Book Title: Trishasti Shalaka Purusa Caritra Part 3
Author(s): Hemchandracharya, Kunvarji Anandji Shah
Publisher: Jain Prakashak Mandal Ahmedabad
View full book text
________________
૧૨૦]
રામને હનુમાને કહેલ સીતાની પ્રવૃત્તિ [ પર્વ ૭ મું શકશે? હે મંદબુદ્ધિ ! તે રામલક્ષમણના કહેવાથી તું શું જોઈને અહીં આવ્યું કે જેથી અહી આવતાંજ તું પ્રાણસંશયમાં આવી પડ્યો ? તે ભૂચારી રામલક્ષ્મણ ઘણું ચતુર જણાય છે કે જેએાએ તારી પાસે આવું કામ કરાવ્યું, પણ ધૂતારાઓ પરહસ્તથી જ અંગારાને કઢાવે છે. અરે ! તું પ્રથમ મારે સેવક હતો અને આજે બીજાનો દૂત થઈ આવ્યો છે, તેથી અવધ્ય છે. પરંતુ માત્ર શિક્ષાને માટેજ તારી આટલી વિટંબના કરવામાં આવી છે. હનુમાન બે -“અરે રાવણ! હું તારો સેવક ક્યારે હતા, અને તું મારો સ્વામી ક્યારે હતો? આવું બોલતાં તું કેમ લજજા પામતે નથી? પૂર્વે એક વખત તારે સામંત પર પિતાને ઘણા બળવાળો માનતા હતા, તેને તેના શત્રુ વરૂણના બંદીગૃહમાંથી મારા પિતાએ છેડા હતો. ત્યારપછી બીજીવાર તે સહાય કરવાને માટે મને બોલાવ્યો હતો એટલે હું આવ્યું હતું, અને વરૂણના પુત્રના સંકટમાંથી મેં તારી રક્ષા કરી હતી, પરંતુ હમણાં તે તું પાપમાં તત્પર થયેલ હોવાથી સહાય કરવાને યોગ્ય નથી, એટલું જ નહીં પણ પરસ્ત્રીનું હરણ કરનાર એવા તારી સાથે ભાષણ કરવાથી પણ પાપ લાગે તેમ છે. વળી હે રાવણ! એકલા લક્ષમણથી પણ તારી રક્ષા કરે તેવો કઈ પુરૂષ તારા પરિવારમાં મારા જેવામાં આવતો નથી, તો તેના અગ્ર બંધુ રામની આગળ તે કેણુજ રક્ષા કરશે?” આવાં તેનાં વચન સાંભળી લલાટ૫ર ચડાવેલી બ્રગુટીથી ભયંકર એ રાવણ હેઠને ડસતે હસતે આ પ્રમાણે બે -અરે કપિ! તેં મારા શત્રુના પક્ષને આશ્રય કર્યો છે, અને આવાં વચનોથી મને પણ તેં તારે શત્રુ કર્યો છે, તેથી જરૂર તને મરવાની ઈચ્છા થઈ લાગે છે, પણ તને તે વૈરાગ્ય જીવિત ઉપર કેમ થયું છે? રે વાનર! જેનું અંગ કષ્ટ રોગથી વિશીર્ણ થયું હેય તે માણસ મરવાને ઈછે, તે પણ હત્યાના ભયથી કોઈ તેને મારતું નથી, તો તને દૂતને કેણું મારશે? પણ અરે અધમ! તને ગધેડા ઉપર ચડાવી પંચશિખા કરીને લંકાના પ્રત્યેક માર્ગે લેકોના સમૂહ સાથે ફેરવવામાં આવશે.” રાવણનાં આવાં વચનેથી હનુમાને ક્રોધથી નાગપાશ તોડી નાંખે. કેમકે “કમળનાળથી બંધાએલે હાથી કેટલી વાર રહે?” પછી તત્કાળ વિદ્યુતુદંડની જેમ ઉછળી તેણે રાવણના મુગટને પગની પાટુથી કણશઃ ચૂર્ણ કરી નાંખે એટલે “આ નીચને મારે અને પકડે” એમ રાવણે પિકાર કર્યો, પરંતુ તેણે તે અનાથ હોય તેમ બધી નગરીને ચરણઘાતથી ભાંગી નાંખી અને એ પ્રમાણે ક્રીડા કરીને ગરૂડની જેમ ઉડી શીધ્રપણે રામની પાસે આવ્યો. રામભદ્રને નમીને સીતાને ચૂડામણિ તેણે આગળ ધર્યો, તેથી સાક્ષાત સીતા આવ્યાં હોય તેમ તે ચૂડામણિને લઈને રામે વારંવાર સ્પર્શ કરીને પિતાના હૃદયમાં ધારણ કર્યો. પછી રામે પુત્રની જેવા પ્રસાદથી હનુમાનને આલિંગન દઈને ત્યાંનું વૃત્તાંત પૂછ્યું, એટલે જેની ભુજાના પરાક્રમની હકીકત સાંભળવાને બીજાઓ તત્પર થઈ રહેલા હતા એવા હનુમાને રાવણનું પોતે કરેલું અપમાન અને સીતાની બધી પ્રવૃત્તિ યથાર્થ રીતે કહી સંભળાવી.
इत्याचार्यश्रीहेमचंद्रविरचिते त्रिषष्ठिशलाकापुरूषचरिते महाकाव्ये सप्तमे
વન સીતા વૃધ્યાનયનોનામ પસઃ | ૬ ||
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org