________________
reserte સર્ગ ૭ મો.
રાવણુ વધ.
સીતાના ચાસ સમાચાર આવી જવાથી સુગ્રીવ વિગેરે સુભટાથી વીટાએલા રામ લક્ષ્મણ સહિત લકાના વિજય કરવા માટે આકાશમાગે ચાલ્યા, ભામંડલ, નલ, નીલ, મહેંદ્ર, હનુમાન, વિરાધ, સુષેણુ, જાખવાન, અગઢ અને ખીજા કાટીગમે વિદ્યાધરાના રાજાએ પેાતાના સૈન્યથી દિશાઓના મુખને આચ્છાદન કરતા સતા રામની સાથે ચાલ્યા. વિદ્યાધરા લડાઈનાં અનેક વાજિંત્રો વગાડવા લાગ્યા. તેના અત્યંત ગંભીર નાદથી આકાશ બધુ પૂર્ણ થઈ ગયું. પેાતાના સ્વામીના કાર્યની સિદ્ધિમાં અહંકાર ધરતા ખેચરે વિમાન, રથ, અશ્વ, હાથી અને ખીજા' વાહૂને પર બેસીને આકાશમાં ચાલ્યા. સૈન્ય સહિત સમુદ્ર ઉપર ચાલતાં ક્ષણવારમાં સવે વેલ ધર પવ તપર રહેલા વેલ ધરપુર પાસે આવ્યા. તે નગરમાં સમુદ્ર અને સેતુ નામે સમુદ્રની જેવા દુષ્ટર એ રાજા હતા, તેઓ ઉદ્ધત થઈને રામના અગ્ર સૈન્યની સાથે યુદ્ધ કરવા લાગ્યા. સ્વામીના કાર્ય'માં ચતુર એવા પરાક્રમી નલે સમુદ્ર રાજાને અને નીલે સેતુ રાજાને ખાંધી લીધા, અને તેઓને રામની પાસે લાવીને રજુ કર્યા. કૃપાળુ રામે તેમને પાછા તેના રાજ્ય ઉપર બેસાર્યાં. મહાન પુરૂષો પરાભવ પામેલા શત્રુ ઉપર પણ કૃપાળુ હોય છે. સમુદ્રે રૂપથી સુંદર અને સ્રીએમાં રત્નરૂપ પાતાની ત્રણ કન્યાએ લક્ષ્મણને આપી. રાત્રિ ત્યાંજ નિગમન કરીને પ્રાતઃકાળે રામ સેતુ અને સમુદ્ર રાજાને સાથે લઈ ત્યાંથી ચાલ્યા. ક્ષણવારમાં સુવેલગિરિ પાસે આવી પહોચ્યા. ત્યાંના સુવેલ નામના દુય રાજાને જીતીને રામ એક રાત્રિ ત્યાં રહ્યા; પ્રાતઃકાળે પાછા ત્યાંથી ચાલ્યા. ત્રીજે દિવસે લંકાની પાસે આવેલા હસદ્વીપના રાજા હંસથને જીતીને રામભદ્રે ત્યાંજ નિવાસ કર્યાં. મીન રાશિમાં રહેલા શનિની જેમ રામ નજીક આવવાથી બધી લકાપુરી ક્ષેાભ પામી અને તેને ચારે તરફથી પ્રલયકાળની શંકા થવા લાગી.
રામભદ્ર નજીક આવ્યાના ખબર પડતાંજ હસ્ત, પ્રહસ્ત, મારીચ અને સારણુ વગેરે રાવણુના હજારા સામતા યુદ્ધ કરવાને તૈયાર થયા. શત્રુઓને તાડન કરવામાં પંડિત એવા રાવણે ક્રોડાગમે સેવકેાની પાસે રણુ સંબંધી મહાદારૂણ વાજિંત્રો વગડાવ્યાં. તે સમયે વિભીષણે રાવણુની પાસે આવીને કહ્યુ કે, “ ખંધુ ! ક્ષણવાર પ્રસન્ન થા, અને શુભ પરિણામવાળાં મારાં વચનેાના વિચાર કર. પૂર્વે એ લેાકનેા ઘાત કરનારૂ' પરસ્ત્રીહરણનું કામ તેં વિચાર્યા વગર કરેલુ છે, અને તેથી તારૂ કુળ લજ્જા પામેલુ' છે, હવે આ રામભદ્ર પેાતાની સ્ત્રીને લેવા માટે
C - 16
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org