Book Title: Trishasti Shalaka Purusa Caritra Part 3
Author(s): Hemchandracharya, Kunvarji Anandji Shah
Publisher: Jain Prakashak Mandal Ahmedabad
View full book text
________________
સગ ૬ ઠ્ઠી ]
હનુમાન અને ઇંદ્રજિત વચ્ચે થયેલ યુદ્ધ
[ ૧૧૯
ખીજાં રમણીય વૃક્ષામાં પણ ક્રૂર થઈને હનુમાને તેના ભંગની લીલા કરવા માંડી, તે જોતાંજ તે ઉદ્યાનના ચાર દ્વારના દ્વારપાળ થઈને રહેલા રાક્ષસે। હાથમાં મુગર લઈને તેને મારવા માટે ઢાડી આવ્યા. તીરના ગિરિ ઉપર માટા સાગરના કત્લાલ નિષ્ફળ થાય તેમ તેમનાં હથિયારે। હનુમાનની ઉપર સ્ખલિત થઈ ગયાં. હનુમાને કેપ કરીને તેજ ઉદ્યાનનાં વૃક્ષોથી તેમની ઉપર પ્રહાર કરવા માંડયો. કેમકે “ બળવાનને સર્વ અસ્ર છે.” પવનની જેમ અસ્ખલિત એવા હનુમાને વૃક્ષેાની જેમ તે ઉદ્યાનના રક્ષક ક્ષુદ્ર રાક્ષસેાને પણ તત્કાળ ભાંગી નાંખ્યા. તે જોઈને કેટલાક રાક્ષસેાએ આવી હનુમાને કરેલા ઉદ્યાનરક્ષકેાના ક્ષયને સવ વૃત્તાંત રાક્ષસપતિ રાવણુની પાસે કહ્યો. તે સાંભળી રાવણે હનુમાનને મારવા માટે સૈન્ય સહિત ત્યાં જવાની શત્રુને ઘાત કરનાર અક્ષકુમારને આજ્ઞા કરી. રણને માટે ઉત્કૃતિ એવા અક્ષકુમાર ત્યાં આવીને આક્ષેપ કરવા લાગ્યા; એટલે તેને હનુમાને કહ્યું કે– ભાજનની પહેલાં ફળની જેમ તું રણની પહેલાંજ મને પ્રાપ્ત થયેા છે.' આવાં હનુમાનનાં વચન સાંભળી ‘અરે કપિ ! તુ' વૃથા ગર્જના શામાટે કરે છે? ’ એમ તિરસ્કાર કરતા રાવણના પુત્ર અક્ષકુમારે નેત્રના પ્રસરને રોધ કરનારાં તીક્ષ્ણ ખાણેાની વૃષ્ટિ કરી. ઉદ્દેલ સમુદ્ર જેમ પાણીથી દ્વીપને ઢાંકી દે તેમ શ્રીશૈલે (હનુમાને ) પણ ખાણેાના ઉત્કર્ષ વર્ષાદથી રાવણુ પુત્રને ઢાંકી દીધે. પછી માત્ર કૌતુકવડે ચિરકાળ શસ્ત્રાશસ્ત્રી યુદ્ધ કરીને રણને પાર પામવાને ઈચ્છિતા અંજનાપુત્રે પશુની જેમ અક્ષકુમારને મારી નાંખ્યો. પેાતાના ભાઈના વધના ક્રોધથી− અરે મારૂતિ ! ઊભા રહે, ઊભા રહે' એમ ખેલતે ઈન્દ્રજિત તત્કાળ રણમાં આવ્યા. તે બન્ને મહામાહુ વીરાના કલ્પાંત કાળની જેવા દારૂણ અને વિશ્વને વિક્ષેાલ કરનારા માટે સ ગ્રામ ઘણીવાર સુધી પ્રવર્ત્યેર્યાં. જળધારાની જેમ ગાઢ શસ્ત્રશ્રેણીને વર્ષાવતા તે બન્ને આકાશમાં રહેલા પુષ્કરાવત્ત મેઘની જેવા જણાવા લાગ્યા. અવિચ્છિન્ન અથડાતાં તેમનાં અસ્ત્રોથી ક્ષણવારમાં ખધું આકાશ જળ તુએથી સમુદ્રની જેમ દુઃપ્રેક્ષ્ય થઈ પડ્યું. રાવણના દુર્વાર કુમારે જેટલાં અસ્ત્રો મૂકચાં, તેટલાં બધાં મારૂતિએ તેના કરતાં અનેકગુણાં અસ્રોવડે છેદી નાંખ્યાં. હનુમાનનાં અઓથી ઘાયલ થયેલા ઇંદ્રજિતના સર્વાં સુભટ જાણે રક્તદ્રવિત જ'ગમ પવતા હોય તેવા દેખાવા લાગ્યા. છેવટે પેાતાનું સર્વ સૈન્ય નાશ પામેલું જોઈને અને પેાતાનાં સ આયુધાની નિષ્ફળતા જોઈને ઇંદ્રજિતે હનુમાનની ઉપર નાગપાશાસ્ત્ર છેડયું'. દઢ નાગપાશથી ચંદનના વૃક્ષની જેમ હનુમાન પગથી તે મસ્તક સુધી ખંધાઈ ગયા. જો કે નાગપાશને તેડીને શત્રુઓને જીતવાને તે સમ હતા, તથાપિ નાગપાશના અ`ધન સહિત હનુમાન કૌતુક જોવાને માટે બંધાઈ રહ્યો, એટલે ઇંદ્રજિત હષ પામીને તેને રાવણની પાસે લઇ ગયે. વિજયને ઈચ્છનારા રાક્ષસેા પ્રફુલ્રનેત્રે તેને જોવા લાગ્યા.
રાવણે હનુમાનને કહ્યું- હું દુમાઁતિ! આ તેં શું કર્યુ? તે રામલક્ષ્મણ જન્મથી મારા આશ્રિત અને રાંક છે. વનમાં રહેનારા, ફલાહાર કરનારા, મલીન શરીરવાળા અને મલીન વજ્રના પહેરનારા કિરાતની જેવા તેઓ તારાપર તુષ્ટમાન થશે તેપણ તને શી લક્ષ્મી આપી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org