી નાંખે. તે કિલાને વમુખ નામે એક રક્ષક હતું, તે ધુરંધર ક્રોધથી યુદ્ધ કરવા માટે આવ્યું, તેને હનુમાને યુદ્ધમાં મારી નાંખે. વમુખ હણા, એટલે લંકાસુંદરી નામે તેની એક વિદ્યાના બળવાળી કન્યા હતી. તેણે કોપથી હનુમાનને પોતાની સાથે યુદ્ધ કરવા બોલાવ્યું. પર્વત ઉપર વીજળીની જેમ હનુમાન ઉપર વારંવાર પ્રહાર કરતી તે રણભૂમિમાં ચતુરાઈથી ચાલી આવી. હનુમાન પિતાનાં અને છેદવા લાગ્યું. છેવટે તરતની ઊગેલી લતા જેવી તેને અસ્રરહિત કરી દીધી. પછી “આ વીર કોણ છે?' એમ તે આશ્ચર્યથી હનુમાનને જેવાને પ્રવતી, એટલે તેના ઉપર કામદેવે પિતાના બાણથી તાડન કર્યું (અર્થાત તે કામપીડિત થઈ ગઈ. તેણે હનુમાનને કહ્યું કે-“હે વીર! પિતાના વધથી ક્રોધ પામીને મેં તમારી સાથે વિચાર્યા વગર વ્યર્થ યુદ્ધ કરેલું છે. મને એક સાધુએ પૂર્વે કહેલું હતું કે
જે તારા પિતાને મારશે તે તારો સ્વામી થશે.” માટે હે નાથ ! આ વશ થયેલી કન્યાનું તમે પાણિગ્રહણ કરે. આ સર્વ જગતમાં તમારા જેવો બીજે કઈ સુભટ નથી, તેથી તમારા જેવા પતિવડે હું સર્વ સ્ત્રીઓમાં ગર્વ ધરીને રહીશ.” આ પ્રમાણે કહેતી તે વિનયવાળી કન્યાને હનુમાન હર્ષયુક્ત ચિત્તે ગાંધર્વવિધિથી અનુરાગ સહિત પર. તે સમયે આકાશમાર્ગમાં ફરવાના શ્રમથી જાણે સ્નાન કરવાને ઈચ્છતા હોય તેમ સૂર્ય પશ્ચિમસમુદ્રમાં મગ્ન થઈ ગયે. પશ્ચિમ દિશાને ઉદ્દેશીને જતા એવા સૂર્ય સંધ્યાકાળના વાદળાંના મિષથી તેને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org