Book Title: Trishasti Shalaka Purusa Caritra Part 3
Author(s): Hemchandracharya, Kunvarji Anandji Shah
Publisher: Jain Prakashak Mandal Ahmedabad
View full book text
________________
૧૧૮]
હનુમાને રાવણને ઉદ્યાનને ભાગવાને કરેલ આરંભ [ પર્વ ૭ મું પીડિત એવા લમણ નિરંતર દિશાઓને શૂન્ય નેતા સતા ક્યારે પણ સુખ પામતા નથી. ક્ષણવાર શોકમાં અને ક્ષણવાર કોધમાં રહેતા તમારા પતિ અને દિયર જે કે સુગ્રીવ તેમને વારંવાર આશ્વાસન આપે છે તથાપિ કિંચિત પણ સુખ પામતા નથી. ભામંડલ, વિરાધ અને મહેંદ્ર વિગેરે ખેચરો, દેવતાઓ જેમ શકેદ્ર અને ઈશાનેદ્રની સેવા કરે તેમ તેને દિલ થઈને તેઓની સેવા કરે છે. હે દેવી! તમારી શોધ મેળવવા માટે સુગ્રીવે મને બતાવ્યું, એટલે રામભદ્ર પિતાની વીંટી તમને અભિજ્ઞાન તરીકે આપવા માટે આપીને મને અહીં મક છે, અને તમારી પાસેથી ચૂડામણિનું અભિજ્ઞાન લાવવાને મને કહેલું છે, તે જેવાથી રામભદ્રને મારી અહીં આવવાની પ્રતીતિ આવશે.”
આ પ્રમાણે રામને વૃત્તાંત સાંભળવાના હર્ષથી અને હનુમાનના આગ્રહથી એકવીશ અહેરાત્રિને અંતે તે દિવસે સીતાએ ભજન કર્યું. પછી સીતા બોલ્યા હે વત્સ! આ મારો ચૂડામણિ એંધાણી તરીકે લઈને તું હવે સત્વરે અહીંથી ચાલ્યા જા, અહીં વધારે વખત રહેવાથી તને ઉપદ્રવ થશે. તને અહીં આવેલે જાણશે તે તે દૂર રાક્ષસ યમરાજની જેમ જરૂર તને મારી નાંખવાને માટે આવશે.' સીતાનાં આવાં વચન સાંભળી હનુમાન કિંચિત હસી અંજલિ જેડીને વિનયથી બે-“હે માતા ! તમે મારી ઉપરના વાત્સલ્યભાવથી ભય પામીને આમ બોલે છે, પરંતુ ત્રણ જગતને જીતનાર રામ લક્ષમણને હું દૂત છું. મારી આગળ સિન્ય સહિત એ બિચારો રાવણ કણ માત્ર છે? હે સ્વામિની! કહે તે સૈન્ય સહિત રાવણને પરાભવ કરી તમને મારા સ્કંધ ઉપર બેસારીને હું મારા સ્વામી રામની પાસે લઈ જાઉં.' સીતા હસીને બોલ્યાં-“હે ભદ્ર! તમે પિતાના સ્વામી રામભદ્રને લજાવશે નહિ, એ મને આ તમારાં વચનથી નિશ્ચય થાય છે. રામ અને વાસુદેવ (લક્ષમણ)ના દૂત એવા તમારામાં તે સર્વ બાબત સંભવે છે, પરંતુ મારે જરા પણ પરપુરૂષને પરિચય ગ્ય નથી માટે તમે હવે સત્વરે ત્યાં જાઓ, તમે અહીં સર્વ કાર્ય કર્યું છે, અને તમારા જવા પછીજ આર્યપુત્ર રામ જે ઉદ્યોગ કરવા યોગ્ય હશે તે કરવા માંડશે.” હનુમાન બેલ્હા-દેવી! હવે હું ત્યાંજ જાઉં છું, પણ રાક્ષસને જરા મારૂં પરાક્રમ બતાવતે જઈશ. આ રાવણ પિતાના આત્માને સર્વત્ર વિજયવંતજ માને છે, તે બીજાના પરાક્રમને માનતું નથી, તેથી તે રામના દૂતના પરાક્રમને ભલે જાણી લે. આવાં તેનાં પરાક્રમનાં વચન સાંભળી “બહુ સારૂં” એમ કહી સીતાએ તેને પિતાને ચૂડામણિ આપે એટલે તે લઈને હનુમાન ચરણન્યાસથી પૃથ્વીને ધ્રુજાવતે ત્યાંથી ચાલે.
પછી વનના હાથીની જેમ કરના પરાક્રમને પ્રસારતા હનુમાને દેવરમણ ઉદ્યાનને ભાંગવાને આરંભ કર્યો. રાતાં અશોક વૃક્ષમાં શુગરહિત. બેરસલીનાં વૃક્ષોમાં અનાકુલ, આમ્ર વૃક્ષોમાં કરૂણારહિત, ચંપક વૃક્ષોમાં નિષ્કપ, મંદાર વૃક્ષમાં અતિરેલી, કદલી વૃક્ષમાં નિર્દય અને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org