Book Title: Trishasti Shalaka Purusa Caritra Part 3
Author(s): Hemchandracharya, Kunvarji Anandji Shah
Publisher: Jain Prakashak Mandal Ahmedabad
View full book text
________________
૧૨૪]
રામ અને રાવણના સૈનિકે વચ્ચે દારૂણ યુદ્ધ [ પર્વ ૭ મું મૃગની ધ્વજાવાળા, કોઈ હાથીની દવાજાવાળા, કોઈ મયૂરની દવજાવાળા, કેઈ સર્ષની વજાવાળા, કઈ મારની દવાવાળા અને કેઈ શ્વાનની વજાવાળા હતા, તેમજ કેઈન હાથમાં ધનુષ્ય, કોઈના હાથમાં ખગ, કેઈના હાથમાં પંડી, કેઈના હાથમાં મુદ્ગર, કેઈન હાથમાં ત્રિશૂળ, કેઈના હાથમાં પરિઘ, કેઈના હાથમાં કુઠાર અને કેઈના હાથમાં પાશ હતાં. તેઓ વારંવાર નામ લઈ લઈને શત્રુઓને જણાવતા સતા રણકર્મમાં મોટી ચતુરાઈથી વિચારવા લાગ્યા. વૈતાઢ્ય ગિરિની જેમ પોતાની સેનાની વિશાલતાથી પચાસ એજન પૃથ્વીમાં રાવણે રણકાર્યને માટે પડાવ નાંખે. પિતપતાના નાયકની પ્રશંસા કરતા, પરસ્પર આક્ષેપ કરતા, માંહોમાંહે કથા કહેતા અને કરાઑટપૂર્વક અસ્ત્રો વગાડતા, રામ અને રાવણના સૈનિકે કાંસીતાળ બેતાળની જેમ એકઠા મળ્યા. “જા જા, ઊભું રહે, ઊભો રહે, ભય પામ નહિ, આયુધ છેડી દે, આયુધ ગ્રહણ કર ” આ પ્રમાણે યુદ્ધમાં સુભટેના મુખમાંથી પાણી નીકળવા લાગી. બન્ને સેનામાં શલ્ય, શંકુ, બાણે, ચક્રો, પરિઘ અને ગદાઓ જંગલમાં પક્ષીઓની જેમ આવી આવીને પડવા લાગ્યાં. પરસ્પર ઘાતથી ભગ્ન થયેલા, ખગથી અને વેગથી છેદાએલા ઉછળતા મસ્તકથી બધું આકાશ જાણે વિવિધ કેતુ અને વિવિધ રાહુવાળું હોય તેવું દેખાવા લાગ્યું. મુદુગરોના આઘાતથી હાથીઓને પાડી દેતા સુભટો જાણે ગેડીદડાની ક્રિીડા કરતાં હોય તેમ શોભવા લાગ્યા. બીજા સુભટોએ કુઠારના ઘાતથી છેકેલા પંચ શાખાઓ (બે હાથ, બે પગ અને મસ્તક) વૃક્ષોની શાખાની જેમ પડવા લાગ્યા. વર સુભટે શત્રુઓનાં મસ્તકને છેદીને જાણે ક્ષુધાતુર યમરાજના યથાગ્ય ગ્રાસ હોય તેમ પૃથ્વી પર ફેંકવા લાગ્યા. મહા પરાક્રમી રાક્ષસો અને વાનરેની વચ્ચેના તે યુદ્ધમાં ભાગીદાર પિત્રાઈઓને ધનની જેમ વિજય સાધ્ય થવામાં ઘણે વિલંબ થયે. જ્યારે ચિરકાળ યુદ્ધ ચાલ્યું, ત્યારે મહા બળવાન વાનરોએ વનની જેમ રાક્ષસનું સૈન્ય ભાંગી નાંખ્યું, રાક્ષસનું સૈન્ય ભગ્ન થતાં રાવણના જયના જામીનરૂપ હસ્ત અને પ્રહસ્ત બંને યુદ્ધ કરવાને તૈયાર થયા. તે બંનેની સાથે યુદ્ધ કરવા માટે નલ અને નીલ નામના બે મોટા કપિઓ તેની સન્મુખ આવીને ઊભા રહ્યા. પ્રથમ નલ અને હસ્ત વક્ર અવક્ર ગ્રહની જેમ એક બીજાની સન્મુખ રથમાં આરૂઢ થઈને મળ્યા. તેમણે ધનુષ્યને પણછ પર ચડાવી તેનું એવું આકલન કર્યું કે જેથી તેઓ જાણે પરસ્પર યુદ્ધ કરવાનું આમંત્રણ કરતા હોય તેમ દેખાવા લાગ્યા. પછી તે બંને પરસ્પર એવાં બાણેને વર્ષાવવા લાગ્યા કે જેથી તેઓના રથ બાણના શૂલથી ભરપૂર જણાવા લાગ્યા. ક્ષણવારમાં નલને અને ક્ષણવારમાં હસ્તને જય પરાજય થવાથી નિપુણ પુરૂષે પણ તેમના બળનું અંતર જાણી શક્યા નહીં. છેવટે બળવાન નલે સભ્ય થઈને જેનારા વીરની આગળ લજા પામીને અવ્યાકુળપણે શુર, બાણથી ક્રોધવડે હસ્તનું મસ્તક છેદી નાંખ્યું. હસ્તને જેમનલે માર્યો તેમ તે જ વખતે નીલે પ્રહસ્તને મારી નાંખે એટલે તત્કાળ નલ અને નીલની ઉપર આકાશમાંથી પુષ્પની વૃષ્ટિ થઈ. હસ્ત અને પ્રસ્તના મરણથી રાવણના સૈન્યમાંથી મારીચ, સિંહજઘન, સ્વયંભૂ, સારણ, શુક, ચંદ્ર, અર્ક, ઉદ્દામ, બીભત્સ, કામાક્ષ, મકર, વર, ગભીર, સિંહરથ અને અધરથ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org