Book Title: Trishasti Shalaka Purusa Caritra Part 3
Author(s): Hemchandracharya, Kunvarji Anandji Shah
Publisher: Jain Prakashak Mandal Ahmedabad
View full book text
________________
[૧૧૫
સર્ગ ૬ હો ]
રાત્રિનું વર્ણન વસ્ત્ર ખસેડવાં હોય તેમ જણાવા લાગ્યું. પશ્ચિમ દિશાની ઉપર અરૂણ વાદળાની પરંપરા, જાણે અસ્તકાળે સૂર્યને છોડીને તેજ જુદું રહ્યું હોય તેવી દેખાવા લાગી. “મારો ત્યાગ કરીને આ નવીન રાગવાળે સૂર્ય હવે નવીન રાગવાળી પશ્ચિમ દિશાને સેવે છે” એવા અપમાનથી પ્રાચી દિશા ગ્લાનિ પામી ગઈ હોય તેમ દેખાવા લાગી. ક્રીડાસ્થાનેની પૃથ્વીને ત્યાગ કરવાની પીડાને લીધે કોલાહલના મિષથી પક્ષીઓ આક્રંદ કરવા લાગ્યા. રજસ્વલા થયેલી લલના પિતાના પ્યારા પતિથી દૂર થવાને લીધે જેમ ગ્લાનિ પામે તેમ રાંક ચક્રવાકી પતિના વિયેગથી ગ્લાનિ પામવા લાગી. પતિના જવાથી પતિવ્રતા સ્ત્રીની જેમ સૂર્યરૂપ પતિ અસ્ત થતાં પદ્મિનીએ પોતાના મુખને સંકેચ કર્યો. વાયવ્ય સ્નાનની પ્રાપ્તિથી હર્ષ પામતા બ્રાહ્મણોએ વંદના કરેલી ગાયે પિતાના વાછરડાને મળવાને ઉત્કંઠિત થઈ સત્વર વનમાંથી પાછી વળી. જેમ રાજા યુવરાજને રાજ્યસંપત્તિ આપે તેમ સૂચે અસ્તસમયે પિતાનું તેજ અગ્નિને આપ્યું. આકાશમાંથી ઊતરતા નક્ષત્રોની શ્રેણીની શોભાને ઘેરી લેતા અર્થાત નક્ષત્રશ્રેણી જેવા જણાતા દીવાઓ નગરસ્ત્રીઓએ પ્રત્યેક સ્થાને સળગાવવા માંડયા. સૂર્ય અસ્ત થયા છતાં હજુ ચંદ્રને ઉદય થયેલ ન હોવાથી લાગ જોઈને અંધકારે પ્રસરવા માંડ્યું. કેમકે “ખળ પુરૂષ છળમાં ચતુર હોય છે.” અંજનગિરિના ચૂર્ણથી અથવા અંજનથી પૂર્ણ હોય તેવું ભૂમિ અને આકાશરૂપ પાત્ર અંધકારથી પૂર્ણ દેખાવા લાગ્યું. તે સમયે સ્થળ, જળ, દિશા, આકાશ કે ભૂમિ કાંઈ દેખાતાં નહિ, વધારે શું કહેવું! પિતાને હાથ પણ જોવામાં આવતો નહિ. અંધકારથી વ્યાપ્ત અને ખના જેવા શ્યામ આકાશમાં તારાઓ જાણે વિશ્વપુરૂષના કટિભાગમાં જડેલી કેડીઓ હોય તેવા દેખાવા લાગ્યા. કાજલના જેવું શ્યામ અને સ્પષ્ટ નક્ષત્રવાળું આકાશ પુંડરીક કમળવાળા યમુના નદીના શ્યામ જળવાળા કહ જેવું જણાવા લાગ્યું. જ્યારે એકાકાર કરતે અંધકાર તરફ ફરી વળે ત્યારે પ્રકાશ વગરનું બધું વિશ્વ પાતાળ જેવું દેખાવા લાગ્યું. અંધકાર વૃદ્ધિ પામતાં કામીજનને મેળવવામાં ઉત્સુક દૂતીઓ દ્રહમાં માછલીઓની જેમ નિઃશંક થઈને વેચ્છાએ વિહાર કરવા લાગી. જાનુપર્યત પગમાં આભૂષણ પહેરી, તમાલ વૃક્ષ જેવા શ્યામ વસ્ત્ર ધારી અને અંગે કસ્તુરીને લેપ કરી અભિસારિકાએ ફરવા લાગી; એવામાં ઉદયગિરિરૂપ પ્રાસાદની ઉપર સુવર્ણ કળશની જેવા કિરણરૂપ અંકુશનાં મહાકંદભૂત ચંદ્ર ઉદય પામ્યું. તે વખતે સ્વાભાવિક વૈરને લીધે કલંકના મિષે જાણે ચંદ્ર સાથે બાયુદ્ધ કરતું હોય તેમ અંધકાર જોવામાં આવ્યું. વિશાળ ગેકુળમાં ગાયોની સાથે વૃષભની જેમ વિશાળ ગગનમાં તારાઓની સાથે ચંદ્ર વેચ્છાએ કીડા કરવા લાગ્યું. તે વખતે કસ્તુરીના રસે ભરેલું રૂપાનું પાત્ર હોય તેવો અંદર રહેલા કલંકવાળો ચંદ્ર દેખાવા લાગ્યો. આડા હાથ ધરીને વિરહીજને ખલિત કરેલાં કામદેવનાં બાણે હોય તેમ ચંદ્રકિરણે પ્રસરવા લાગ્યાં. લાંબા વખતથી ભગવેલી પણ અત્યારે સૂર્યાસ્તથી દુર્દશાવાળી થયેલી પદ્મિનીને છોડી દઈને ભમરાઓ પોયણીને ભજવા લાગ્યા. “અહો! નીચની મૈત્રીને ધિક્કાર છે!” પિતાના પ્રિય મિત્ર કામદેવને બાણુ તૈયાર કરી દેતા હોય તેમ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org