________________
સર્ગ ૬ ઢો] હનુમાનને સીતાને મેળાપ
[૧૧૭ શરીરમાં પણ નિઃસ્પૃહ જણાતા હતા. તેમને જોતાંજ હનુમાને વિચાર્યું કે-“અહો! આ સીતા મહા સતી છે, તેમના દર્શનમાત્રથી જ લેકે પવિત્ર થઈ જાય તેમ છે. આ મહાસતીને વિરહ રામને પીડા આપે છે તે ઘટેજ છે. કેમકે આવી રૂપવાન, સુશીલ અને પવિત્ર પત્ની કઈક પુરૂષને જ પ્રાપ્ત થાય છે. આ રાંક રાવણ રામના પ્રતાપથી અને પિતાનાં ઘણું પાપથી-એ બંને કારણેથી જરૂર પતિત થશે.” પછી હનુમાને વિદ્યાથી અદશ્ય થઈ સાથે લાવેલી રામચંદ્રની મુદ્રિકા સીતાના ઉત્સંગમાં નાંખી. તે જોઈ સીતા હર્ષ પામ્યાં. તેમને હર્ષિત થયેલાં જોઈ તત્કાળ ત્રિજટાએ રાવણ પાસે જઈને કહ્યું કે-“સીતા આટલે વખત ખેદ પામેલાં રહેતાં હતાં, પરંતુ આજે આનંદમાં આવેલાં છે.” રાવણે મંદોદરીને કહ્યું કે-“હું માનું છું કે હવે સીતા રામને ભૂલી ગઈ છે અને જરૂર મારી સાથે ક્રીડા કરવાને ઈરછે છે, માટે તું જઈને તેને સમજાવ.” પતિનાં આવાં વચનથી મંદરી પતિનું પ્રતીપણું કરવાને માટે પાછી સીતાને લેભાવવા સારૂ ત્યાં ગઈ અને અતિ વિનીત થઈને સીતાને કહ્યું કે “રાવણ અદ્વૈત એશ્વર્ય અને સૌંદર્યથી ઉત્તમ છે અને રૂપ તથા લાવણ્યની સંપત્તિથી તમે પણ તેને ચગ્ય જ છે. જે કે મૂર્ખ દેવે તમારે ચોગ્ય સંગ કર્યો નહિ, પણ હવે તો રોગ પ્રાપ્ત થાઓ. હે જાનકી ! પાસે જઈને ભજવાયેગ્ય રાવણ ઉલટા તમને ભજવા તત્પર છે માટે તમે તેને ભજે, અને તે સુભ્ર ! હું અને તેની બીજી પત્નીઓ તમારી આજ્ઞાને ધારણ કરે.” સીતા બેલ્યાં–“રે પતિના હતી પણાને કરનારી પાપિ ! રે દુર્મુખી! તારા પતિની જેમ તારૂં મુખ પણ કોણ જુએ! રે દુષ્ટ ! બાંધવ સહિત તારા પતિને ખરપ્રમુખ રાક્ષસોની જેમ મારવા માટે લક્ષમણને અહીં આવેલાજ જાણજે, અને મને રામની પાસે રહેલી જ જાણજે, રે પાપિષ્ટ ! અહીંથી ઊઠી જા, ઊઠી જા, હવે હું તારી સાથે બોલવા ઈચ્છતી નથી.” આવી રીતે સીતાએ જ્યારે તિરસ્કાર કર્યો, ત્યારે મંદદરી કેપ કરીને ત્યાંથી ચાલી નીકળી.
એના ગયા પછી તરતજ હનુમાન પ્રગટ થયો અને સીતાને નમસ્કાર કરી અંજલિ જેડીને તેણે કહ્યું કે-“હે દેવી! સારે ભાગ્યે રામ લક્ષમણ સહિત જય પામે છે. તમારી શોધ લેવાને માટે રામની આજ્ઞાથી હું અહીં આવેલું છું. મારા ત્યાં ગયા પછી રામ શત્રુઓને મારવાને માટે અહીં આવશે.” સીતા નેત્રમાં અશ્રુ લાવીને બેલ્યાં-“હે વીર ! તમે કોણ છે? આ દુલધ્ય સમુદ્રને શી રીતે ઓળંગીને અહીં આવ્યા? મારા પ્રાણનાથ લક્ષમણની સાથે ખુશીમાં છે? તેને તમે ક્યાં જોયા હતા અને તે ત્યાં રહીને કેવી રીતે કાળ નિર્ગમન કરે છે?” હનુમાન બે-“પવનંજય અને અંજનાને હનુમાન નામે હું પુત્ર છું, આકાશગામિની વિદ્યાથી મેં સમુદ્રનું ઉલ્લંઘન કર્યું છે. તેના શત્રુને નાશ કરી આપવા વડે સર્વ વાનરોના અધિપતિ સુગ્રીવને પોતાના પાળા તુલ્ય કરી રામ લક્ષ્મણ સાથે કિષ્કિધાપુરીમાં રહેલા છે. દાવાનળવડે ગિરિની જેમ બીજાઓને તપાવતા રામ તમારા વિયેગથી રાતદિવસ પરિતાપ પામ્યા કરે છે. તે સ્વામિની! ગાયના વિરહથી વત્સ (વાછડા) ની જેમ તમારા વિરહથી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org